For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

2019-20માં ફેક્ટરીઓમાં 1.7%નો વધારો થયો, ગુજરાતમાં 15.89 લાખ શ્રમિકોને રોજગારઃ સરકારી સર્વે

આંકડાઓ મુજબ ગુજરાતમાં 15.89 લાખ શ્રમિકો સાથે રોજગાર બતાવ્યો.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ આંકડાઓ મુજબ તમિલનાડુએ 2019-20માં કારખાનામાં શ્રમિકોની સૌથી વધુ 22.09 લાખ, ત્યારબાદ મહારાષ્ટ્રમાં 14.54 લાખ શ્રમિકો અને ગુજરાતમાં 15.89 લાખ શ્રમિકો સાથે રોજગાર બતાવ્યો. આંકડા મંત્રાલય દ્વારા જાહેર કરાયેલ વાર્ષિક સર્વેક્ષણ (ASI)ના કામચલાઉ પરિણામો અનુસાર દેશમાં ફેક્ટરીઓ વાર્ષિક ધોરણે 1.7 ટકા વધીને 2019-20માં 2.46 લાખ થઈ છે જેમાં કુલ 1.3 કરોડ કામદારો રોજગારી મળી. આની 2018-19માં ફેક્ટરીઓની સંખ્યામાં 1.98 ટકાની વૃદ્ધિ સાથે 2.42 લાખ અને 2017-18ના નોટબંધી પછીના વર્ષમાં જોવા મળેલી 1.2 ટકાની વૃદ્ધિ સાથે સરખામણી કરવામાં આવી છે.

factories

આ સંખ્યાઓ મહત્વપૂર્ણ છે કારણકે આ કોવિડ-19 મહામારીની શરુઆત પહેલા 2019-20ના સામાન્ય વર્ષના પરિણામ છે જેણે રોજગાર વૃદ્ધિને પ્રભાવિત કરી. ASIના પરિણામો મુજબ વિગતવાર વિભાજન દર્શાવે છે કે કોર્પોરેટ ક્ષેત્રમાં રોજગાર, જેમાં જાહેર અને ખાનગી સરકારી અને બિન-સરકારી કંપનીઓનો સમાવેશ થાય છે, 2019-20માં 5.5 ટકા વધીને 97.03 લાખ થયો છે, જ્યારે વ્યક્તિગત માલિકીમાં તે 3.1 ટકા ઘટીને 11.36 લાખ થયો છે. ભાગીદારી ક્ષેત્રે રોજગાર 2019-20માં 11.7 ટકા ઘટીને 18.58 લાખ થઈ જ્યારે મર્યાદિત જવાબદારી ભાગીદારી માટે તે 42 ટકા વધીને 1.22 લાખ થઈ.

એએસઆઈ ડેટા વિજળીનો ઉપયોગ કરતા 10 કે વધુ શ્રમિકોને રોજગાર આપતા કારખાના અને વિજળીનો ઉપયોગ કર્યા વિના 20 કે વધુ શ્રમિકોને રોજગાર આપતા કારખાના સાથે સંબંધિત છે. 2018-19ના પાછલા નાણાકીય વર્ષમાં રોજગારમાં કોર્પોરેટ ક્ષેત્રમાં 5.8 ટકાની વૃદ્ધિ જોવા મળી હતી, જે ભાગીદારી ક્ષેત્ર માટે 2.88 ટકા વૃદ્ધિ દર્શાવે છે. તે અગાઉના બે નાણાકીય વર્ષોમાં વધ્યા પછી 2018-19માં વ્યક્તિગત માલિકીમાં 1 ટકાનો ઘટાડો દર્શાવે છે. ડેટા દર્શાવે છે કે 2019-20માં શહેરી વિસ્તારોમાં 1.43 લાખ ફેક્ટરીઓ હતી જેમાં રૂ. 13.64 લાખ કરોડની નિશ્ચિત મૂડી હતી જેમાં 72.79 લાખ કામદારો રોજગારી આપવામાં આવતી હતી, જ્યારે ગ્રામીણ ક્ષેત્રમાં રૂ. 22.71 લાખની નિશ્ચિત મૂડી સાથે 1.03 લાખ ફેક્ટરીઓ હતી જે 57.78 લાખ કામદારોને રોજગારી આપતી હતી.

આ 2018-19માં શહેરી ક્ષેત્રની 1.42 લાખ ફેક્ટરીઓ સાથે સરખાવવામાં આવે છે જેમાં 70.14 લાખ કામદારોને રોજગારી આપતી રૂ. 12.92 લાખ કરોડની નિશ્ચિત મૂડી હોય છે અને ગ્રામીણ ક્ષેત્રની લગભગ 1 લાખ ફેક્ટરીઓ રૂ. 21.74 લાખ કરોડની નિશ્ચિત મૂડી ધરાવતી 57.83 લાખ કામદારોને રોજગારી આપે છે. સ્થિર મૂડી એ એકાઉન્ટિંગ વર્ષના અંતિમ દિવસે ફેક્ટરીની માલિકીની સ્થિર અસ્કયામતોના અવમૂલ્યન મૂલ્યનુ પ્રતિનિધિત્વ કરે છે જેમાં લીઝ હોલ્ડ ભૂમિ, ભવન, પ્લાન્ટ અને મશીનરી, ફર્નીચર અને પરિવહન સાધનો, જળ પ્રણાલિ અને રોડવેઝ સહિતની જમીનનો સમાવેશ થાય છે. અન્ય અચળ સંપત્તિ જેવી કે હોસ્પિટલ, સ્કૂલ વગેરેનો ઉપયોગ કારખાનના શ્રમિકો માટે કરવામાં આવે છે. તમિલનાડુએ 2019-20માં કારખાનામાં શ્રમિકોની સૌથી વધુ 22.09 લાખ ત્યારબાદ મહારાષ્ટ્રમાં 14.54 લાખ શ્રમિકો અને ગુજરાતમાં 15.89 લાખ શ્રમિકો સાથે રોજગાર બતાવ્યુ. આ 2018-19માં તમિલનાડુમાં કારખાનામાં 21.12 લાખ શ્રમિકોની તુલના કરે છે ત્યારાબાદ ગુજરાતમાં 14.89 લાખ શ્રમિકો અને મહારાષ્ટ્રમાં 14.73 લાખ શ્રમિકોનુ સ્થાન છે.

શ્રમિકોના આંકડામાં એ બધા વ્યક્તિઓ શામેલ છે જે સીધા કે કોઈ એજન્સીના માધ્યમથી મજૂરી માટે અથવા કોઈ પણ નિર્માણ પ્રક્રિયામાં કે વિનિર્માણ પ્રક્રિયા માટે ઉપયોગમાં લેવાતી મશીનરી કે પરિસરના કોઈ પણ ભાગની સફાઈમાં કે નિર્માણ પ્રક્રિયા સાથે જોડાયેલા અન્ય પ્રકારના કામમાં લાગેલા છે. સમારકામ અને જાળવણીમાં લાગેલા શ્રમિક અથવા કારખાનાના પોતાના ઉપયોગ માટે અચળ સંપત્તિઓના ઉત્પાદન કે વિજળી પેદા કરવા માટે નિયોજિત કે કોલસા, ગેસ વગેરેનુ ઉત્પાદન પણ શ્રમિકોની ગણતરીમાં શામેલ છે.

આંકડાકીય અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલ વાર્ષિક સર્વે ઑફ ઈન્ડસ્ટ્રીઝ(ASI)ના કામચલાઉ પરિણામો મુજબ 2019-20માં ફેક્ટરીઓ વાર્ષિક ધોરણે 1.7 ટકા વધીને 2.46 લાખ થઈ છે જેમાં 10 કે તેથી વધુ કામદારો પાવરનો ઉપયોગ કરતી ફેક્ટરીઓમાં કુલ 1.3 કરોડ કામદારો અને પાવરનો ઉપયોગ કર્યા વિના 20 કે તેથી વધુ કામદારોને રોજગારી આપે છે. ASI પરિણામો મુજબ વિગતવાર વિભાજન દર્શાવે છે કે કોર્પોરેટ ક્ષેત્રમાં રોજગાર, જેમાં જાહેર અને ખાનગી સરકારી અને બિન-સરકારી કંપનીઓનો સમાવેશ થાય છે, 2019-20માં 5.5 ટકા વધીને 97.03 લાખ થયો છે, જ્યારે વ્યક્તિગત માલિકીમાં તે 3.1 ટકા ઘટીને 11.36 લાખ થયો છે. ભાગીદારી ક્ષેત્રે રોજગાર 2019-20માં 11.7 ટકા ઘટીને 18.58 લાખ થયો જ્યારે મર્યાદિત જવાબદારી ભાગીદારી માટે તે 42 ટકા વધીને 1.22 લાખ થયો.

ડેટા દર્શાવે છે કે શહેરી ક્ષેત્રમાં 1.43 લાખ ફેક્ટરીઓ હતી જેમાં રૂ. 13.64 લાખ કરોડની નિશ્ચિત મૂડી હતી જેમાં 72.79 લાખ કામદારો રોજગારી આપતા હતા. જ્યારે ગ્રામીણ ક્ષેત્રમાં રૂ. 22.71 લાખની સ્થિર મૂડી ધરાવતી 1.03 લાખ ફેક્ટરીઓ હતી જેમાં 2019-20માં 57.78 લાખ કામદારો રોજગારી આપતા હતા. આ 2018-19માં શહેરી ક્ષેત્રની 1.42 લાખ ફેક્ટરીઓ સાથે સરખાવવામાં આવે છે જેમાં 70.14 લાખ કામદારોને રોજગારી આપતી રૂ. 12.92 લાખ કરોડની નિશ્ચિત મૂડી હોય છે અને ગ્રામીણ ક્ષેત્રની લગભગ 1 લાખ ફેક્ટરીઓ રૂ. 21.74 લાખ કરોડની નિશ્ચિત મૂડી ધરાવતી 57.83 લાખ કામદારોને રોજગારી આપે છે.

English summary
Factories increase by 1.7% in 2019-20, employment to 15.89 lakh workers in Gujarat: Government Survey
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X