Exit Poll: ભાજપને યુપી-બિહારમાં મળશે 70 થી 75 સીટો

By Kumar Dushyant
Google Oneindia Gujarati News

લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કાનું મતદાન પૂર્ણ થઇ ગયું છે ટીવી ચેનલો પર એક્ઝિટ પોલ શરૂ થઇ ગયો છે, જેમાં એ વાતનો અંદાજો લગાવી શકાય કે 16મે નારોજ કઇ રાજકીય પાર્ટીને કેટલી સીટો મળશે. જો કે પોલની વિશ્વનિયતાને લઇને સવાલ ઉદભવી રહ્યાં છે, પરંતુ તેમાં રસ યથાવત છે. યુપીમાં ભાજપને સૌથી વધુ સીટો મળવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જ્યાં કુલ 80 સીટ છે. આ બધુ રાજકીય પક્ષો માટે એકદમ મહત્વપૂર્ણ છે. એબીપી-નીલ્સને પોતાના એક્ઝિટ પોલમાં ઉત્તર પ્રદેશમાં ભાજપને 46, કોંગ્રેસ 8, બસપાને 13 અને સપાને 12 સીટો આપી છે.

જ્યારે બિહારમાં એક્સિસના એક્ઝિટ પોલમાં ભાજપને 24, એલજેપીને 5, કોંગ્રેસને 3 સીટો આપી છે, જ્યારે એબીપી-નીલ્સનને પોતાના એક્ઝિટ પોલમાં ભાજપને 19, એલજેપીને 2, આરજેડીને 10, કોંગ્રેસને 4, જેડીયુને 5 સીટો આપી છે. ટૂંક કહીએ તો તમામ ટીવી ચેનલોના એક્ઝિટ પોલના જણાવ્યા અનુસાર યુપી-બિહારમાં ભાજપને 70ની આસપાસ સીટો મળી શકે છે.

આજતક-સિસરોના સર્વેમાં એનડીએ અવલ્લ

જો દેશની સ્થિતીની વાત કરવામાં આવે, તો આજતક-સિસેરોના સર્વેમાં એનડીએના પક્ષમાં વાત જતી જોવા મળી રહી છે.

એક એક્ઝિટ પોલનું માનીએ તો કોંગ્રેસનીત યુપીએને આ વખતે 11-120 સીટો પર સમેટાઇ જવાની સંભાવના લાગી રહી છે.

પોલમાં ભાજપના નેતૃત્વવાળા ગઠબંધન એનડીએને 261 થી 283 સીટ મળવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત અન્યના ખાતામાં 150-162 સીટો જઇ શકે છે.

શું કહે છે ઇન્ડિયા ટીવી-સી વોટર પોલ?

ભાજપ આશા કરી રહી છે કે તે પોતાના વડાપ્રધાન પદના દાવેદાર નરેન્દ્ર મોદીની કથિત લહેર પર સવાર થઇને આ વખતે સત્તાના ગલીઓ સુધી પહોંચવામાં સફળ રહશે.

સ્પષ્ટ છે કે આમ કરવા માટે તેને જાદૂઇ આંકડો પાર કરવો પડશે, જે આસાન નથી. કોંગ્રેસ ભલે નબળી દેખાતી હોય, પરંતુ સ્થાનિક પાર્ટીના મહત્વને નજરઅંદાજ ન કરી શકાય.

પરંતુ ઇન્ડિયા ટીવી-સે વોટરના સર્વેનું માનીએ, તો એનડીએ પૂર્ણ બહૂમતની સાથે 289 સીટો સુધી પહોંચી જશે, જ્યારે યુપીએ આ વખતે 101 સીટ પર સમેટાઇ જાય શકે છે. અન્યને 148 અને આમ આદમી પાર્ટીને 5 સીટો આપવામાં આવી છે. આ સર્વેમાં યુપીમાં ભાજપને 54, બસપને 8, સપાને 11 અને અન્યને 7 સીટો આપવામાં આવી છે.

રાજકીય પક્ષોના પોત-પોતાના દાવ

આ પહેલાં સોમવારે અંતિમ ચરણનું મતદાન સંપન્ન થઇ ગયું. ચાર દિવસમાં ખબર પડી જશે કે ભાજપ, કોંગ્રેસ અને બીજા અન્ય રાજકીય પક્ષોના ભાગમાં શું આવે છે.

કોંગ્રેસનો દાવો છે કે તે એકવાર ફરી પર્યાપ્ત સંખ્યાબળ પ્રાપ્તક કરી લેશે અને યુપીએ ત્રીજી વાર સરકાર બનાવવામાં સફળ રહેશે. બીજી તરફ દસ લાખથી વિપક્ષની ખુરશી સુધી સમેટાઇ ભાજપ આ વખતે એનડીએનીત સરકાર બનાવવાનો દાવો ઠોકરી રહી છે.

સાથે જ આમ આદમી પાર્ટી જેવા નવા ખેલાડી પણ મેદાનમાં છે અને અરવિંદ કેજરીવાલ 100 સીટોનો દાવો કરી ચૂક્યાં છે. આ ઉપરાંત સપા, બસપા, આરજેડી, જેડીયૂ, એઆઇડીએમકે, ડીએમકે અને વામદળોની કિસ્મત પણ દાવ પર છે.

English summary
In Bihar BJP and allies to get 28 seats, Congress and allies to get 10 seats and JD(U) to get 2 seats, as per IndiaTV-C voter survey.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X