એક્ઝિટ પોલમાં મહારાષ્ટ્રમાં ભાજપને બહુમત, પરંતુ કોણ બનશે મુખ્યમંત્રી?
નવી દિલ્હી, 16 ઓક્ટોબર: મોદી લહેર પર સવાર ભાજપના સારા હવે હજુ પણ ચાલું છે. મહારાષ્ટ્ર અને હરિયાણાની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને બહુમત મળતો જોવા મળી રહ્યો છે. 15 વર્ષથી વિપક્ષમાં રહી ભાજપને આ વખતે સરકાર બનાવવાની તક મળી રહી છે. પરંતુ સવાલ એ છે કે હવે સરકાર બને છે તો કોણ બનશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી?
મહારાષ્ટ્ર અને હરિયાણાને લઇને થયેલા મોટાભાગના એક્ઝિટ પોલ ભાજપના પક્ષમાં જાય છે. ભાજપ પોતાના દમ પર સરકાર બનાવતી જોવા મળી રહી છે. બંને રાજ્યોમાં ભાજપે મુખ્યમંત્રી પદને લઇને પત્તાં ખોલ્યા નથી. એવામાં બંને રાજ્યોના મુખ્યમંત્રીને લઇને ઘણા નામની ચર્ચા થઇ રહી છે.

વિધાનસભા ચૂંટણી દરમિયાન ભાજપની એ વાતને લઇને ટીકા થતી રહી કે તેની પાસે પાર્ટીનો કોઇ ચહેરો નથી પરંતુ બદલાયેલી તસવીરમાં ભાજપના ઘણા ચહેરા મુખ્યમંત્રીની દોડમાં જોવા મળી રહ્યાં છે. દેવેન્દ્ર ફડણવીસ, પંકજા મુંડે, એકનાથ ખડસે, વિનોદ તાવડે કે પછી નિતિન ગડકરી અંતે કોણ બનશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી?
સૌથી પહેલાં વાત તે નેતાઓની જે પોતે આ દોડમાંથી બહાર થવાની જાહેરાત કરી ચૂક્યાં છે એટલે કે નિતિન ગડકરી તો મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બનવાની ના પાડી ચૂક્યાં છે.
વધુ એક નામ જેને સંભવિત મુખ્યમંત્રી તરીકે જોવામાં આવી રહ્યાં છે તે છે વિનોદ તાવડે મહારાષ્ટ્ર વિધાનસભા પરિષદમાં નેતા વિપક્ષ વિનોદ તાવડે તો પોતે જ જાહેરાત કરી ચૂક્યાં છે કે જો ભાજપની સરકાર બને છે તે ગૃહમંત્રી બનશે.

હવે વાત તે નેતાની જે સીધી રીતે પોતાને મુખ્યમંત્રી પદના દાવેદાર ગણાવી રહ્યાં નથી. પરંતુ પોતાના કાર્યકર્તાની ભાવનાના નામ પર પોતાની દાવેદારી રજૂ કરવાનું ચૂક્યાં નહી. અમે વાત કરી રહ્યાં છીએ મહારાષ્ટ્રના મોટા નેતા અને મોદી સરકારમાં મંત્રી ચૂકેલા દિવંગત ગોપીનાથ મુંડેની પુત્રી પંકજા મુંડેની.
OBCના મોટા નેતા રહી ચૂકેલા ગોપીનાથ મુંડેની પુત્રી હોવાની સાથે-સાથે પંકજા મુંડે મહિલા હોવાના નાતે પણ મહારાષ્ટ્રની પ્રથમ મહિલા મુખ્યમંત્રી બનવાનું સપનું જોઇ રહી છે, પરંતુ કાર્યકર્તા તરફથી પોતાને મુખ્યમંત્રી બનાવવાની વકાલત કરવી પંકજાની વિરૂદ્ધ જઇ શકે છે.

હવે વાત એક એવા નેતાની જે સરપંચથી લઇને મંત્રી બન્યા અને મહારાષ્ટ્ર વિધાનસભામાં નેતા વિપક્ષ રહ્યા. ભાજપ-શિવસેનામાં મંત્રી રહી ચૂકેલા એકનાથ ખડસે 5 વાર ધારાસભ્ય રહ્યાં છે.
ખેડૂતોના નેતા હોવાના લીધે તેમની લોકો વચ્ચે સારી પકડ ગણવામાં આવે છે. પરંતુ વધતી ઉંમર અને સ્વાસ્થ્ય યુવાનોને મહત્વ આપી રહેલી ભાજપમાં ખડસેના મુખ્યમંત્રી બનવાનો માર્ગ મુશ્કેલ બની શકે છે.

આ બધાની વચ્ચે મહારાષ્ટ્ર ભાજપના અધ્યક્ષ દેવેન્દ્ર ફડણવીસની દાવેદારી સૌથી મજબૂત ગણવામાં આવે છે. 44 વર્ષથી ફડણવીસ યુવા અને તેજતર્રાર નેતા છે. વોર્ડ સંયોજકથી પ્રદેશ અધ્યક્ષ સુધી રાજકારણની સફર પાર પાડી ચૂકેલા ફડણવીસ સ્પષ્ટ છબિવાળા નેતા છે. તેમની નબળાઇ છે કે તે જનનેતા નથી.

લોકો વચ્ચે ફડણવીસની પકડ એટલી મજબૂત નથી... પરંતુ બજેટ પર એક પુસ્તક લખી ચૂકેલા ફડણવીસ ભણેલા હોવાની સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખાસ ગણવામાં આવે છે.. જો ભાજપને મહારાષ્ટ્રમાં બહુમત મળે છે તો તેમને મુખ્યમંત્રીની ખુરશી મળી શકે છે.












Click it and Unblock the Notifications
