For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહારાષ્ટ્રના 21 જિલ્લાના ખેડૂતો આજે મુંબઈમાં કરશે વિરોધ પ્રદર્શન, શરદ પવાર પણ થશે શામેલ

મુંબઈના આઝાદ મેદાનમાં આજે વિશાળ રેલીનુ આયોજન કરવામાં આવ્યુ છે.

|
Google Oneindia Gujarati News

Maharashtra Farmers Protest Farm Laws: કેન્દ્રના ત્રણ નવા કૃષિ કાયદાના વિરોધમાં દેશમાં છેલ્લા ઘણા દિવસોથી ખેડૂતો દિલ્લીની સીમા પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આખા દેશમાં ખેડૂત આંદોલનને વિપક્ષી નેતાઓનો સહયોગ મળી રહ્યો છે. આ હેઠળ આજે(સોમવાર 25 જાન્યુઆરી) કૃષિ કાયદા સામે મહારાષ્ટ્રના ખેડૂતોએ પણ વ્યાપક પ્રદર્શનની તૈયારી કરી છે. રિપોર્ટ મુજબ મહારાષ્ટ્રના 21 જિલ્લાઓના હજારો ખેડૂત શનિવારે નાસિકથી મુંબઈ પહોંચ્યા છે. નાસિકમાં આવેલા ખેડૂતોએ મુંબઈ સુધીની 180 કિલોમીટરનુ અંતર કાપવા માટે માર્ચ કરી. મુંબઈના આઝાદ મેદાનમાં આજે વિશાળ રેલીનુ આયોજન કરવામાં આવ્યુ છે. મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આ ખેડૂત રેલીમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી(NCP)ના અધ્યક્ષ શરદ પવાર (Sharad Pawar)પણ શામેલ થશે.

mummbai

અખિલ ભારતીય ખેડૂત સભાના મહારાષ્ટ્ર એકમના એક નિવેદન અનુસાર તેમના બેનર હેઠળ વિવિધ નાના-નાના ખેડૂત સંગઠનો સાથે જોડાયેલા ખેડૂતો એખઠા થયા છે. તે જે મુંબઈના આઝાદ મેદાનમાં આયોજિત રેલીમાં ભાગ લેશે. તેમણે કહ્યુ કે આવેલા ખેડૂતોની સંખ્યા લગભ 15,000 છે જે લાલ ઝંડા લહેરાવીને કાર, જીપ, વેન અને ટ્રકોમાં પહોંચ્યા છે.

સત્તારૂઢ મહાવિકાસ અઘાડી સરકાર પહેલેથી જ ખેડૂત આંદોલનને પોતાનુ સમર્થન આપી ચૂકી છે. થોડા દિવસ પહેલા શરદ પવારે ખેડૂતોનુ સમર્થન કરીને કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારની ટીકા પણ કરી હતી. ખેડૂત આંદોલનના પક્ષામાં બોલતા શરદ પવારે કહ્યુ હતુ કે ખેડૂત આટલી ઠંડીમાં દિલ્લીની સીમાઓ પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને સરકાર ખે઼ડૂતોની ભાવનાઓ નથી સમજી રહી. તેમણે કહ્યુ હતુ કે કેન્દ્ર સરકારે આનો અંજામ ભોગવવો પડશે. ગયા મહિને ડિસેમ્બરમાં પણ શરદ પવારે ચેતવણી આપીને કહ્યુ હતુ કે કેન્દ્રએ ખેડૂતોની ધીરજની પરીક્ષા ન લેવી જોઈએ.

ન્યૂઝ એજન્સી ભાષાના જણાવ્યા મુજબ રેલીનુ આયોજન અખિલ ભારતીય ખેડૂત સભાએ કર્યુ છે. રેલીમાં શરદ પવાર ઉપરાંત રાજ્ય કોંગ્રેસ અધ્યક્ષ બાલાસાહેબ થોરાટ અને શિવસેના નેતા આદિત્ય ઠાકરે પણ શામેલ થશે. ખેડૂત સભાની જાહેરાતમાં કહેવામાં આવ્યુ છે કે એક પ્રતિનિધિ મંડળ રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને પણ જઈને મેમોરેન્ડમ સોંપશે. દિલ્લીમાં વિરોધ કરી રહેલ ખેડૂતોની માંગ છે કે ત્રણ નવા કૃષિ કાયદાને સરકાર રદ કરે. આ મુદ્દા વિશે ખેડૂત અને સરકાર વચ્ચે 11 વખત બેઠક થઈ ચૂકી છે પરંતુ હજુ સુધી ઉકેલ આવ્યો નથી.

શું માર્ચથી બંધ થઈ જશે 100 રૂપિયાની જૂની નોટ? જાણો રિઝર્વ બેંકે શું કહ્યું

English summary
Farmers Protest: Maharashtra farmers reach Mumbai to protest farm laws.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X