For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમિત શાહે ઈવીએમ પર હંગામો કરી રહેલ 22 પાર્ટીઓને પૂછ્યા 6 સવાલ

અમિત શાહે ઈવીએમ પર હંગામો કરી રહેલ 22 પાર્ટીઓને પૂછ્યા 6 સવાલ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2019ની મતગણતરી પહેલા ઈવીએમને લઈ વિવાદ થમવાનું નામ નથી લઈ રહ્યો. 22 વિપક્ષી પાર્ટીઓએ VVPATને લઈ ચૂંટણી પંચે મંગળવારે મેમો સોંપ્યો હતો. ચૂંટણી પંચે બુધવારે તેમની માંગણી ફગાવી દીધી. જ્યારે કેન્દ્રમાં સત્તારુઢ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે મતગણતરીના એક દિવસ પહેલા ઈવીએમને લઈ વિપક્ષ પર પ્રહાર કર્યો. તેમણે કહ્યું કે ઈવીએમનો વિરોધ દેશની જનતાના જનાદેશનો અનાદર છે. તેમણે ઈવીએમનો વિરોધ કરી રહેલ પાર્ટીઓને સવાલ પૂછ્યા છે.

હારથી ડરી ગઈ છે 22 પાર્ટી

હારથી ડરી ગઈ છે 22 પાર્ટી

અમિત શાહે બુધવારે સોશિયલ મીડિયા પર ઈવીએમ પર સવાલ ઉઠાવી રહેલ પાર્ટીઓને નિશાન પર લેતા કહ્યું કે ઈવીએમનો વિરોધ દેશની જનતાનો અનાદર છે. હારથી ડરેલ આ 22 પાર્ટીઓ દેશની લોકતાંત્રિક પ્રક્રિયા પર સવાલો ઉઠાવી વિશ્વમાં દેશ અને આપણા લોકતંત્રની છબીને ખરાબ રી રહ્યા છે. અમિત શાહે આગળ વિપક્ષી પાર્ટીઓ પર નિશાન સાધતા કહ્યું કે હું આ તમામ પાર્ટીઓને કેટલાક પ્રશ્નો પૂછવા માંગું છું.

ઈવીએમથી જીતવા પર સત્તા કેમ સંભાળી

અમિત સાહે ઈવીએમનો વિરોધ કરી રહેલ પાર્ટીઓને પહેલો સવાલ પૂછ્યો કે ઈવીએમની વિશ્વસનીયતા પર પ્રશ્ન ઉઠાવનાર આ અધિકાંશ વિપક્ષી પાર્ટીઓએ ક્યારેક ને ક્યારેક ઈવીએમ દ્વારા ચૂંટણીમાં વિજય પ્રાપ્ત કર્યો. જો તેમને ઈવીએમ પર વિશ્વાસ ન હોય તો આ દળોએ ચૂંટણી જીતવા પર સત્તાના સૂત્રને કેમ સંભાળ્યું?

સુપ્રીમ કોર્ટ પર પણ ભરોસો નહિ

અમિત શાહે બીજો સવાલ પૂછ્યો કે દેશની સર્વોચ્ચ અદાલતે ત્રણથી વધુ PILની સૂચના લીધા બાદ ચૂંટણી પ્રક્રિયાને અંતિમ સ્વરૂપ આપી દીધું છે. જેમાં દરેક વિધાનસભા ક્ષેત્રમાં પાંચ VVPATને ગણવાનો આદેશ આપ્યો છે. તો શું તમે લોકો સુપ્રીમ કોર્ટના આદેશ પર પણ પ્રશ્નચિહ્ન લગાવી રહ્યા છો?

ચૂંટણી પ્રક્રિયામાં પરિવર્તનની માંગ અસંવૈધાનિક

અમિત શાહે ઈવીએમનો વિરોધ કરી રહેલ પાર્ટીઓને પૂછ્યું કે મતગણતરીના માત્ર 2 દિવસ પહેલા 22 વિપક્ષી દળો દ્વારા ચૂંટણી પ્રક્રિયામાં પરિવર્તનની માંગ સંપૂર્ણ રીતે અસંવૈધાનિક છે કેમ કે આવા પ્રકારના કોઈ પણ નિર્ણય તમામ દળોની સર્વસંમતિ વિના સંભવ નથી.

ઈવીએમ પર 6 તબક્કા બાદ હંગામો કેમ?

અમિત શાહે ચોથો સવાલ પૂછતા કહ્યું કે વિપક્ષે ઈવીએમના વિષય પર હંગામો છ તબક્કાનું મતદાન સમાપ્ત થયા બાદ શરૂ કર્યું. એક્ઝિટ પોલ બાદ આ વધુ તીવ્ર થઈ ગયું. એક્ઝિટ પોલ ઈવીએમના આધાર પર નહિ બલકે મતદાનથી પ્રશ્ન પૂછી કરવામાં આવે છે. એક્ઝિટ પોલના આધાર પર તમે ઈવીએમની વિશ્વસનીયતા પર કેવા પ્રશ્નો ઉઠાવી શકો છો?

VVPAT પ્રક્રિયા પર પ્રશ્ન ઉઠાવવો કેટલો યોગ્ય?

અમિત સાહે પાંચમો સવાલ પૂછતા કહ્યું કે ઈવીએમમાં ગડબડીના વિષય પર પ્રોએક્ટિવ પગલું ઉઠાવતા ચૂંટણી પંચને સાર્વજનિક રૂપે પડકાર આપી તેમના પ્રદર્શનનું આમંત્રણ આપ્યું હતું. પરંતુ એ પડકારને કોઈ પણ વિપક્ષી દળે સ્વીકાર્યો નહોતો. જે બાદ ચૂંટણી પંચે ઈવીએમને VVPATથી જોડી ચૂંટણી પ્રક્રિયા અને પારદર્શી કર્યું. VVPAT પ્રક્રિયા આવ્યા બાદ મતદાતા મત આપ્યા બાદ જોઈ શકે છે કે તેમનો વોટ કઈ પાર્ટીને મળ્યો છે. પ્રક્રિયાને આટલી પારદર્શી બનાવ્યા બાદ પણ પ્રશ્ન ઉઠાવવા કેટલા યોગ્ય છે?

વિપક્ષીદળ વાંધાજનક નિવેદન કેમ આપી રહ્યા છે?

કેટલાક વિપક્ષી દળ ચૂંટણી પરિણામો અનુકૂળ ન આવવા પર હથિયારો ઉઠાવવા અને લોહીની નદીઓ વહાવવા જેવા આપત્તિજનક નિવેદન આપી રહ્યા છે. વિપક્ષ જણાવે કે હિંસાત્મક અને અલોકતાંત્રિક નિવેદન દ્વારા તેઓ કોને પડકાર આપી રહ્યા છે?

વિપક્ષની માંગ ઈવીએ ફગાવી

વિપક્ષની માંગ ઈવીએ ફગાવી

બુધવારે ચૂંટણી પંચે વિપક્ષી દળોની મતગણતરી પહેલા વીવીપીએટી-ઈવીએમના મેચિંગની માંગણીને ફગાવી દીધી. ઈવીએમ અને વીવીપીએટીના મુદ્દા પર કોંગ્રેસ, સપા, બસપા, તૃણમુલ કોંગ્રેસ સહિત 22 પ્રમુખ વિપક્ષી દળોના નેતાઓએ સર્વદળીય બેઠક કરવા બાદ મંગળવારે ચૂંટણી પંચે પહોંચ્યા હતા.

કોંગ્રેસના એક્ઝિટ પોલમાં પણ UPAથી આગળ નિકળ્યું NDAકોંગ્રેસના એક્ઝિટ પોલમાં પણ UPAથી આગળ નિકળ્યું NDA

English summary
evm controversy: amit shah asks six questions to opposition parties
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X