For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Farmers Protest: 20 ખેડૂત નેતાઓને પોલિસે જારી કરી નોટિસ, ઘાયલ જવાનોને મળશે ગૃહમંત્રી

26 જાન્યુઆરીએ દિલ્લીમાં થયેલ હિંસાના કેસની ગંભીરતાને જોતા આજે ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) ઘાયલ જવાનોની મુલાકાત લેશે.

|
Google Oneindia Gujarati News

Farmer Tractor Rally: ગણતંત્ર દિવસના પ્રસંગે રાજધાની દિલ્લીમાં ખેડૂતોએ ટ્રેક્ટર રેલી કાઢી. આ દરમિયાન લાલ કિલ્લા, ITO સહિત ઘણા વિસ્તારમાં જોરદાર હિંસા થઈ. સાથે જ અમુક પ્રદર્શનકારીઓએ લાલ કિલ્લાની પ્રાચીર પર નિશાન સાહિબ ફરકાવી દીધો. આ હિંસામાં 350થી વધુ જવાન ઘાયલ થયા છે. વળી, ઘટના બાદ હવે પોલિસ પણ એક્શનમાં આવી ગઈ છે. સાથે જ ખેડૂત નેતાઓને નોટિસ જારી કરી છે. કેસની ગંભીરતાને જોતા આજે ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) ઘાયલ જવાનોની મુલાકાત લેશે.

farmers

દિલ્લી પોલિસ(Delhi Police)ના જણાવ્યા મુજબ 20 ખેડૂત નેતાઓને નોટિસ જારી કરવામાં આવી છે જેમાં યોગેન્દ્ર યાદવ, બલદેવ સિંહ સિરસા, બલબીર એસ રાજેવાલ વગેરે શામેલ છે. આ ખેડૂત નેતાઓ પર પોલિસ સાથે થયેલ સમજૂતી તોડવાનો આરોપ લાગ્યો છે. સાથે જ જવાબ આપવા માટે તેમને ત્રણ દિવસનો સમય આપવામાં આવ્યો છે. વળી, દિલ્લીના અલગ અલગ પોલિસ સ્ટેશનોમાં અત્યાર સુધી લગભગ 25 કેસ નોંધવામાં આવ્યા છે. સાથે જ સીસીટીવી ફૂટેજના આધારે ઉપદ્રવીઓને શોધવામાં આવી રહ્યા છે.

હિંસા પર ગૃહ મંત્રાલય કડક

વળી, બીજી તરફ ગૃહ મંત્રાલયે પણ દિલ્લી હિંસા પર સખત થયુ છે. બુધવારે જ ગૃહમંત્રી અમિત શાહે ઉપદ્રવીઓ સામે કડક કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા હતા. ન્યૂઝ એજન્સી એએનઆઈના જણાવ્યા મુજબ અમિત શાહ આજે ઉત્તર દિલ્લીનીએ બે હોસ્પિટલની મુલાકાત લેશે જ્યાં 26 જાન્યુઆરીએ ખેડૂતોની ટ્રેક્ટર રેલી દરમિયાન થયેલી હિંસામાં ઘાયલ થયેલા પોલિસકર્મીઓને ભરતી કરવામાં આવ્યા છે.

તલવારથી હુમલો, હથિયાર પણ છીનવ્યા

આમ તો દિલ્લી પોલિસે નક્કી કરેલા ખે઼ડૂતોને રેલી કાઢવાની મંજૂરી આપી હતી પરંતુ અમુક પ્રદર્શનકારી લાલ કિલ્લા(Red Fort) પહોંચી ગયા. જ્યારે સુરક્ષાબળોએ તેમને રોકવાની કોશિશ કરી તો તેમણે તલવાર, દંડાથી હુમલો કરી દીધો અને તેમના હથિયાર પણ છીનવી લીધા. આના કારણે ઘાયલ જવાનોની સંખ્યા વધુ છે. વળી, લાલ કિલ્લાની અંદર પ્રદર્શનકારી ખેડૂતોએ જોરદાર તોડફોડ પણ કરી હતી. સાથે જ ઘણા સરકારી વાહનોને નુકશાન પણ પહોંચાડ્યુ. જેના કારણે એફઆઈઆરમાં સરકારી સંપત્તિને નુકશાન પહોંચાડવા અને લૂંટની કલમ પણ ઉમેરવામાં આવી છે.

'ગે' પ્રિન્સ માનવેન્દ્રસિંહ સહિત 50 ટ્રાન્સજેન્ડર ભાજપમાં'ગે' પ્રિન્સ માનવેન્દ્રસિંહ સહિત 50 ટ્રાન્સજેન્ડર ભાજપમાં

English summary
Farmers Protest: Amit shah visit hospital, Delhi Police notices 20 farmer leaders regarding tractor rally.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X