For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પ્રદર્શકારી ખેડૂતો અને સરકાર વચ્ચે આજે 11માં દોરની વાતચીત, ફગાવ્યા સરકારના પ્રસ્તાવ

આજે શુક્રવારે(22 જાન્યુઆરી)એ ખેડૂતો અને સરકાર વચ્ચે 11માં દોરની વાતચીત થવાની છે.

|
Google Oneindia Gujarati News

Farmers Protest: 11th meeting between Centre and protesting farmer Today: કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલ ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં દિલ્લીની સીમાઓ પર છેલ્લા લગભગ બે મહિનાથી ખેડૂત આંદોલન કરી રહ્યા છે. ખેડૂતોની માંગ છે કે નવા કૃષિ કાયદાને રદ કરવામાં આવે. આ વિશે ખેડૂત નેતા અને કેન્દ્ર સરકાર વચ્ચે 10 વાર બેઠક થઈ ચૂકી છે. આ ક્રમમાં આજે શુક્રવારે(22 જાન્યુઆરી)એ 11માં દોરની વાતચીત થવાની છે. આ બેઠકથી એક દિવસ પહેલા ગુરુવારે(21 જાન્યુઆરી)એ ખેડૂત સંગઠનોએ 3 કૃષિ કાયદાને દોઢ વર્ષ સુધી(18 મહિના) ટાળવા અને સમાધાનનો રસ્તો કાઢવા માટે એક સમિતિની રચના સંબંધી કેન્દ્ર સરકારના પ્રસ્તાવને ફગાવી દીધો છે.

farmers protest

સંયુક્ત ખેડૂત મોરચાના તત્વાધાનમાં ખેડૂત નેતાઓએ સરકારના આ પ્રસ્તાવને ફગાવવાનો નિર્ણય સિંધુ બૉર્ડર પર એક મેરેથોન બેઠકમાં લીધો. એવામાં આજે યોજાનારી ખેડૂત અને સરકાર વચ્ચેની બેઠક મહત્વની માનવામાં આવી રહી છે.
ખેડૂત નેતા દર્શન પાલે નિવેદન જારી કરીને કહ્યુ છે, 'સંયુક્ત ખેડૂત મોરચાની સામાન્ય સભામાં સરકાર દ્વારા આપવામાં આવેલ પ્રસ્તાવનો અસ્વીકાર કરી દેવામાં આવ્યો. અમારી બેઠકમાં 3 કેન્દ્રીય કૃષિ કાયદાને સંપૂર્ણપણે રદ કરવા અને બધા ખેડૂતો માટે બધા પાક પર લાભદાયક લઘુત્તમ સમર્થન મૂલ્ય(એમએસપી) માટે એક કાયદાને બનાવવાની વાત કરવામાં આવી છે.'

એક અન્ય ખેડૂત નેતા જેગિંદર એક ઉગ્રહાને કહ્યુ, 'એ નિર્ણય લેવામાં આવ્યો છે કે જ્યાં સુધી સરકાર કૃષિ કાયદાને પાછા નહિ લે, તેના કોઈ પણ પ્રસ્તાવનો સ્વીકાર કરવામાં નહિ આવે.' વળી, ભારતીય કિસાન યુનિયન(BKU)ના નેતા જગજીત સિંહ દલેવાલે કહ્યુ છે કે બેઠક હજુ પણ ચાલી રહી છે. નિર્ણય કરવામાં આવશે. હાલમાં આવો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.

જાણો અત્યાર સુધીની મોટી અપડેટ

  • ખેડ઼ૂત આંદોલન માટે સરકાર અને ખેડૂતો વચ્ચે 10 વાર બેઠક થઈ ચૂકી છે. જે પરિણામહીન રહી છે.
  • દિલ્લીની અલગ અલગ સીમાઓ પર ખેડૂતોનુ આંદોલન બે મહિનાથી ચાલુ છે.
  • સંયુક્ત ખેડૂત મોરચાએ દાવો કર્યો છે કે અત્યાર સુધી આ આંદોલનમાં 147 ખેડૂતોના મોત થઈ ચૂક્યા છે.
  • બુધવારે(20 જાન્યુઆરી) સરકાર અને ખેડૂતો વચ્ચે 10માં દોરની વાતચીત થઈ હતી.
  • મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચે છે. 11 જાન્યુઆરીએ ત્રણ કૃષિ કાયદાના અમલ પર આગલા આદેશ સુધી સુપ્રીમ કોર્ટે રોક લગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટ આ મુદ્દાને ઉકેલવા માટે ચાર સભ્યોની એક સમિતિની રચના કરી હતી. હાલમાં આ સમિતિાં ત્રણ જ સભ્ય છે કારણકે ભારતીય કિસાન યુનિયનના અધ્યક્ષ ભૂપિન્દર સિંહ માને ખુદને આ સમિતિથી અલગ કરી લીધા હતા.
  • ખેડૂતોની માંગ છે કે ત્રણ કૃષિ કાયદાને રદ કરવામાં આવે. ખેડૂતોનો આરોપ છે કે મંડી વ્યવસ્થા અને લઘુત્તમ મૂલ્ય(MSP)પર ખરીદીની પ્રણાલી સમાપ્ત થઈ જશે.

જો આજે ચૂંટણી થાય તો NDAને 321 સીટ મળે, મોદી પહેલી પસંદજો આજે ચૂંટણી થાય તો NDAને 321 સીટ મળે, મોદી પહેલી પસંદ

English summary
Farmers Protest: 11th meeting between farmer and centre today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X