For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Exit Poll Results Live: ગુજરાતમાં બીજેપીને બહુમત, હિમાચલમાં કોંગ્રેસ સાથે કાંટા ની ટક્કર

ગુજરાત અને હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2022 એક્ઝીટ પોલના પરિણામ જાણવા માટે વનઈન્ડિયાનુ ગુજરાતીનુ આ પેજ રિફ્રેશ કરતા રહો..

|
Google Oneindia Gujarati News

Gujarat and Himachal Assembly Exit Polls: ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનુ મતદાન સમાપ્ત થવા જઈ રહ્યુ છે. સવારે 8 વાગે શરુ થયેલુ મતદાન સાંજે 5 વાગે પૂરુ થઈ જશે. જેમ-જેમ મતદાન સમાપ્ત થશે તેમ પરિણામોના રુઝાન આવવા શરુ થઈ જશે. સાંજે 5 વાગ્યા પછી અલગ-અલગ એજન્સીઓના એક્ઝીટ પોલ સામે આવશે. સી-વોટર, ચાણક્ય વગેરેના એક્ઝીટ પોલ માટે લોકોમાં આતુરતા રહે છે. આ પોલ દ્વારા લોકો જનતાનો મૂડ જાણવાની કોશિશ કરે છે. ભાજપ, કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી, ત્રિપાંખીયા જંગમાં કોણ કરી શકશે ચમત્કાર? એક્ઝીટ પોલના પરિણામ જાણવા માટે વનઈન્ડિયાનુ ગુજરાતીનુ આ પેજ રિફ્રેશ કરતા રહો..

exit polls

Newest First Oldest First
10:31 PM, 5 Dec

Gujarat Exit Polls

રિપબ્લિક પી-માર્કે તેના એક્ઝિટ પોલમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં ભાજપને 128થી 148 બેઠકો મળી શકે છે, જ્યારે કોંગ્રેસને 30થી 42 બેઠકો મળી શકે છે.
9:55 PM, 5 Dec

Himachal Exit Polls

મેટ્રિસેસ ભાજપ માટે 35 થી 40, કોંગ્રેસને 26 થી 31 અને અન્ય માટે 0 થી 3 બેઠકોની આગાહી કરી છે.
9:55 PM, 5 Dec

Himachal Exit Polls

એક્સિસ માય ઈન્ડિયાએ હિમાચલ પ્રદેશમાં ભાજપને 24થી 34, કોંગ્રેસને 30થી 40 અને અન્ય માટે 4થી 8 જીતની આગાહી કરી છે.
9:48 PM, 5 Dec

Gujarat Exit Polls

ઇન્ડિયા ટીવીના એક્ઝિટ પોલ પણ ગુજરાતમાં ભાજપને પૂર્ણ બહુમતીનો સંકેત આપી રહ્યા છે. અહીં ભાજપને 112થી 121 બેઠકો મળતી જોવા મળી રહી છે.
8:59 PM, 5 Dec

ઝી ન્યૂઝ બીએઆરસીના એક્ઝિટ પોલ

ઝી ન્યૂઝ બીએઆરસીના એક્ઝિટ પોલ અનુસાર ગુજરાતમાં ભાજપ સંપૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવવા જઈ રહી છે. અહીં ભાજપને 110થી 125 બેઠકો મળતી જોવા મળી રહી છે.
8:52 PM, 5 Dec

Exit Polls

ગુજરાત ચૂંટણીના એક્ઝિટ પોલ
8:51 PM, 5 Dec

હિમાચલ પ્રદેશ

હિમાચલ પ્રદેશ એક્ઝિટ પોલ, India Today - Axis - MyIndia
8:30 PM, 5 Dec

Gujarat Exit Polls

ગુજરાતમાં આમ આદમી પાર્ટી 3થી ઘટીને 11 બેઠકો પર જતી જોવા મળી રહી છે.
8:25 PM, 5 Dec

એબીપી સી વોટરના એક્ઝિટ પોલ

એબીપી સી વોટરના એક્ઝિટ પોલમાં ભાજપને 128થી 140 બેઠકો, કોંગ્રેસને 31થી 43 બેઠકો મળી રહી છે.
8:12 PM, 5 Dec

ગુજરાત ચૂંટણી

ગુજરાત ચૂંટણી
ગુજરાત ચૂંટણી માટે TV9 ગુજરાતીની એક્ઝિટ પોલ
7:52 PM, 5 Dec

Gujarat Exit Polls

ન્યૂઝએક્સ અને જન કી બાતના એક્ઝિટ પોલ અનુસાર ભાજપને 117થી 140 બેઠકો, કોંગ્રેસને 34-51 બેઠકો, આમ આદમી પાર્ટીને 6થી 13 બેઠકો મળવાનું અનુમાન છે.
7:51 PM, 5 Dec

Gujarat Exit Polls

ન્યૂઝ એક્સ અને જન કી બાતના એક્ઝિટ પોલમાં ભાજપને સંપૂર્ણ બહુમતી મળવાની આગાહી કરવામાં આવી છે.
7:41 PM, 5 Dec

ગુજરાત ચૂંટણી

ગુજરાતની ચૂંટણીના પરિણામ વિશે અગ્રણી એક્ઝિટ પોલ શું કહે છે?
7:35 PM, 5 Dec

હિમાચલ પ્રદેશ

જાણકારોનું કહેવું છે કે પાર્ટીના બળવાખોર નેતાઓ હિમાચલમાં ભાજપની મુશ્કેલીઓ વધારી શકે છે.
7:23 PM, 5 Dec

Gujarat Exit Polls 2022

ન્યૂઝ 18ના એક્ઝિટ પોલ મુજબ ગુજરાતમાં ભાજપને 132 સીટો મળી રહી છે. તે જ સમયે, કોંગ્રેસ 38 બેઠકો જીતી શકે છે.
7:23 PM, 5 Dec

Himachal Pradesh

હિમાચલ પ્રદેશ અક્ઝિટ પોલ
7:13 PM, 5 Dec

હિમાચલ પ્રદેશ ઈન્ડિયા ટુડે-એક્સિસ માય ઈન્ડિયાના એક્ઝિટ પોલ

ઈન્ડિયા ટુડે-એક્સિસ માય ઈન્ડિયાના એક્ઝિટ પોલમાં કોંગ્રેસ 30-40 બેઠકો જીતશે જ્યારે હિમાચલ પ્રદેશમાં ભાજપ 24-34 બેઠકો પર રહી જશે.
7:07 PM, 5 Dec

Gujarat Exit Polls 2022

TV9 ભારતવર્ષના એક્ઝિટ પોલ અનુસાર, ગુજરાત ચૂંટણીમાં ભાજપને 125-130 બેઠકો મળવાની ધારણા છે. જ્યારે કોંગ્રેસને 40-50 અને AAPને 3-5 બેઠકો મળવાની ધારણા છે.
6:50 PM, 5 Dec

ગુજરાત

ગુજરાતમાં ભાજપને જંગી બહુમતી મળતી જણાય છે.
6:50 PM, 5 Dec

Himachal Exit Polls 2022

ટાઈમ્સ નાઉના એક્ઝિટ પોલ અનુસાર હિમાચલમાં બીજેપીને 38 સીટો જીતવાની આગાહી કરવામાં આવી છે. તે જ સમયે કોંગ્રેસને 28 અને આમ આદમી પાર્ટીને એક પણ સીટ નથી મળી રહી.
6:42 PM, 5 Dec

Himachal Exit Polls

હિમાચલ પ્રદેશમાં રિપબ્લિક ટીવી ચેનલના એક્ઝિટ પોલમાં ભાજપને 44.8 ટકા, કોંગ્રેસને 42.9 ટકા, આમ આદમી પાર્ટીને 2.8 ટકા વોટ શેર મળ્યા છે.
6:40 PM, 5 Dec

Himachal

હિમાચલમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જોરદાર ટક્કરના સંકેત મળી રહ્યા છે.
6:39 PM, 5 Dec

Delhi MCD election Exit Polls

ટાઇમ્સ નાઉ મુજબ, દિલ્હી MCD ચૂંટણી 2019 એક્ઝિટ પોલ સીટો ભાજપ - 84-94 સીટો AAP - 146-156 સીટો કોંગ્રેસ - 6-10 સીટો અન્ય - 0-4 સીટો
6:24 PM, 5 Dec

આ વખતે ગુજરાતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પોતાને ભાજપના મુખ્ય હરીફ તરીકે રજૂ કરવાનો પ્રયાસ કરી રહી છે.
6:06 PM, 5 Dec

Exit Poll Result 2022

થોડી વારમાં જ ગુજરાત અને હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીના એક્ઝિટ પોલના પરિણામ જાહેર થશે. 8 ડિસેમ્બરે અંતિમ ચૂંટણી પરિણામ આવી જશે. વધુ અપડેટ માટે બન્યા રહો વનઈન્ડિયા ગુજરાતી સાથે.
5:54 PM, 5 Dec

એક્ઝિટ પોલ

ગુજરાતમાં આજે બીજા તબક્કાનું મતદાન પણ સંપન્ન થઈ ગયું છે ત્યારે હવે બહુ જલદી જ બંને રાજ્યોના એક્ઝિટ પોલ જાહેર થશે. 6.30 વાગ્યા પછી એક્ઝિટ પોલ જાહેર થવા શરૂ થશે.
2:53 PM, 5 Dec

એક્ઝિટ પોલ પર બધાની નજર

આજે સાંજે 5 વાગ્યા સુધી મતદાન થશે, જે બાદ એક્ઝિટ પોલ આવવા શરૂ થશે, અંદાજે 8 વાગ્યેથી એક્ઝિટ પોલ આવવા શરૂ થઈ જશે જેને લઈ બધાની નજર એક્ઝિટ પોલ પર છે.
1:22 PM, 5 Dec

2017ની હિમાચલ વિધાનસભા ચૂંટણીના પરિણામો પર નજર કરીએ તો ભાજપને 44 અને કોંગ્રેસને 21 બેઠકો મળી હતી. કહેવાય છે કે ત્યાંના લોકો દર વખતે સરકાર બદલી નાખે છે. આજે એક્ઝિટ પોલમાં સ્પષ્ટ થશે કે જનતાએ કોના પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
1:21 PM, 5 Dec

ગઈ ચૂંટણીના પરિણામોની વાત કરીએ તો ભાજપે 99 બેઠકો અને કોંગ્રેસને 77 બેઠકો મળી હતી. આ વખતે આમ આદમી પાર્ટી પણ મેદાનમાં છે. આજના સર્વેમાં ખબર પડશે કે દિલ્લી અને પંજાબમાં સરકાર ચલાવી રહેલી આમ આદમી પાર્ટી ગુજરાતમાં પોતાનો પ્રભાવ દેખાડવામાં સક્ષમ છે કે નહિ.

English summary
Exit Polls Result Of Gujarat and Himachal Pradesh Assembly Election 2022 live Updates, latest news and highlights in Gujarati
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X