હિન્દૂ 5 બાળક પેદા કરશે તો જ હિન્દુત્વ બચશે: બીજેપી MLA
આજકાલ નેતાઓ પોતાના વિવાદિત નિવેદનને કારણે ચર્ચામાં રહે છે. ભારતીય જનતા પાર્ટીના વિધાયક સુરેન્દ્ર સિંહ પોતાના વિવાદિત નિવેદનો માટે જાણીતા છે. હાલમાં તેમને વધુ એક વિવાદિત નિવેદન આપ્યું છે.
આજકાલ નેતાઓ પોતાના વિવાદિત નિવેદનને કારણે ચર્ચામાં રહે છે. ભારતીય જનતા પાર્ટીના વિધાયક સુરેન્દ્ર સિંહ પોતાના વિવાદિત નિવેદનો માટે જાણીતા છે. હાલમાં તેમને વધુ એક વિવાદિત નિવેદન આપ્યું છે. સુરેન્દ્ર સિંહ ઘ્વારા જણાવવામાં આવ્યું કે હિન્દુઓની વસ્તીમાં વધારો થવો જોઈએ, તેના માટે જરૂરી છે કે દરેક હિન્દૂ 5 બાળકો પેદા કરે. આપણે જણાવી દઈએ કે સુરેન્દ્ર સિંહ ઉત્તરપ્રદેશના બલિયા જિલ્લાની બેરિયા સીટથી બીજેપી વિધાયક છે અને તેઓ હંમેશા પોતાના નિવેદનને કારણે ચર્ચામાં રહે છે.

હિન્દુઓની જનસંખ્યાને લઈને સુરેન્દ્ર સિંહ ઘ્વારા જણાવવામાં આવ્યું કે દરેક મહંતની ઈચ્છા છે કે દરેક હિન્દૂ 5 બાળક પેદા કરે તો ભારતીય તાકાત બની રહેશે. ભારતમાં હિન્દુત્વ બન્યું રહેશે. આપણે જણાવી દઈએ કે સુરેન્દ્ર સિંહ ઘ્વારા આ પહેલા જિન્નાને જલ્લાદ કહેવામાં આવ્યો હતો. તેમને કહ્યું કે જિન્નાને આતંકી નહીં કહે, પરંતુ રાષ્ટ્રવિરોધી ચિંતન વ્યક્તિ ચોક્કસ કહેશે. આતંકી એટલા માટે નહીં કહું કારણકે સ્વતંત્રતા આંદોલનમાં જિન્ના સહભાગી હતા ત્યારપછી જિન્ના પાકિસ્તાન ચાલ્યા ગયા. તેમને ભારતને ક્યારેય પણ પોતાનું રાષ્ટ્ર માન્યું નથી.
Hindu ki abadi badhani chahiye. Har mahant ki iccha hai kam-se-kam 5 bacche, Hindu jugal kam-se-kam 5 bacche paida kare to Bharatiya taakat bani rahegi, Hindustan mein Hindutva bana rahega: BJP MLA Surendra Singh pic.twitter.com/rFOKY2BVFA
— ANI UP (@ANINewsUP) July 25, 2018
એટલું જ નહીં પરંતુ આ પહેલા તેમને અધિકારીઓ માટે પણ વિવાદિત નિવેદન આપ્યું હતું. તેમને કહ્યું હતું કે અધિકારીઓ કરતા સારું ચરિત્ર વેશ્યાઓનું હોય છે. તેઓ પૈસા લઈને પોતાનું કામ કરે છે સ્ટેજ પર નાચે છે. પરંતુ આ અધિકારીઓ પૈસા લઈને પણ કામ કરશે કે નહીં તેની કોઈ ગેરંટી નથી હોતી.












Click it and Unblock the Notifications
