For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Punjab Result 2022: પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહની હાર

Punjab Result 2022: પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહની હાર

|
Google Oneindia Gujarati News

પંજાબમાં આમ આદમી પાર્ટી ભારે જબરી જીત તરફ આગળ વધી રહી ચે. જ્યારે બીજી તરફ કોંગ્રેસથી અલગ થઈ નવી પાર્ટી બનાવનાર પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે વિધાનસભા ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો છે. કેપ્ટન અમરિંદર સિંહને પટિયાલા વિધાનસભા સીટતી 13 હજારથી વધુ મતે હાર મળી છે અને તેમને આમ આદમી પાર્ટીના ઉમેદવાર અજિતપાલ સિંહહ કોહલીએ માત આપી. પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અમરિંદર સિંહે ચૂંટણી પહેલાં કોંગ્રેસથી રાજીનામું આપી ભાજપ સાથે ગઠબંધન કરી ચૂંટણી લડી હતી.

captain amrinder singh

કેપ્ટન અમરિંદર સિંહે વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં પટિયાલા શહેરી વિધાનસભા સીટથી કોંગ્રેસની ટિકિટ પર જીત નોંધાવી હતી અને પંજાબના મુખ્યમંત્રી બન્યા હતા. પંજાબ લોક કોંગ્રેસના પ્રમુખ કેપ્ટન અમરિંદર સિંહ પટિયાલા શહેરી સીટથી ચૂંટણી લડ્યા હતા. આ તેમની પરંપરાગત સીટ મનાય છે. કોંગ્રેસથી વિખુટા પડ્યા બાદ આ સીટથી હારવું તેમના માટે મોટો ઝાટકો માનવામાં આવી રહ્યો છે.

પંજાબની ચૂંટણી લડાઈ આ વખતે સત્તારૂઢ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે માનવામાં આવી રહી હતી, પરંતુ પૂર્વ સીએમ કેપ્ટન અમરિંદર સિંહની નવી પાર્ટી પંજાબ લોક કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ચૂંટણી પહેલાં ગઠબંધને પણ એક ફેક્ટર માનવામાં આવી રહ્યું હતું. પાછલી ચૂંટણીના પરિણામો બાદ સ્પષ્ટ થઈ ગયું હતું કે આમ આદમી પાર્ટીએ માળવા ક્ષેત્રમાં પોતાની પકડ બનાવી લીધી છે. આમ આદમી પાર્ટીના 20માંથી 17 ધારાસભ્ય આ ક્ષેત્રમાંથી ચૂંટાઈ ગયા હતા.

આ વખતે ચૂંટણીમાં ડ્રગ માફિયા, દારૂ માફિયા, ટ્રાન્સપોર્ટ માફિયા, કેબલ માફિયા, ભ્રષ્ટાચાર અને બિનકાનૂની રેત ખનન, ખેડૂત આંદોલનનો પ્રભાવ અને રાજ્યનું વધતું દેણું ચૂંટણીના પ્રચાર કેમ્પેઈનમાં ગુંઝેલા મહત્વના મુદ્દાઓમાંના એક હતા.

English summary
Ex CM of punjab captain amrinder singh lost election
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X