હવે ભગવાન ઇચ્છે તો પણ નરેન્દ્ર મોદીને હરાવવા મુશ્કેલ હશે

નવી દિલ્હી, 20 માર્ચ: ચાંદની ચોક લોકસભા સીટ પરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર, દિલ્હીના પ્રદેશ અધ્યક્ષ અને પાર્ટીમાં મનમોહન સિંહના નામથી જાણિતી ડૉ. હર્ષવર્ધને નરેન્દ્ર મોદીને લઇને જે નિવેદન આપ્યું છે કે તેનાથી રાજકીય વર્તુળમાં ખળભળાટ મચી ગયો છે. હર્ષવર્ધન આ નિવેદનથી વિરોધી દળ હુમલાવર થઇ ગયો છે અને નિંદા કરી રહ્યો છે. હર્ષવર્ધનનું આ નિવેદન એવા સમયે આવ્યું છે કે જ્યારે જેડીયૂ દિલ્હી એકમના કેટલાક પદાધિકારી ભાજપમાં જોડાઇ રહ્યાં છે.

હર્ષવર્ધને કહ્યું હતું કે હવે તો ભગવાનને પણ મોદીનો રથ રોકતા પહેલાં વિચારવું પડશે. હર્ષવર્ધનના આ નિવેદનથી રાજકીય વર્તુળમાં ચર્કહઓ અને આરોપ પ્રત્યારોપને હવા આપી દિધી છે. આમ આદમી પાર્ટીના નેતા અને અમેઠીથી રાહુલ ગાંધી વિરૂદ્ધ મેદાને ઉતારનાર કુમાર વિશ્વાસે હર્ષવર્ધનના નિવેદન પર ટ્વિટર પર ટિપ્પણી કરી છે. આપ નેતા કુમાર વિશ્વાસે હર્ષવર્ધન પર નિશાન સાધતાં ટ્વિટ કર્યું છે કે હર્ષવર્ધનજીએ કહ્યું છે કે નમોની લહેર હવે ભગવાન પણ રોકી નહી શકે.આ ઇશ નિંદા પર આપણા ધર્મ રક્ષક, આસ્તિક લઠ્ઠધારીઓનો શું વિચાર છે?

bjp-leader-narendra-modi

કુમાર વિશ્વાસે આ ટ્વિટ બાદ અત્યાર સુધી ભાજપ તરફ કોઇ પલટવાર થયો નથી પરંતુ મોદીને ભગવાનથી પણ ઉપર ગણાવનાર હર્ષવર્ધનના નિવેદન પર હંગામો વધવાના આસાર છે. તો બીજી તરફ સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર હર્ષવર્ધનના આ નિવેદનને લઇને ચર્ચા છેડાઇ ગઇ છે. લોકો તેને ભગવાનની બદનામી ગણાવી રહ્યાં છે. તમને જણાવી દઇએ કે નરેન્દ્ર મોદી બાબા વિશ્વનાથની નગર વારાણસીથી લોકસભાની ચૂંટણી લડવા માટે મેદાનમાં ઉતરી ચૂક્યાં છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X