For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'ગુજરાત કરતા વધારે નકલી એન્કાઉન્ટર જમ્મૂ-કાશ્મીરમાં થાય છે'

|
Google Oneindia Gujarati News

omar abdullah
શ્રીનગર, 4 જુલાઇ : જમ્મૂ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર બબ્દુલ્લાએ આજે ગુજરાતના ઇશરત જહાં નકલી એન્કાઉન્ટર પર પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરતા જણાવ્યું કે આ મામલાને ઘણો ઉછાળવામાં આવી રહ્યો છે જ્યારે ગુજરાત કરતા વધુ નકલી એન્કાઉન્ટર જમ્મૂ-કાશ્મીરમાં થાય છે અને અત્રે હજી પણ લોકો ન્યાયની રાહ જોઇને બેઠા છે.

સૂત્રો અનુસાર ઓમરે ગુજરાતના ઇશરત જહાં નકલી એન્કાઉન્ટર પર ટિપ્પણી કરતા કહ્યું કે ગુજરાત કરતા વધારે નકલી એન્કાઉન્ટર જમ્મૂ-કાશ્મીરમાં થાય છે. હાલના દિવસોમાં ઇશરત જહાં નકલી એન્કાઉન્ટર ખૂબ જ ચર્ચામાં છે કારણ કે આખા 9 વર્ષ પછી મામલા પર સીબીઆઇએ ખુલાસો કર્યો છે કે ઇશરત જહાં આતંકવાદી ન્હોતી અને તે એન્કાઉન્ટર નકલી હતું.

જોકે ઓમર અબ્દુલ્લાની આ ટિપ્પણીને કાશ્મીરવાદ અથવા અલગતાવાદ સાથે સાંકળીને પણ જોવામાં આવી રહી છે. તેમનો ઇશારો કાશ્મીરમાં આતંકવાદ વિરુદ્ધ ભારતીય સૈન્ય દ્વારા કરાતી કાર્યવાહી ઉપર શંકા સમાન ગણાવાઇ રહ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે સીબીઆઇએ બુધવારે ઇશરત જહાં એન્કાઉન્ટર કેસના મુખ્ય તપાસ અધિકારી સીબીઆઇ ઉપાધ્યક્ષ જી કલૈમણિએ પ્રથમ આરોપપત્ર દાખલ કર્યું. જેમાં તેમણે એવો દાવો કર્યો છે કે ઇશરત જહાં આતંકવાદી ન્હોતી. સાથે સાથે સીબીઆઇએ એવું પણ જણાવ્યું છે કે ઇશરતની સાથે ઠાર મરાયેલ કહેવાતો પાકિસ્તાની નાગરિક જીશાન જોહર લગભગ ત્રણ મહિના સુધી ગુજરાત પોલીસની કેદમાં હતા.

English summary
Fake encounters are not happening only in Gujarat, but much more in Jammu and Kashmir, still victims are waiting for justice said CM Omar Abdullah.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X