For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાહુલ ગાંધીએ શેર કર્યો PM મોદીના ભાષણનો વીડિયો, કહ્યુ - આ જૂઠ, લૂટ અને સૂટ-બૂટની સરકાર

કોંગ્રેસ પાર્ટીના પૂર્વ અધ્યક્ષ અને લોકસભા સાંસદ રાહુલ ગાંધીએ ખેડૂત આંદોલન વિશે મોદી સરકાર પર જોરદાર નિશાન સાધ્યુ છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કૃષિ કાયદા સામે પોતાની માંગો માટે હરિયાણા અને પંજાબ સહિત ઘણા રાજ્યોના ખેડૂતો હાલમાં રસ્તા પર ઉતર્યા છે. મંગળવારે કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર સાથે થયેલી ખેડૂત સંગઠનોની બેઠક નિષ્પરિણામ રહી અને ખેડૂતોના ધરણા સતત ચાલુ છે. આ દરમિયાન કોંગ્રેસ પાર્ટીના પૂર્વ અધ્યક્ષ અને લોકસભા સાંસદ રાહુલ ગાંધીએ ખેડૂત આંદોલન વિશે મોદી સરકાર પર જોરદાર નિશાન સાધ્યુ છે. એક વીડિયો શેર કરીને રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યુ કે આ જૂઠ, લૂટ અને સૂટ-બૂટની સરકાર છે.

rahul gandhi

રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને લખ્યુ છે કે, 'કહ્યુ - ખેડૂતોની આવક બમણી થશે. કર્યુ - મિત્રોની આવક થઈ ચારગણી અને ખેડૂતોની થઈ અડધી. જૂઠની, લૂટની, સૂટ-બૂટની સરકાર.' પોતાના ટ્વિટમાં રાહુલ ગાંધીએ એક વીડિયો પણ શેર કર્યો છે જેમાં હરિયાણા અને પંજાબથી દિલ્લી તરફ કૂચ કરી રહેલા ખેડૂતો પર પોલિસની કાર્યવાહીને બતાવવામાં આવી છે. વીડિયોના બેકગ્રાઉન્ડમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનુ ભાષણ ચાલી રહ્યુ છે જેમાં તે ખેડૂતો માટે મંચથી સરકારની નીતિઓ વિશે જણાવી રહ્યા છે.

'ખેડૂતોની મહેનતનુ આપણા સૌના પર ઋણ છે'

આ પહેલા મંગળવારે પણ રાહુલ ગાંધીએ ખેડૂતોના મુદ્દે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ઘેર્યા હતા. રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને લખ્યુ, 'અન્નદાતા રસ્તા-મેદાનો પર ધરણા આપી રહ્યા છે અને 'જૂઠ' ટીવી પર ભાષણ! ખેડૂતોની મહેનતનુ આપણા સૌના પર ઋણ છે. આ ઋણ તેમને ન્યાય અને હક આપીને જ ઉતરશે. નહિ કે તેમને ધુત્કારીને, લાઠીઓ મારીને અને અશ્રુ ગેસ છોડીને. જાગો, અહંકારની ખુરશી પરથી ઉતરીને વિચારો અને ખેડૂતોન અધિકાર આપો.' ઉલ્લેખનીય છે કે પંજાબ અને હરિયાણાથી આવેલા ખેડૂતોએ દિલ્લીની બૉર્ડર પર જમાવડો કર્યો છે અને હવે અમુક બીજા રાજ્યોના ખેડૂતો પણ વિરોધ પ્રદર્શનમાં શામેલ થયા છે.

ઉર્મિલા કોંગ્રેસ MLC પદની ઑફર છોડીને શિવસેનામાં કેમ જોડાઈ?ઉર્મિલા કોંગ્રેસ MLC પદની ઑફર છોડીને શિવસેનામાં કેમ જોડાઈ?

English summary
Farmers Protest: Rahul Gandhi hits on PM Modi By sharing a Video.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X