સુષ્મા સ્વરાજનો પાક પીએમ ઈમરાનને પડકાર, કહ્યું શાંતિ ઈચ્છો તો અમને મસૂદ અઝહર સોંપો

પાકિસ્તાન શાંતિ ઈચ્છે તો અઝહર અમને સોંપી દોઃ સુષ્મા સ્વરાજ

નવી દિલ્હીઃ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાનને પડકાર ફેંક્યો છે. તેમણે કહ્યું કે જો ઈમરાન, ભારતની સાથે શાંતિ ઈચ્છે છે તો પછી તેમણે જૈશ-એ-મોહમ્મદના મુખ્યા અઝહર ભારતને સોંપવા પડશે. સ્વરાજે આ વાત એક કોન્ફ્રેન્સ દરમિયાન કહી છે. સુષ્માએ કહ્યું કે જો આટલા જ મોટા રાજનેતા છે અને ભારતની સાથે શાંતિની વકાલત કરે છે તો પછી તેમણે અઝહર ભારતને સોંપવો પડશે.

sushma swaraj

હવે જોવાનું છે કેટલું મોટું દિલ છે ઈમરાનનું

સુષ્માનું આ નિવેદન એવા સમયમાં આવ્યું છે જ્યારે ચીને યૂનાઈટે નેશંસ સિક્યોરિટી કાઉન્સિલમાં મસૂદને આતંકી ઘોષિત કરવાવાળા પ્રસ્તાવમાં ચોથી વાર અડચણ પેદા કરી દીધી છે. સ્વરાજે કહ્યું કે, ઈમરાન ખાન ઘણા ઉદાર થઈ રહ્યા છે. તેઓ શાંતિ વાર્તા ઈચ્છે છે. જો ઈમરાન એટલા જ ઉદાર છે તો પછી તે મસૂદ અઝહર ભારતને કેમ નથી સોંપી શકતા? હવે અમારે જોવાનું છે કે તેમનું દિલ કેટલું મોટું છે. તેમણે અમને અઝહર સોંપવો જોઈએ. તેઓ અમને મસૂદ કેમ નથી સોંપતા? ચીને બુધવારે ચોથી વખત મસૂદ અઝહરને આતંકી ઘોષિત કરના પ્રસ્તાવમાં વીટોના પાવરનો ઉપયોગ કરી ફરી એકવા અડચણ પેદા કરી છે. સાથે જ ચીને અમેરિકા, ફ્રાન્સ અને યૂનાઈટેડ કિંગડમ તરફથી આતંકી ઘોષિત કરનાર પ્રસ્તાવમાં ફરીથી ટેક્નિકલ હોલ્ડ લગાવી દીધો છે.

આ પણ વાંચો- યુએનમાં ચોથી વાર ચીને મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકી ઘોષિત કરતો પ્રસ્તાવ કર્યો રદ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X