Exclusive: અડવાણી કરશે મોદીના નામની જાહેરાત

(નવીન નિગમ) નવી દિલ્હી, 9 જુલાઇઃ ભાજપના નેતૃત્વ હેઠળના ગઠબંધન એનડીએના પીએમ પદના ઉમેદવારની જાહેરાત જુલાઇમાં કરવામાં આવશે, એ સમાચાર બધાને મળી ગયા હશે. તમને એ પણ અંદાજો આવી ગયો હશે કે નરેન્દ્ર મોદી જ પીએમ પદના ઉમેદવાર હશે, પરંતુ શું તમને માલુમ છે કે, તેમના નામની ઘોષણા કોણ કરશે? જી હાં, હેડલાઇનમાં લખેલું નામ એટલે લાલકૃષ્ણ અડવાણી જ.

છેલ્લા કેટલાક દિવસથી સંઘમાં મોહન ભાગવતની કવાયદ રંગ લાવી છે. સંઘના સૂત્રોથી મળેલી માહિતી અનુસાર પીએમ પદ માટે મોદીના નામની જાહેરાત ટૂંક સમય થનારી છે અને તેના કરતા વધુ રસપ્રદ વાત એ છેકે સંઘે ભાજપની અંદર ચાલી રહેલા વિખવાદને ખતમ કરી નાંખ્યો છે અને હવે એકતાનું પ્રદર્શન કરવા માટે પીએમ પદના ઉમેદવારની ઘોષણા લાલકૃષ્ણ અડવાણી કરશે. મોહન ભાગવતે અડવાણીને એ માટે તૈયાર કરી લીધા છે. સૂત્રોએ જણાવ્યા પ્રમાણે મોહન ભાગવત સાથે તાજેતરમાં અડવાણીની મુલાકાત થઇ હતી. અડવાણીને સમજાવવામાં આવ્યા છે કે તેઓ સમયની માંગને સમજે અને મોદીને આગળ વધવા દે. તેમાજ પક્ષ અને તેમની ભલાઇ છે.

narendra-modi-lk-advani-rajnath
આ ઉપરાંત સંઘે પોતાના તરફથી અડવાણીને અનેક પ્રકારના ભરોસા આપવામાં આવ્યા છે, જેમાંનો એક ભરોસો એ પણ છે કે, મોદીને પાર્ટી પર કબજો કરવા દેવામાં નહીં આવે અને મહત્વના મુદ્દાઓ પર હવે અડવાણીની પણ ચાલશે. જેમ કે ઉમેદવાર નક્કી કરવો અને તે ક્યાંથી ચૂંટણી લડવા ઇચ્છે છે. અડવાણી માની ગયા બાદ મોહન ભાગવત સાથે મુલાકાત કરવા રાજનાથ પહોંચ્યા, અન્ય લોકો પણ સંઘ પ્રમુખને મળવાનો સિલસિલો જારી છે અને અંતમાં મોદી સાથે મોહન ભાગવત મુલાકાત કરી શકે છે. જેમાં તેમને અત્યારસુધી શું નક્કી કરવામાં આવ્યું છે તે અંગે સૂચિત કરવામાં આવશે.

સૂત્રોના હવાલાથી એ સમાચાર પણ બહાર આવી રહ્યાં છે કે, ભાજપ સંસદીય બોર્ડ આ બાબતે ઔપચારિક જાહેરાત ટૂંક સમયમાં કરશે અને તેની ઘોષણા અડવાણી જાતે જ કરશે. પટકથામાં તો ત્યાં સુધી નક્કી કરવામાં આવ્યું છે કે, આ તકે નરેન્દ્ર મોદી પોતાના નામની ઘોષણા કરવામાં આવ્યા બાદ પત્રકારોની સામે અડવાણીના આશીર્વાદ પણ પ્રાપ્ત કરશે. જેનાથી સંદેશ સ્પષ્ટ થઇ જાય કે મોદી-અડવાણી સાથે છે. ખરેખર અડવાણી સમક્ષ આ રસ્તો પસંદ કર્યા સિવાય અન્ય કોઇ વિકલ્પ પણ નથી, તો બીજી તરફ સુષ્મા સ્વરાજને પણ સંઘે ઘણા આશ્વાસન આપ્યા છે અને પીએમ ઇન વેઇટિંગક ટૂ બનાવવામાં આવ્યા છે, એટલે કે ચૂંટણી બાદ જો કોઇ વિઘ્ન ઉત્પન્ન થાય તો પીએમ ઇન વેઇટિંગ ટૂ સુષ્મા સ્વરાજની પણ લોટરી લાગી શકે છે.

સંઘના આ પ્રસ્તાવને માનવા સિવાય સુષ્મા સ્વરાજ પાસે પણ કોઇ વિકલ્પ નહોતો. એ વાત સાચી છે કે રાજનાથ સિંહની પાંખો થોડીક કાપવામાં આવી છે, જે મોદી પીએમ ના બને તો પોતાના નામને આગળ સમજી રહ્યાં હતા, પરંતુ સૂત્રો જણાવે છે કે મોદીની સાથે રાજનાથને પણ આગામી ચૂંટણી દરમિયાન મહત્વના નિર્ણય લેવાના અધિકાર આપવામાં આવ્યા છે, એટલે કે યુપીમાં ઉમેદવારની પસંદગીમાં રાજનાથ સિંહનો પ્રભુત્વ રહેશે અને તેમના માટે આ મોટી રાહતની વાત છે. આ આખી કવાયદમાં સંઘે એ વાતનું ધ્યાન રાખ્યું છેકે ભાજપના તમામ મહત્વકાંક્ષી નેતા ચૂંટણી દરમિયાન એકજૂટ રહે અને તમામને એ વાતની ખબર રહે કે જો ચૂંટણીમાં વિજય મળ્યો તો કોને શું મળશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X