
કૃષિ બિલો સામે આજે ખેડૂતોનુ ભારત બંધ, જાણો રેલ-રસ્તાથી લઈને શું થશે પ્રભાવિત
નવી દિલ્લીઃ સંસદના બંને ગૃહોમાં પાસ થયેલ ખેડૂત બિલોના વિરોધમાં ખેડૂત સંગઠનો આજે શુક્રવારે દેશવ્યાપી હડતાળ કરશે. આ પહેલા પંજાબ અને હરિયાણાના ખેડૂત સંગઠનોએ ત્રણ દિવસની રેલ રોકો હડતાળ કરી હતી. જ્યાં સરકાર એ દાવો કરી રહી છે કે આ ત્રણ બિલોથી ખેડૂતોને લાભ થશે. આનાથી ખેડૂતોની આવક વધશે અને બજાર તેમના ઉત્પાદનો માટે ખુલશે. વળી, ખેડૂત સંગઠનોનુ કહેવુ છે કે આ બિલોથી કૃષિ ક્ષેત્ર કોર્પોરેટના હાથોમાં જતુ રહેશે.

પંજાબ અને હરિયાણામાં વ્યાપક પ્રદર્શન
બિલોના વિરોધમાં સૌથી વ્યાપક પ્રદર્શન પંજાબ અને હરિયાણામાં થઈ રહ્યુ છે. આજે થનાર ભારત બંધનુ 31 ખેડૂત સંગઠનોએ સમર્થન કર્યુ છે. અખિલ ભારતીય કિસાન સંઘAIFU), ભારતીય કિસાન યુનિયન(BKU), અખિલ ભારતીય કિસાન મહાસંઘ(AIKM) અને અખિલ ભારતીય કિસાન સંઘર્ષ સમન્વય સમિતિ(AIKSCC)એ દેશવ્યાપી બંધનુ એલાન કર્યુ છે. કર્ણાટક, તમિલનાડુ અને મહારાષ્ટ્રના ખેડૂત સંગઠનોએ પણ બંધનુ આહ્વવાન કર્યુ છે.

કેન્દ્રીય ટ્રેડ યુનિયનોએ આપ્યુ સમર્થન
ભારતીય કિસાન સંઘ, સ્વદેશી જાગરણ મંચ જેવા આરએસએસ સાથે જોડાયેલ ખેડૂત સંગઠન પણ બિલોમાં સુધારાની માંગ કરી રહ્યા છે પરંતુ તે આજની હડતાળમાં ભાગ નથી લઈ રહ્યા. ઑલ ઈન્ડિયા ટ્રેડ યુનિયન કોંગ્રેસ, નેશનલ ટ્રેડ્સ યુનિયન કોંગ્રેસ, સેન્ટર ઑફ ઈન્ડિયન ટ્રેડ યુનિયન્સ, હિંદ મજૂર સભા, ઑલ ઈન્ડિયા યુનાઈટેડ ટ્રેડ યુનિયન સેન્ટર અને ટ્રેડ યુનિયન કો-ઑર્ડિનેશન સેન્ટર સહિત દસ કેન્દ્રીય ટ્રેડ યુનિયનોએ પણ પોતાનુ સમર્થન આપ્યુ છે.

કયા રાજકીય દળો કરી રહ્યા છે ભારત બંધનુ સમર્થન?
કોંંગ્રેસે ગુરુવારે ભારત બંધનુ સમર્થન કર્યુ છે. વળી, કુલ 18 રાજકીય દળો એવા છે જે આનુ સમર્થન કરી રહ્યા છે. જેમાં આપ, કોંગ્રેસ, ડાબેરી, રાકાંપા, દ્રમુક, સપા, તૃણમૂલ કોંગ્રેસ, રાજદ શામેલ છે. આ પાર્ટીઓ રાષ્ટ્રપતિને બિલો પર હસ્તાક્ષર ન કરવા માટે આગ્રહ કરી રહી છે. વળી, પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહે ખેડૂતોને કાયદો વ્યવસ્થા જાળવી રાખવા માટે કહ્યુ છે. તેમણે ખેડૂતોને કોવિડ-19 સુરક્ષા પ્રોટોકોલનુ પાલન કરવાનો આગ્રહ પણ કર્યો છે. સિંહે એ પણ કહ્યુ કે વિરોધ દરમિયાન કલમ 144ના ઉલ્લંઘન પર કોઈ એફઆઈઆર નોંધવામાં આવશે નહિ.

રેલ સેવા થશે પ્રભાવિત
ખેડૂત સંગઠનોના ત્રણ દિવસીય (24થી 26 સપ્ટેમ્બર) રેલ રોકો આંદોલનના કારણે રેલવેએ ફિરોઝપુર ડિવીઝનથી ચાલતી 14 વિશેષ યાત્રી ટ્રેનોને રદ કરી દીધી હતી. જે ટ્રેનો રદ કરવામાં આવી તેમાં ગોલ્ડન ટેમ્પલ મેલ(અમૃતસર-મુંબઈ સેન્ટ્રલ), જન શતાબ્દી એક્સપ્રેસ(હરિદ્વાર-અમૃતસર), નવી દિલ્લી-જમ્મુ તાવી, સચખંડ એક્સપ્રેસ(નાંદેડ-અમૃતસર) અને શહીદ એક્સપ્રેસ(અમૃતસર-જયનગર) શામેલ છે. ખેડૂત સંગઠનોએ 1 ઓક્ટોબરથી અનિશ્ચિતકાળ માટે રેલ રોકવાનો નિર્ણય કર્યો છે. આ સાથે જ દિલ્લી-હરિયાણા બૉર્ડર પણ સીલ થઈ શકે છે. એવુ કહેવામાં આવી રહ્યુ છે કે દિલ્લી-હરિયાણા બૉર્ડરને એટલા માટે સીલ કરવામાં આવી શકે છે કારણકે પ્રદર્શનકારી રાજધાની તરફ માર્ચ કરી શકે છે. દિલ્લી પોલિસ પણ હાઈ એલર્ટ પર છે.

પંજાબમાં 3 કલાકનુ ચક્કાજામ
શિરોમણિ અકાલી દળ(એસએડી) આખા પંજાબમાં 11 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી ત્રણ કલાકનુ ચક્કાજામ કરશે. રાજ્યસભાએ 20 સપ્ટેમ્બરે વિપક્ષના વિરોધ વચ્ચે કૃષક ઉપજ વેપાર અને વાણિજ્ય(સંવર્ધન અને સરળીકરણ)બિલ, 2020 અને મૂલ્ય આશ્વાસન તથા કૃષિ સેવાઓ પર કિસાન (સશક્તિકરણ અને સંરક્ષણ) સમજૂતી બિલ, 2020 પાસ કરી દીધા હતા.
દિશા પટાનીના ઈન્સ્ટાગ્રામ પર 40 મિલિયન ફોલોઅર્સ, જુઓ Video