Exit Poll Results 2022 Live Updates:: યુપી સહિત પાંચ રાજ્યોમાં કોની સરકાર બનશે? હમણાં એક્ઝિટ પોલ જાહેર થશે
આજે યુપી ચૂંટણીના પાંચમા તબક્કા માટે મતદાન થઇ રહ્યું છે. યુપીની 54 જેટલી વિધાનસભા બેઠકો માટે 7 માર્ચે મતદાન થશે. શાસક ભારતીય જનતા પાર્ટી (BJP) અને વિપક્ષી સમાજવાદી પાર્ટી (S
ઉત્તર પ્રદેશમાં સાતમાં તબક્કાનું મતદાન સંપન્ન થવાની સાથે જ પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી સંપન્ન થઈ ચૂકી છે. યુપી, ઉત્તરાખંડ, પંજાબ, ગોવા અને મણિપુરમાં વિધાનસભા ચૂંટણી માટે વિવિધ તબક્કામાં મતદાન થયું હતું અને 10 માર્ચે ચૂંટણી પરિણામ જાહેર થશે. અગાઉ રાજકીય જાણકારો વિવિધ રાજ્યોમાં સરકાર બનાવવાની સંભાવનાઓને લઈ પોતાની ભવિષ્યવાણી કરી રહ્યા છે. એવામાં અમે તમને વિવિધ એજન્સીઓના એક્ઝિટ પોલના પરિણામ એક જ જગ્યાએ પીરસી રહ્યા છીએ. ચૂંટણી પંચના નિર્દેશો મુજબ અમે એક્ઝિટ પોલના પરિણામ 6.30 વાગ્યા બાદ જ બતાવશું, પાંચ રાજ્યોમાં એક્ઝિટ પોલ સાથે જોડાયેલી તમામ લાઈવ અપડેટ મેળવો...
Newest FirstOldest First
10:38 PM, 7 Mar
આજે-ચાણક્ય એક્ઝિટ પોલ - યુપીમાં બસપાને 13 ટકા, કોંગ્રેસને 4 ટકા અને અન્યને 5 ટકા વોટ મળી રહ્યા છે.
કેશવ મૌર્યએ ટ્વીટ કરીને એક્ઝિટ પોલમાં જ લખ્યું છે કે, સપા અને અખિલેશ યાદવના દાવા અને ચક્ર બહાર નીકળી ગયા છે, જેનો અર્થ છે કે યુપીના લોકો 10 માર્ચે એસપીને એક કાનૂની પક્ષ બનાવી રહ્યા છે!
10:33 PM, 7 Mar
કેશવ મૌર્યએ ટ્વીટ કરીને એક્ઝિટ પોલમાં જ લખ્યું છે કે, સપા અને અખિલેશ યાદવના દાવા અને ચક્ર બહાર નીકળી ગયા છે, જેનો અર્થ છે કે યુપીના લોકો 10 માર્ચે એસપીને એક કાનૂની પક્ષ બનાવી રહ્યા છે!
10:33 PM, 7 Mar
જન કી બાત - ઈન્ડિયા ન્યૂઝ એક્ઝિટ પોલ - પંજાબમાં, શિરોમણી અકાલી ગઠબંધનને 24.5-22% મત મળવાની ધારણા છે, ભાજપ ગઠબંધનને 8-6% મત મળવાની ધારણા છે
10:33 PM, 7 Mar
જન કી બાત - ઈન્ડિયા ન્યૂઝ એક્ઝિટ પોલ - પંજાબમાં આમ આદમી પાર્ટીને 39-43% વોટ મળે છે જ્યારે કોંગ્રેસને 26-23% વોટ મળવાની ધારણા છે
10:06 PM, 7 Mar
પંજાબમાં, આમ આદમી પાર્ટી એક્ઝિટ પોલના પરિણામોમાં એકતરફી જીત સાથે સરકાર બનાવે તેવી શક્યતા છે.
10:04 PM, 7 Mar
એક્ઝિટ પોલના પરિણામો અનુસાર ભાજપ પાંચમાંથી ચાર રાજ્યોમાં પુનરાગમન કરતી જોવા મળી રહી છે.
10:00 PM, 7 Mar
મણિપુરના પોલ ઓફ પોલ્સ: JDUને 5-7 સીટો, INDને 2-3 જ્યારે અન્યને 6-10 સીટો મળી રહી છે.
9:59 PM, 7 Mar
મણિપુરના પોલ ઓફ પોલ્સ: NPPને 6-9, NPFને 4-6 બેઠકો મળવાનો અંદાજ છે
ઉત્તર પ્રદેશમાં આજે વિધાનસભાનું પાંચમા તબક્કા માટે મતદાન શરૂ
7:12 AM, 27 Feb
સાંજના 6 વાગ્યા સુધી મતદાન થશે.
7:16 AM, 27 Feb
પાંચમા તબક્કામાં 12 જિલ્લાની 61 વિધાનસભા સીટ પર મતદાન થઈ રહ્યું છે.
7:28 AM, 27 Feb
યુપીના પાંચમા તબક્કાના મતદાનમાં સામેલ ક્ષેત્રોમાં સૌથી વધુ ચર્ચામાં રહેનાર ચૂંટણી ક્ષેત્ર અયોધ્યા છે, જેનું કારણ રામ મંદિર નિર્માણ છે. ઉલ્લેખનીય છે કે રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ મામલે 2019ના સુપ્રીમ કોર્ટના ફેસલા બાદ અયોધ્યામાં આ પહેલી મોટી ચૂંટણી છે. વર્ષ 1980ના દશકમાં રામ જન્મભૂમિ આંદોલન શરૂ થયા બાદથી અયોધ્યા જિલ્લો 1991થી ભાજપનો ગઢ રહ્યું છે.
7:30 AM, 27 Feb
અયોધ્યામાં ભાજપના તાત્કાલિન ધારાસભ્ય વેદ પ્રકાશ ગુપ્તા સામે સપાએ બ્રાહ્મણ ચેહરો તેજ નારાયણ પાંડેને મેદાનમાં ઉતાર્યા છે. ઉલ્લેખનીય છે કે પાંડેએ 2012ની વિધાનસભા ચૂંટણીમાં આ સીટથી જીત હાંસલ કરી હતી. આ વખતેની યૂપીની ચૂ્ંટણીમાં મંદિરની રાજનીતિ એક નવું પહેલું જોડાઈ ગયું છે. વિવિધ રાજનૈતિક દળોના નેતા, પછી તે સપા પ્રમુખ અખિલેશ યાદવ હોય અથવા કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી, તેમણે પાર્ટી લાઈનથી હટી મંદિરોમાં જઈ દર્શનનો મોકો નથી છોડ્યો. જેને ભાજપના વોટબેંકમાં તિરાડ પાડવાની કોશિશ તરીકે જોવામાં આવી શકે છે.
7:31 AM, 27 Feb
વર્ષ 2017માં ભાજપે પૂર્વી યૂપીના આ ક્ષેત્રથી 55 સીટોમાંથી 38 સીટ જીતી હતી, જ્યારે સપાએ 15 અને કોંગ્રેસે બે સીટ પર જીત હાંસલ કરી હતી. આ તબક્કામાં પૂર્વી ઉત્તર પ્રદેશના અયોધ્યા, સુલ્તાનપુર, ચિત્રકૂટ, પ્રતાપગઢ, કૌશામ્બી, પ્રયાગરાજ, બારાબંકી, બહરાઈચ, શ્રીવસ્તી, ગોંડા, અમેઠી અને રાયબરેલી સહિત 12 જિલ્લામાં કુલ 61 વિધાનસભા ક્ષેત્રોમાં મતદાન થશે. મતદાન સવારે 7 વાગ્યે શરૂ થઈ ગયું છે જે સાંજના 6 વાગ્યા સુધી ચાલશે.
7:33 AM, 27 Feb
ચૂંટણી મુદ્દાઓની વાત હોય તો પ્રવાસી મજૂરોના રોજગાર છિનવવા, ઈન્ફ્રાસ્ટ્રક્ચરની કમી, બેરોજગાર ઉપરાંત સૌથી મહત્વપૂર્ણ અસામાજિક તત્વોની સમસ્યાછે જે સત્તારૂઢ ભાજપ માટે પરેશાનીનું કારણ છે. આ તબક્કામાં આ મુદ્દા ભાજપ માટે મુશ્કેલી ઉભી કરી શકે છે. આ ઉપરાંત સત્તા-વિરોધી માહોલ પણ છે જેની અસર મતપેટિઓ ખુલવા પર સામે આવી શકે છે.
7:35 AM, 27 Feb
અખિલેશ યાદવના નેતૃત્વ વાળી સમાજવાદી પાર્ટી યાદવ અને મુસ્લિમ વોટ બેંકને મજબૂત કરવાની સાથોસાથ યુવા મતદાતાઓ પર નજર નાખીને બેઠી છે. અસાદુદ્દીન ઓવૈસીની એઆઈએમઆઈએમ પણ ચૂંટણી મેદાનમાં છે અને આ મુસ્લિમ વોટર્સના મામલામાં સપાના સોશિયલ એન્જીનિયરિંગના ગણિતને બગાડી શકે છે. બસપા સુપ્રીમો માયાવતી આક્રમક પ્રચારના મામલામાં અપેક્ષાકૃત બૈકફુટ પર જોવા મળ્યાં, પરંતુ તેમને પોતાના મૂળ દલિત વોટ બેંક પર ભરોસો છે. પ્રિયંકા ગાંધીએ કોંગ્રેસનું પાવર-પેક ચૂંટણી અભિયાન ચલાવ્યું છે.
7:37 AM, 27 Feb
આ તબક્કાની વધુ એક સૌથી ચર્ચિત સીટ અમેઠી છે જે એક સમયે કોંગ્રેસનો ગઢ ગણાતો હતો. ઉલ્લેખનીય છે કે 2017ની વિધાનસભા ચૂંટણીમાં આ સીટ ભાજપે જીતી લીધી હતી. ભાજપના ગરિમા સિંહે પાછલી ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીના ગાયત્રી પ્રસાદને 5 હજારથી વધુ મતે હરાવ્યા હતા. જો કે ભાજપે આ વખતે ગરિમા સિંહને ટિકિટ નથી આપી અને તેમના પતિ સંજય સિંહને મેદાનમાં ઉતાર્યા છે. પાછલા વર્ષે નવેમ્બરમાં સામૂહિક દુષ્કર્મ મામલામાં સપા નેતા પ્રજાપતિના જેલ ગયા બાદ સપાએ તેમની પત્ની મહારાજી પ્રજાપતિને મેદાનમાં ઉતાર્યાં છે. કોંગ્રેસે ભાજપ છોડીને આવેલા આશીષ શુક્લાને સંજય સિંહ સામે મેદાનમાં ઉતાર્યા છે.
7:39 AM, 27 Feb
આ તબક્કાના પ્રમુખ ઉમેદવારોમાં કોંગ્રેસ વિધાયક દળના નેતા આરાધના મિશ્રા પણ સામેલ છે જેઓ પ્રતાપઢની રામપુર ખાસ સીટથી ચૂંટણી લડી રહ્યાં છે. આ ઉપરાંત રઘુરાજ પ્રતાપ સિંહ એટલે કે રાજા ભૈયા કુંડાથી ચૂંટણી લડી રહ્યા છે. રાજા ભૈયાના ગઢ કુંડામાં પણ આજે જ મતદાન છે.
7:40 AM, 27 Feb
પાંચમા તબક્કામાં કેટલીય મંત્રીઓ પણ મેદાનમાં છે. નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય કૌશાંબી જિલ્લાની સિરાથૂ વિધાનસભા સીટથી ચૂંટણી લડી રહ્યા છે. ઈલાહાબાદ પશ્ચિમથી સિદ્ધાર્થ નાથ સિંહ, ઈલાહાબાદ દક્ષિણથી નંદ ગોપાલ ગુપ્તા નદી, મનકાપુરથી રમાપતિ શાસ્ત્રી અને પટ્ટીથી રાજેન્દ્ર સિંહ ઉર્ફ મોતી સિંહ ચૂંટણી મેદાનમાં છે.
7:41 AM, 27 Feb
ઉત્તર પ્રદેશમાં સાત તબક્કામાં થનાર વિધાનસભા ચૂંટણી માટે ચાર તબક્કાનું મતદાન સંપન્ન થઈ ગયું છે. પાંચમા તબક્કાનું મતદાન આજે એટલે કે 27 ફેબ્રુઆરીએ છે જેમાં પ્રમુખ રૂપે પૂર્વ ક્ષેત્ર કવર થશે. બચેલા 2 તબક્કાનું મતદાન 3 માર્ચ અને 6 માર્ચના રોજ થશે. મતોની ગણતરી 10 માર્ચે થશે.
7:42 AM, 27 Feb
પ્રયાગરાજમાં, પૂર્વ ઈલાહાબાદમાં આજે મતદાન થશે. આ શહેર એક પવિત્ર હિંદુ સ્થળ "સંગમ"નું ઘર છે, અને કેટલાય કોચિંગ સેન્ટરને કારણે પણ સમુદાયોથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અહીં રહે છે.
8:16 AM, 27 Feb
ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2022નો આજે પાંચમો તબક્કો છે. પોતાના પ્રદેશના ઉત્થાન માટે સુશાસન, સુરક્ષા અને સમ્માનની પ્રાપ્તિ માટે ભય મુક્ત, દંગા મુક્ત, અપરાધ મુક્ત પરિવેશ માટે તમામ સમ્માનિત મતદાતા ગણ પોતાના મતનો જરૂર ઉપયોગ કરેઃ પીએમ મોદી
8:39 AM, 27 Feb
પ્રયાગરાજમાં ભાજપી નેતા રીતા બહુગુણા જોશીએ પોતાનો મત નાખ્યો, મતદાન બાદ બોલ્યાં- સરકાર અમારી જ બનશે. અમે 300થી વધુ સીટ જીતશું.
8:39 AM, 27 Feb
બધા જ પોલિંગ બૂથને જીતવવા છે, બીએસપીને સત્તામાં લાવવી છેઃ માયાવતી
8:40 AM, 27 Feb
उत्तर प्रदेश: राज्य में पांचवे चरण के लिए मतदान हो रहा है।
प्रयागराज में भाजपा नेता रीता बहुगुणा जोशी ने मतदान केंद्र पहुंचकर अपना मतदान दिया। उन्होंने कहा, "सरकार हमारी ही बनेगी। हम 300 से ज़्यादा सीटों की उम्मीद कर रहे हैं।" #UttarPradeshElections2022pic.twitter.com/Gk0j3sfpJk
ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2022નો આજે પાંચમો તબક્કો છે. આપણા પ્રદેશના ઉત્થાન માટે, સુશાસન, સુરક્ષા અને સન્માન પ્રાપ્તિ માટે, ભય મુક્ત, દંગા મુક્ત, અપરાધ મુક્ત પરિવેશ માટે તમામ સમ્માનિત મતદાતા ગણ પોતાના મતનો ઉપયોગ જરૂર કરેઃ સીએમ યોગી
8:55 AM, 27 Feb
યુપીમાં આકરી સુરક્ષા વચ્ચે 61 વિધાનસભા સીટ પર મતદાન ચાલુ છે, કોવિડ ગાઈડલાઈન સાથે સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે.
9:07 AM, 27 Feb
ઉત્તર પ્રદેશના સુલ્તાનપુરમાં પોલિંગ બૂથ નંબર 181 પર વોટિંગ મશીન ખરાબ થયાના અહેવાલ મળ્યા, પ્રસાસનની ટીમ મશીન ઠીક કરાવવામાં લાગી.