For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Fact Check: શું 12 કલાક જીવતો રહે છે કોરોના વાયરસ, જો નહિ તો કેટલુ છે તેનુ જીવન

આરોગ્ય વિશેષજ્ઞોની સલાહ બાદ પણ આ મહામારી દરમિયાન લોકો ઘણી એવી વાતે શેર કરી રહ્યા છે જે અફવાથી વધુ કંઈ નથી. જાણો અહીં ફેક્ટ ચેક.

|
Google Oneindia Gujarati News

આજ સવારે સાત વાગ્યાથી આખો દેશ રાતે નવ વાગ્યા સુધી જનતા કર્ફ્યુનુ પાલન કરી રહ્યો છે. આરોગ્ય વિશેષજ્ઞોની સલાહ બાદ પણ આ મહામારી દરમિયાન લોકો ઘણી એવી વાતે શેર કરી રહ્યા છે જે અફવાથી વધુ કંઈ નથી. આ પહેલા વૉટ્સએપ પર ઘણા એવા મેસેજ ફૉરવર્ડ થઈ રહ્યા છે અને આમાંથી જ એક છે કોરોના વાયરસની લાઈફ 12 કલાકની હોય છે. એટલા માટે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જનતા કર્ફ્યુની અપીલ કરી છે. જ્યારે આ વાત સંપૂર્ણપણે ખોટી છે.

શું છે વૉટ્સએપ પર આવતો મેસેજ

શું છે વૉટ્સએપ પર આવતો મેસેજ

પીએમ મોદીએ ગુરુવારે દેશના નામ સંબોધનમાં જનતાને અપીલ કરી હતી કે તે 22 માર્ચ એટલે કે રવિવારે સવારે સાત વાગ્યાથી રાતે નવ વાગ્યા સુધી બહાર ન નીકળે. પીએમે આના માટે ‘જનતા કર્ફ્યુ' શબ્દનો ઉપયોગ કર્યો હતો. વૉટ્સએપમાં ત્યારબાદ જ એક મેસેજ ફરવા લાગ્યો જેમાં કહેવામાં આવ્યુ કે આ અપીલ પીએ મોદી એટલા માટે કરી રહ્યા છે કારણકે વાયરસને એક જ દિવસની અંદર રોકી શકાય. ફેક ઈન્ફોર્મેશન હેઠળ લોકોએ કહ્યુ કે કોરોના વાયરસની લાઈફ એક જગ્યાએ બસ 12 કલાક હોય છે અને એટલા માટે જ 14 કલાક માટે જનતા કર્ફ્યુની અપીલ કરવામાં આવી છે. લોકોએ ત્યાં સુધી કહ્યુ કે જો આમ કરીએ તો ભારત સંપૂર્ણપણે વાયરસ ફ્રી થઈ જશે. વધુ એક મેસેજ વૉટ્સએપ પર આવી રહ્યો છે જેમાં કહેવામાં આવી રહ્યુ છે કે 24 કલાક સુધી જો આખા દેશને રોકી દેવામાં આવે તો વાયરસ દેશમાં જ્યાં ક્યાંય પણ હશે ત્યાં મરી જશે.

શું કહેવુ છે WHOનુ

શું કહેવુ છે WHOનુ

વિશ્વ આરોગ્ય સંગઠન(ડબ્લ્યુએચઓ) તરફથી કહેવામાં આવ્યુ છે કે હજુ એ નક્કી નથી થઈ શક્યુ કે કોવિડડ-19 કેટલી વાર સુધી સપાટી પર જીવતો રહી શકે છે અને તેને જીવતો રાખવા માટે કયા કારણો જવાબદાર છે. ડબ્લ્યુએચઓએ એ પણ કહ્યુ કે આ વાયરસ બીજા વાયરસની જેમ વર્તે છે. ડબ્લ્યુએચઓ મુજબ, ‘ઘણા અભ્યાસથી એ વાત જાણવા મળી છે કે કોવિડ-19 સપાટી પર અમુક કલાક કે પછી અમુક દિવસો સુધીજીવતો રહી શકે છે.' ડબ્લ્યુએચઓ મુજબ સપાટી પર વાયરસ ક્યાં સુધી જીવતો રહેશે એ અલગ અલગ પરિસ્થિતિઓ પર નિર્ભર છે જેવી કે સપાટી કયા પ્રકારની છે અથવા તાપમાન કેવુ છે કે વાતાવરણમાં ભેજ કેટલો છે.

કયા પ્રકારની સપાટી પર કેટલી લાઈફ

કયા પ્રકારની સપાટી પર કેટલી લાઈફ

અમેરિકાના નેશનલ હેલ્થ ઈન્સ્ટીટ્યુટ(એનઆઈએચ)ના વાયરોલૉજિસ્ટ નીલત્જે વેન ડોરેમાલેન તરફથી એક અભ્યાસ એ વાત પર કરવામાં આવ્યો હતો કે વાયરસ અલગ અલગ સપાટી પર કેટલી વાર સુધી જીવતો રહી શકે છે. આ અભ્યાસ ન્યૂ ઈંગ્લેન્ડ જનરલ ઑફ મેડિસીનમાં 17 માર્ચે પબ્લિશ થયો હતો. આ અભ્યાસ મુજબ વાયરસ હવામાં ત્રણ કલાક સુધી રહી શકે છે. જ્યારે કાર્ડબોર્ડ પર આની લાઈફ 24 કલાક હોય છે અને કોઈ પણ પ્લાસ્ટિક કે સ્ટીલની સપાટી પર વાયરસની લાઈફ બેથી ત્રણ દિવસ સુધી રહે છે.

નવ દિવસ સુધી પણ રહી શકે છે જીવતો

નવ દિવસ સુધી પણ રહી શકે છે જીવતો

વધુ એક અભ્યાસ જનરલ હોસ્પિટલ ઑફ ઈન્ફેક્શન તરફથી થયો હતો. આ અભ્યાસમાં કહેવામાં આવ્યુ હતુ કે કોરોના વાયરસની જીંદગી ધાતુ, કાચ કે પછી પ્લાસ્ટિક પર નવ દિવસ સુધી રહી શકે છે. ડબ્લ્યુએચઓ તરફથી સલાહ આપવામાં આવી છે કે જો તમને લાગતુ હોય કે સપાટી કોઈ વાયરસથી સંક્રમિત છે તો આને સાધારણ કીટાણાશકથી સાફ કરી લો જેથી વાયરસ ખતમ થઈ જાય. ડબ્લ્યુએચઓ તરફથી કહેવામાં આવ્યુ છે કે, ‘પોતાના હાથે કાં તો આલ્કોહોલ આધારિત સેનિટાઈઝરથી સાફ કરો અથવા તેને સાબુ અને પાણીથી સારી રીતે સાફ કરી લો. પોતાની આંખો, મોઢુ કે પછી નાકને અડવાથી બચો.'

આ પણ વાંચોઃ દેશભરમાં જનતા કર્ફ્યુ, પીએમ મોદીએ વીડિયો શેર કરીને લોકોને કરી અપીલઆ પણ વાંચોઃ દેશભરમાં જનતા કર્ફ્યુ, પીએમ મોદીએ વીડિયો શેર કરીને લોકોને કરી અપીલ

English summary
Fact check: life of coronavirus is not 12 hours.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X