રાત્રે ચાર્જ થઈ રહેલા સ્કૂટરમાં વિસ્ફોટ, એક વ્યક્તિનું મોત, પરિવારની હાલત ગંભીર!
આંધ્રપ્રદેશના વિજયવાડામાં એક વ્યક્તિનું દર્દનાક મોત થયું છે. ઘરમાં આગ લાગવાથી દાઝેલા વ્યક્તિનું મોત થયું હતું. જ્યારે તેની પત્ની અને 2 બાળકોની હાલત ગંભીર છે.
હૈદરાબાદ, 23 એપ્રિલ : આંધ્રપ્રદેશના વિજયવાડામાં એક વ્યક્તિનું દર્દનાક મોત થયું છે. ઘરમાં આગ લાગવાથી દાઝેલા વ્યક્તિનું મોત થયું હતું. જ્યારે તેની પત્ની અને 2 બાળકોની હાલત ગંભીર છે. તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

રાત્રે ઈલેક્ટ્રિક સ્કૂટી ચાર્જ પર મૂકીને સૂઈ રહેલા વ્યક્તિનું મોત થયું હતું. આ ઘટના હૈદરાબાદના વિજયવાડા શહેરના સૂર્યરાવ પેટ સર્કલની છે. શુક્રવારે રાત્રે ઘરમાં રાખેલા સ્કૂટરની બેટરી ફાટી ગઈ હતી. બેટરી ફાટવાને કારણે ઘરમાં આગ લાગી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે એક દિવસ પહેલા કોટાકોંડા શિવ કુમારે આંધ્રપ્રદેશના વિજયવાડાના પિંક થોટામાંથી એક સ્કૂટર ખરીદ્યું હતું.
સૂર્યરાવ પેટ પોલીસના જણાવ્યા અનુસાર, કોટાકોંડા શિવ કુમાર (40)નું શનિવારે સવારે હોસ્પિટલમાં લઈ જતી વખતે મૃત્યુ થયું હતું. તેમની પત્ની હરથી (30) અને બે બાળકો બિંદુ શ્રી (10) અને શશી (6)ની હાલત ગંભીર છે. સૂર્ય રાવ પેટ સર્કલ ઇન્સ્પેક્ટર વી જાનકી રામૈયા શિવ કુમારનું કહેવું છે કે ડીટીપી ઓપરેટર તરીકે કામ કરતા શિવ કુમારે ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદ્યું હતું.
શુક્રવારે તે ઘરના એક રૂમમાં વાહન ચાર્જ પર મૂકીને સૂઈ ગયા હતા. સ્કૂટી આગળના રૂમમાં હતી અને તેઓ પાછળના રૂમમાં સૂતા હતા. સવારે 3 વાગ્યાની આસપાસ બેટરીમાં અચાનક વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ બાદ ઈલેક્ટ્રીક વાયરો ફાટી ગયા હતા અને ઘરમાં આગ લાગી હતી. કહેવામાં આવી રહ્યું છે કે ઘટના દરમિયાન તે પોતાનો જીવ બચાવવા રસોડામાં ગયા હતો. આ પછી આગ ઘરમાં ફેલાઈ ગઈ હતી અને બહાર જવાનો કોઈ રસ્તો ન હોવાથી પરિવારના તમામ સભ્યો ફસાઈ ગયા હતા. આ દરમિયાન સ્થાનિક લોકોની મદદથી તેમને બહાર કાઢી શકાયા હતા. હાલ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?









Click it and Unblock the Notifications
