For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હીમાં બીજેપીના મુખ્યમંત્રી ઉમેદવાર હર્ષવર્ધન કોણ છે?

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 23 ઓક્ટોબર: અફવાઓ અને વિવાદોની વચ્ચે બીજેપીની સંસદીય સમિતિએ દિલ્હીમાં પોતાના મુખ્યમંત્રી પદના ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. બીજેપીએ મુખ્યમંત્રી માટે વીજય ગોયલના નામને બદલે ડૉ. હર્ષવર્ધનના નામ પર મહોર મારી દીધી છે. આ અંગે ઘણી અટકળો ઊભી થઇ હતી જે બીજેપીની આ જાહેરાત બાદ દૂર થઇ ગઇ છે.

આજે દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીની ઓફિસમાં ભાજપના વરિષ્ઠ નેતાઓના નેતૃત્વમાં આ જાહેરાત કરવામાં આવી. અત્રે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથ સિંહ, વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી, સંસંદમાં વિપક્ષની નેતા સુષમા સ્વરાજ, અરૂણ જેટલી, પ્રદેશ અધ્યક્ષ વિયજ ગોયલની હાજરીમાં હર્ષવર્ધનને આ જવાબદારી સોંપવામાં આવી અને ગુલદસ્તાઓ આપીને તેમનુ સન્માન પણ કરવામાં આવ્યું.

ભારતીય જનતા પાર્ટીની સંસંદીય સમિતિએ સર્વાનુમતે હર્ષવર્ધનના નામની પસંદગી સીએમ પદના ઉમેદવાર માટે કરી છે. અને તેમના નામની જાહેરાત રાજનાથ સિંહે કરી તેમજ તેમને વિજય બનવા માટે શુભેચ્છાઓ પાઠવી. હર્ષવર્ધનના નામની જાહેરાત બાદ બીજેપી કાર્યાલયની બહાર અને હર્ષવર્ધનના ઘરની બહાર ઢોલ-નગારા વગાડી અને ફટાકડાઓ ફોડીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી.

આવો જાણીએ ડૉ. હર્ષવર્ધન વિશે કેટલી જાણી અજાણી વાતો...

કોણ છે ડૉ. હર્ષવર્ધન?

કોણ છે ડૉ. હર્ષવર્ધન?

દિલ્હીમાં બીજેપીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે જાહેર કરાયેલા ડોક્ટર હર્ષવર્ધન પોતાની ઇમાનદાર છબિના કારણે પાર્ટીના લોકાની પહેલી પસંદ છે. ડૉ. હર્ષવર્ધન રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘના જૂના કાર્યકર્તા રહી ચૂક્યા છે.

કોણ છે ડૉ. હર્ષવર્ધન?

કોણ છે ડૉ. હર્ષવર્ધન?

હર્ષવર્ધને જીએસવીએમ મેડિકલ કૉલેજમાંથી એમબીબીએસ અને બાદમાં એમએસ કર્યું અને ઇએનટીમાં સ્પેશ્યલાઇઝેશન કર્યું. તેમણે દિલ્હીમાં ઇએનટી સર્જન તરીકે પ્રેક્ટિસ શરૂ કરી. તેઓ દિલ્હી મેડિકલ એસોસિએશનના સચિવ થી લઇને પ્રેસિડેન્ટ સુધીના પદ પર રહ્યા.

કોણ છે ડૉ. હર્ષવર્ધન?

કોણ છે ડૉ. હર્ષવર્ધન?

વ્યવસાયે ડોક્ટર રહી ચૂકેલા હર્ષવર્ધને પોતાની રાજનૈતિક સફરની શરૂઆત 1993માં દિલ્હીની કૃષ્ણાનગર બેઠકથી ચૂંટણી લડીને કરી હતી. હર્ષવર્ધને આ બેઠક પરથી બીજેપીને જીત અપાવી હતી.

કોણ છે ડૉ. હર્ષવર્ધન?

કોણ છે ડૉ. હર્ષવર્ધન?

હર્ષવર્ધન દિલ્હીની પહેલી વિધાનસભાના સભ્ય બન્યા અને બીજેપી સરકારમાં સ્વાસ્થ્ય અને કાનૂન મંત્રી પણ રહ્યા. જેમાં તેમણે પોલિયો અભિયાન ચલાવ્યું અને તે સફળ પણ રહ્યું.

કોણ છે ડૉ. હર્ષવર્ધન?

કોણ છે ડૉ. હર્ષવર્ધન?

1996માં ડોક્ટર હર્ષવર્ધને શિક્ષણ મંત્રાલયની જવાબદારી સંભાળી. ત્યારબાદ 1998, 2003 અને 2008માં હર્ષવર્ધન કૃષ્ણાનગર બેઠકથી જ ચૂંટણી જીત્યા છે. નેતાની સાથે સાથે એક ડોક્ટર તરીકે પણ તેઓ ખૂબ જ સફળ થયા છે.

2008માં વિધાનસભા ચૂંટણી સમયે ડૉ. હર્ષવર્ધન બીજેપી અધ્યક્ષ હતા. ત્યારે પણ તેમને મુખ્યમંત્રી પદ માટે ઉમેદવાર તરીકે પ્રોજેક્ટ કરવાની આશા હતી પરંતુ પાર્ટીએ છેલ્લી ક્ષણે વિજય મલ્હોત્રાને સીએમ ઉમેદવાર તરીકે પ્રોજેક્ટ કરી દીધા. જોકે તેમની ચોખ્ખી છબિના કારણે બીજેપીએ તેમને આ તક હવે આપી છે, અને સીએમ પદના ઉમેદવાર બનાવ્યા છે.

ઓબામાએ પણ કર્યા હતા વખાણ
હર્ષવર્ધને જ સૌથી પહેલા દિલ્હીમાં પોલિયો રોકવાના કાર્યક્રમની શરૂઆત કરી હતી. આ કાર્યક્રમને મળેલી સફળતાને ધ્યાનમાં રાખતા કેન્દ્ર સરકારે પોલિય પર હર્ષવર્ષન મોડેલ જ આખા દેશમાં લાગુ કર્યું. પોલિયો કાર્યક્રમની સફળતા પર હર્ષવર્ધનને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા પણ સન્માન મળ્યું છે. પોલિયો કાર્યક્રમ પર અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામાં પણ હર્ષવર્ધનના વખાણ કરી ચૂક્યા છે.

English summary
The BJP Parliamentary Board announced Dr Harshvardhan as its Chief Ministerial candidate for Delhi on Wednesday. some facts about BJP’s Delhi CM candidate Dr. Harshvardhan.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X