પાંચ રાજ્યોનો એક્ઝિટ પોલ: 3માં ભાજપ, 2માં કોંગ્રેસ આગળ

Posted By:
Subscribe to Oneindia News

પાંચ રાજ્યોની મતગણતરી 11મી માર્ચે થવાની છે. પંજાબ, ઉત્તર પ્રદેશ, મણિપુર, ગોવા, ઉત્તરાખંડમાં થયેલી આ વિધાનસભાની ચૂંટણીમાં વિવિધ મીડિયા ચેનલો અને સર્વેનો રિપોર્ટ મુજબ કોની ક્યાં જીત થશે તે જાણો અહીં. આ તમામ એક્ઝિટ પોલનું વિશ્લેષણ કરતા લાગી રહ્યું છે કે ભાજપનું પલડું આ વિધાનસભાની ચૂંટણીમાં ભારે રહેશે. અને કોંગ્રેસને ફરી હારનો સ્વાદ ચાખવો પડશે.

Read also: સી-વોટરે પાંચ રાજ્યોના એક્ઝિટ પોલ વિષે શું કહ્યું જાણો અહીં

જો કે ઉત્તર પ્રદેશ કે જ્યાં જીતવું ભાજપ માટે ખૂબ જ જરૂરી છે ત્યાં એક્ઝિટ પોલ મુજબ કંઇ પણ કહેવું હાલ મુશ્કેલી છે. મોટા ભાગના સર્વેક્ષણમાં ભાજપ આગળ છે. જો કે પંજાબમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બન્ને એક બીજાને જોરદારની ટક્કર આપી રહ્યા છે. તો આ અંગે રાજ્ય દિઠ વિગતવાર એક્ઝિટ પોલની માહિતી જાણો અહીં....

ઉત્તર પ્રદેશ

ઉત્તર પ્રદેશ

ઉત્તર પ્રદેશની 403 વિધાનસભાની સીટો પર આ વખતે ચૂંટણી થઇ છે. એબીપી ન્યૂઝ- સીએસડીએસ એક્ઝિટ પોલ મુજબ ભાજપની જીત પાક્કી છે. તો સમાજવાદી પાર્ટી પર 156થી 160 સુધી સીટો મેળવશે. માયાવતીને જ્યાં એક્ઝિટ પોલ મુજબ મોટો ઝટકો લાગવાની સંભાવના છે. ત્યારે ઇન્ડિયા ટીવી- સી વોટરના સર્વે મુજબ ભાજપ 155 થી 167 સીટો મળશે. ટાઇમ્સનાઉ વીએમઆર સર્વે મુજબ પણ ભાજપને 190 થી 210 સીટો મળવાની સંભાવના છે. તો ન્યૂઝ એક્સ એમસીઆરના સર્વે મુજબ ભાજપને 185 સીટો મળશે. તેમ છતાં આ એક્ઝિટ પોલ બાદ પણ સંપૂર્ણ પણે ભાજપનો કેસરિયો ઉત્તર પ્રદેશ પર લહેરાશે કે કેમ તે અંગે સ્પષ્ટતા 11મી માર્ચે જ આવશે તેવું લાગી રહ્યું છે.

ઉત્તરાખંડ

ઉત્તરાખંડ

ઉત્તરાખંડમાં ન્યૂઝ એજન્સી ચાણક્ય સર્વે મુજબ ભારતીય જનતા પાર્ટીની સરકાર બનવાની સંભાવના છે. સંભાવના છે કે ભાજપને 53 સીટો મળે. જો કે ચાણક્ય સર્વે મુજબ કોંગ્રેસનો સફાયો આ પ્રદેશથી પણ આ વખતે થાય તેવી સંભાવના છે. તો આજતક મુજબ ઉત્તરાખંડમાં ભાજપને 46થી 53 ટકા સીટો મળી શકે છે. તો કોંગ્રેસને 12 થી 21 વચ્ચે સીટો મળશે. ઇન્ડિયા ટીવી અને સર્વે એજન્સી એક્સિસ દ્વારા પણ ઉત્તરાખંડમાં ભાજપને 46-53 સીટો મળશે. આમ તમામ એક્ઝિટ પોલ ઉત્તરાખંડમાં ભાજપના આગમન તરફ ઇશારો કરે છે.

ગોવા

ગોવા

ગોવામાં સી વોટર અને ઇન્ડિયા ટીવી એક્ઝિટ પોલ મુજબ ભાજપ સૌથી મોટી પાર્ટી બનીને બહાર આવશે તેવી સંભાવના છે. ગોવામાં જ્યાં ભાજપની જીત થવાની સંભાવના છે તો બીજી તરફ કોંગ્રેસને ખાલી 12 થી 18 સીટો જ મળશે. અને આપને શૂન્યથી 4 સીટો મળી શકે છે. નોંધનીય છે કે ગોવામાં વિધાનસભાની 40 સીટો છે. એક્સિસ ઇન્ડિયા ટૂડેના એક્ઝિટ પોલ મુજબ પણ ગોવામાં ભાજપ અને તેના સાથી દળોને 18 થી 22 સીટો મળશે. જ્યારે કોંગ્રેસને 9 થી 13 સીટો મળવાની સંભાવના છે. જો કે આ સર્વે મુજબ આમ આદમી પાર્ટીને ગોવામાં કોઇ સીટ ન મળવાના આસાર છે.

પંજાબ

પંજાબ

પંજાબમાં સી વોટરના એક્ઝિટ પોલ મુજબ આમ આદમી પાર્ટીને 63 સીટો મળવાની સંભાવના છે. જે સાથે જ તે પંજાબમાં બહુમત વાળી સરકાર સરળતાથી બનાવશે તેવું લાગી રહ્યું છે. જો કે કોંગ્રેસ પણ પંજાબમાં પ્રબળ દાવેદાર છે. તેવું વિવિધ એક્ઝિટ પોલના પરિણામો પ્રમાણે જોવા મળી રહ્યું છે. જો કે આ વખતે શિરોમણિ અકાલી દળ અને ભાજપના ગઠબંધન વાળી સરકારના સુપડાં સાફ થવાની પૂર્ણ શક્યતા છે. અને મોટે ભાગે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ટાઇ જેવી સ્થિતિ ઊભી થવાની સંભાવના રહેલી છે.

મણિપુર

મણિપુર

સમાચાર ચેનલ ઇન્ડિયા ટીવી-સી વોટર્સ મુજબ ભારતીય જનતા પાર્ટી મણિપુરમાં સૌથી મોટી પાર્ટી બનીને બહાર આવશે. સંભાવના છે કે મણિપુરમાં ભાજપને 25 થી 31 સીટો મળે. અંગ્રેજી સમાચાર ઇન્ડિયા ટુડે અને સર્વે એજન્સી એક્સિસ મુજબ કોંગ્રેસને 30 થી 36 સીટો મળશે અને ભાજપને 16 થી 22 સીટો. આમ સમગ્ર પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી પર નજર નાંખીએ તો એક્ઝિટ પોલના જે તારણ બહાર આવ્યા છે તે મુજબ 3 રાજ્યોમાં ભાજપ અને 2 રાજ્યોમાં કોંગ્રેસ આવવાની સંભાવના રહેલી છે. જો કે આ તમામ તો હજી સંભાવના જ છે સાચા પરિણામો 11મી માર્ચે આવશે.

English summary
According to most exit polls chances of bjp to win are more bright. Read here all the update of exit polls for all 5 state.
Please Wait while comments are loading...