For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Fact Check: શું ભારતમાં 15 ઓક્ટોબર સુધી બંધ રહેશે હોટલ અને રેસ્ટોરાં? જાણો સત્ય

હાલમાં એક સંદેશ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે હોટલ અને રેસ્ટોરાં 15 ઓક્ટોબર સુધી બંધ રહે. જાણો સત્ય શું છે..

|
Google Oneindia Gujarati News

કોરોના વાયરસ(કોવિડ-19)ના કહેર વચ્ચે સોશિયલ મીડિયા પર આની સાથે જોડાયેલ નકલી સંદેશ પણ ફેલાઈ રહ્યા છે. હાલમાં એક સંદેશ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે હોટલ અને રેસ્ટોરાં 15 ઓક્ટોબર સુધી બંધ રહે. આ સર્ક્યુલરમાં પ્રવાસ મંત્રાલયનો હવાલો આપીને કહેવામાં આવી રહ્યુ છે કે કોરોના વાયરસ સંક્રમણથી ફેલાવના કારણે આખા ભારતમાં હોટલ, રેસ્ટોરાં અને રિસોર્ટ 15 ઓક્ટોબર, 2020 સુધી બંધ રહેશે.

lockdown

સર્ક્યુલરમાં આગળ લખવામાં આવ્યુ છે, સૌથી જરૂરી ઉત્તર ભારતની હોટલ, રિસોર્ટ અને રેસ્ટોરાં આ તારીખ સુધી બંધ રહેશે. નિયમ તોડવા પર કેસ નોંધવામાં આવશે. તમને જણાવી દઈએ કે આ સર્ક્યુલર સંપૂર્ણપણે નકલી છે અને પ્રવાસ મંત્રાલયે આવો કોઈ આદેશ જારી કર્યો નથી. આ સાથે જ પ્રતિબંધ હટાવતા પહેલા રાજ્યો અને આરોગ્ય વિશેષજ્ઞોની સલાહ લેવામાં આવી રહી છે.

અમુક વિશેષજ્ઞો એવી પણ સલાહ આપી રહ્યા છે કે શાળા કોલેજો અને ધાર્મિક સ્થળોને 15 મે સુધી બંધ રાખવા જોઈએ. આ ઉપરાંત એક સલાહ એ પણ આપવામાં આવી રહી છે કે જે સ્થળ વાયરસના હૉટસ્પૉટ બની ગયા છે ત્યાં લૉકડાઉન ચાલુ રહેવુ જોઈએ. જો કે આ બધી બાબતો પર હાલમાં વિચારણા કરવામાં આવી રહી છે. આના પર હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. આ બાબતે કોઈ પણ ઘોષણા 14 એપ્રિલ આસપાસ આવવાની આશા છે.

તમને જણાવી દઈએ કે દેશમાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં 773 નવા કેસ સામે આવ્યા છે જ્યારે 35 લોકોના મોત થયા છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે બુધવારે જણાવ્યુ કે દેશમાં અત્યારે કોરોના વાયરસના પૉઝિટીવ કેસોની સંખ્યા વધીને 5194 થઈ ગઈ છે. આમાં 4643 સક્રિય કેસ છે, 401 સ્વસ્થ/ડિસ્ચાર્જ થયા છે, જ્યારે મૃતકોની કુલ સંખ્યા 149 થઈ ચૂકી છે. અત્યારે દેશમાં લૉકડાઉન લાગેલુ છે જે 14 એપ્રિલ સુધી છે.

આ પણ વાંચોઃ ડેપ્યુટી CM: ગુજરાતમાં કોરોના ફેલાવા પાછળ તબલીગી જમાતનો હાથ, થયા 179 દર્દીઆ પણ વાંચોઃ ડેપ્યુટી CM: ગુજરાતમાં કોરોના ફેલાવા પાછળ તબલીગી જમાતનો હાથ, થયા 179 દર્દી

English summary
fact check, tourism ministry has not ordered to closure of hotels till october 15 fake news covid-19
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X