For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ખેડૂતે પાકને નજર ના લાગે તે માટે લીધી સની લોયાનીની મદદ

આંધ્ર પ્રદેશમાં ખેડૂતના ઊભા પાકનું રક્ષણ કરે છે સની લિયોનીનું એક પોસ્ટર. ખેડૂતો પાકને લોકોની ખરાબ નજર ના લાગે તે માટે શું ગજબનું તીકડમ લગાવ્યું છે વિગતવાર જાણો અહીં.

|
Google Oneindia Gujarati News

આંધ્ર પ્રદેશના નેલ્લોર જિલ્લામાં એક ખેડૂતો પોતાના ઉગેલા પાકને ખરાબ નજરથી બચાવવા માટે સની લિયોનીનો સહારો લીધો છે. ખેડૂતે પોતાના ખેતરની પાસે બિકની પહેરીલી સની લિયોનીનું એક પોસ્ટર લગાવ્યું છે. જેથી તેના ખેતરમાં ઉગેલો પાક લોકોની ખરાબ નજરથી બચી શકે. માનવામાં ના આવે તેવી વાત ખરેખરમાં સાચી છે. અને ખેડૂતોનો તો ત્યાં સુધી દાવો છે કે જે દિવસથી સનીનો ફોટો લગાવ્યો છે તે દિવસની તે લાભમાં છે. આમ પાકને બચાવવા માટે બોલીવૂડની કોઇ અભિનેત્રીની મદદ લેવાઇ હોય તેવું પહેલી વાર બન્યું છે. નેલ્લોર જિલ્લાના બાંદા કિંદી પાલે ગામના 45 વર્ષીય ખેડૂત ચેંચૂ રેડ્ડીએ પોતાના ખેતર પાસે સની લિયોનીનું પોસ્ટર લગાવ્યું છે.

Sunny Leone

આ પોસ્ટરમાં તેલુગુમાં લખવામાં આવ્યું છે કે સાંભળો, રોતા નહીં અને મારાની ઇર્ષા ના કરતા. જો કે આ ખેડૂત ચેંચૂનું કહેવું છે કે આમ કરવાથી તેને ફાયદો જ થયો છે. તેણે જણાવ્યું કે આ વર્ષે 10 એકડ જમીનમાં સારો પાક થયો છે. આ કારણે ગામવાળા અને પસાર થતા લોકોનું ધ્યાન મારા પાક પર છે. અને લોકોની ખરાબ નજરથી બચવા માટે મેં સની લિયોનીનું મોટું પોસ્ટર લગાવ્યું છે. જેના કારણે હવે તેના પાક તરફ કોઇ નથી દેખતું. અને બધા સનીની તસવીરને જ જોતા રહે છે. આમ તેનો પાક ખરાબ નજરથી બચી જાય છે. જો કે ખેડૂતો વધુમાં કહ્યું કે કોઇનું પોસ્ટર લગાવીને તેણે કોઇ ગુનો નથી કર્યો. ઉલ્લેખનીય છે કે આજ દિવસ સુધી ખેડૂતો પોતાના પાકને બચાવવા માટે અલગ અલગ તરકીબો કરે છે પણ સની લિયોનીનું પોસ્ટર લગાવવાનું પહેલી વાર બન્યું છે.

English summary
Farmer In Andhra Pradesh Puts Up Sunny Leone Bikini Poster To Keep His Crop Safe From Evil Eye.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X