For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ખેડૂતોની કાનૂની મદદ માટે સીએમ અમરિંદરે બનાવી 70 વકીલોની ટીમ, બોલાવી સર્વપક્ષીય બેઠક

અમરિંદર સિંહે ખેડૂતોના મુદ્દે મંગળવારે એટલે કે આજે ચંદીગઢના પંજાબ ભવનમાં બધા પક્ષોની બેઠક બોલાવી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ Farmers Agitation latest news. કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદા સામે છેલ્લા 2 મહિનાથી પણ વધુ સમયથી દિલ્લીની સીમાઓ પર ચાલી રહેલ પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશ સહિત ઘણા રાજ્યોના ખેડૂતોનુ આંદોલન હવે ઉગ્ર બની રહ્યુ છે. આંદોલનને આગળ વધારીને ખેડૂત સંગઠનોએ એલાન કર્યુ છે કે આવનારી 6 ફેબ્રુઆરીએ આંદોલનકારી ખેડૂત ત્રણ કલાક માટે દેશભરમાં રસ્તાઓને બ્લૉક કરશે. આ દરમિયાન પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે પણ ખેડૂતોના મુદ્દે મંગળવારે એટલે કે આજે ચંદીગઢના પંજાબ ભવનમાં બધા પક્ષોની બેઠક બોલાવી છે.

Amarinder Singh

સીએમ અમરિંદર સિંહે સોમવારે ટ્વિટ કરીને કહ્યુ કે, 'ગણતંત્ર દિવસ પર થયેલી હિંસાની ઘટના બાદ દિલ્લી પોલિસે જે ખેડૂતો સામે કેસ નોધ્યા છે તેમની લડાઈ લડવા માટે પંજાબ સરકારે 70 વકીલોની ટીમ બનાવી છે. હું વ્યક્તિગત રીતે કેન્દ્રીય ગૃહ મંત્રાલય સામે એ ઘટના બાદ ગુમ થયેલ ખેડૂતોનો મુદ્દે ઉઠાવીશ અને એ સુનિશ્ચિત કરીશ કે આ લોકો સકુશળ પોતાના ઘરે પહોંચે. કોઈ પણ પ્રકારની મદદ માટે તમે લોકો 112 પર ફોન કરી શકો છો.' અમરિંદર સિંહે કહ્યુ કે ખેડૂતો પર આવેલ સંકટના આ સમયે બધા પક્ષોએ સાથે આવવુ જોઈએ.

CBSE: આજે આવશે 10મા અને 12માની પરીક્ષાની ડેટશીટCBSE: આજે આવશે 10મા અને 12માની પરીક્ષાની ડેટશીટ

English summary
Farmers Protest: Punjab CM Amarinder Singh all party meeting on farm laws.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X