For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિદેશ મંત્રી એસ જયશંકર 3 દિવસની યાત્રા પર આજે જશે શ્રીલંકા, કરી શકે છે માછીમારોની મુક્તિની વાત

વિદેશ મંત્રી ડૉ. એસ જયશંકર આજથી ત્રણ દિવસની અધિકૃત યાત્રા પર શ્રીલંકા માટે રવાના થશે.

|
Google Oneindia Gujarati News

External Affairs Minister Dr S Jaishankar to embark on a three-day official visit to Sri Lanka today: વિદેશ મંત્રી ડૉ. એસ જયશંકર આજથી ત્રણ દિવસની અધિકૃત યાત્રા પર શ્રીલંકા માટે રવાના થશે. ભારત-શ્રીલંકાના પરસ્પર સંબંધો મજબૂત બનાવવા માટે આ યાત્રા થઈ રહી છે. શ્રીલંકાના વિદેશ મંત્રી દિનેશ ગનવાર્ડન(Dinesh Gunawardena)ના આમંત્રણ પર ભારતીય વિદેશ મંત્રી 5થી 7 જાન્યુઆરી, 2021 સુધી શ્રીલંકાની અધિકૃત યાત્રા પર રહેશે. એસ જયશંકર, ત્યાં વિદેશ મંત્રી, શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટભયા રાજપક્ષે અને પ્રધાનમંત્રી મહિંદા રાજપક્ષે ઓ સાથે મુલાકાત કરશે.

Dr S Jaishankar

એવી આશા રાખવામાં આવી રહી છે કે વિદેશ મંત્રી જયશંકર ત્યાં ભારતીય માછીમારો(Indian Fishermen)ને મુક્ત કરવાનો મુદ્દે ઉઠાવી શકે છે જેમને ગયા મહિને પકડવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે વિદેશ મંત્રીનો આ વર્ષનો આ પહેલો પ્રવાસ છે. બંને દેશોની કોશિશ પરસ્પર સંબંધોને મજબૂત બનાવવાની છે. તમને જણાવી દઈએ કે હાલમાં જ વિદેશ મંત્રી એસ જયશંકરે પોતાના એક નિવેદનના કારણે ચર્ચામાં હતા. તેમણે ચીન પર નિશાન સાધીને કહ્યુ હતુ કે બૉર્ડર પર જે પણ થઈ રહ્યુ છે તે ખૂબ પરેશાન કરનારુ છે, તેણે અમુક પાયાગત ચિંતાઓ ઉભી કરી દીધી છે.

તેમણે કહ્યુ હતુ કે ચીને એલએસી પર મોટી સંખ્યામાં સૈનિકોની તૈનાતી માટે પાંચ વિરોધાભાસી કારણ બતાવ્યા છે. સીમા પર અશાંતિ છે જેના કારણે બાકીના ક્ષેત્રોમાં સંબંધ આગળ નથી વધી શકતા. તેમણે સ્પષ્ટ કહ્યુ હતુ કે વર્તમાન સ્થિતિમાં પણ ચીન જો સંબંધ વધારવાનુ વિચારતા હોય તો આ તેમની ગેરવાજબી વિચાર હશે પરંતુ તેમણે કહ્યુ કે કોઈ પણ નાપાક મનસૂબાને ભારત સહન નહિ કરે, અમે દરેક સ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર છે અને અમે કોઈને પણ જડબાતોડજ જવાબ આપી શકીએ છીએ પરંતુ અમારી કોશિશ એ છે કે અમે વાતચીતથી મામલાને ઉકેલીએ પરંતુ કોઈની ધીરજને તેની નબળાઈ ન સમજવી.

બ્રિટનમાં ફરીથી લાગ્યુ લૉકડાઉન, કોરોનાના નવા સ્ટ્રેનથી ગભરાટબ્રિટનમાં ફરીથી લાગ્યુ લૉકડાઉન, કોરોનાના નવા સ્ટ્રેનથી ગભરાટ

English summary
External Affairs Minister Dr S Jaishankar to go on a three-day official visit to Sri Lanka today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X