For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુપ્રીમ કોર્ટે નવા કૃષિ કાયદા પર લગાવી રોક, વાતચીત માટે કરી સમિતિની રચના

કેન્દ્ર સરકારના ત્રણ નવા કૃષિ કાયદા(Fram Laws) પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી દીધી છે.

|
Google Oneindia Gujarati News

Farmers Protest Update: કેન્દ્ર સરકારના ત્રણ નવા કૃષિ કાયદા(Fram Laws) પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી દીધી છે. આ કાયદાને હવે અમલમાં નહિ લાવી શકાય. સુપ્રીમ કોર્ટે કહ્યુ છે કે આવતા આદેશ સુધી અમે આ કાયદા પર રોક લગાવી રહ્યા છે. આ સાથે-સાથે સુપ્રીમ કોર્ટે બધા પક્ષો સાથે વાતચીત માટે એક સમિતિની રચનાનુ પણ એલાન કર્યુ છે. ચીફ જસ્ટીસ એસ એ બોબડે, જસ્ટીસ એ એલ બોપન્ના અને જસ્ટીસ વી રામાસુબ્રમણ્યમની પીઠે કૃષિ કાયદાને પડકારતી અરજીઓ પર સુનાવણી દરમિયાન આજે(12 જાન્યુઆરી) એ મહત્વના આદેશ આપ્યા છે.

SC

ખેડૂત આંદોલન અને નવા કૃષિ કાયદા અંગે બધા પક્ષો સાથે વાત કરીને રિપોર્ટ આપવા માટે સીજેઆઈ એસએ બોબડેએ ચાર સભ્યોની સમિતિ બનાવી છે. સમિતમાં ભારતીય ખેડૂત યુનિયનના જિતેન્દ્રસિંહ માન, ડૉ. પ્રમોદ કુમાર જોશી, અશોક ગુલાટી(કૃષિ વિશેષજ્ઞ) અને અનિલ શેતકારી છે. સુપ્રીમ કોર્ટમાં હવે સોમવારે સુનાવણી કરશે. સોમવારે ગણતંત્ર દિવસ પરેડને બાધિત કરવાની આશંકાવાળી અરજી પર સુનાવણી થશે. આ અંગે સુપ્રીમ કોર્ટે ખેડૂત સંગઠનોને નોટિસ જારી કરી છે.

મંગળવારે સુનાવણી દરમિયાન વકીલ એલએમ શર્માએ કહ્યુ કે ખેડૂત સમિતિ સામે હાજર નહિ થાય. આના પર સુપ્રીમ કોર્ટે કહ્યુ કે આ સમિતિ બધાની સાંભળશે. જેન પણ આ મુદ્દાનુ સમાધાન જોઈએ તે આ સમિતિ પાસે જઈ શકે છે. આ કોઈ આદેશ જારી નહિ કરે કે કોઈને સજા નહિ આપે. તે માત્ર આપણને રિપોર્ટ સોંપશે. તેમણે કહ્યુ કે અમે સમિતિની રચના કરી રહ્યા છે જેથી અમને એક સ્પષ્ટ તસવીર મળે. અમે એ નથી સાંભળવા માંગતા કે ખેડૂત સમિતિ પાસે નહિ જાય. અમે સમસ્યાનુ સમાધાન કરવા માંગીએ છીએ. જો તમે(ખેડૂત) અનિશ્ચિતકાળ માટે પ્રદર્શન કરવા માંગતા હોય તો તમને આવુ કરી શકો છો.

આ પહેલા સોમવારે આ મામલે સુનાવણી કરીને સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારના વલણ પર નારાજગી વ્યક્ત કરીને કહ્યુ હતુ કે નવા કૃષિ કાયદા પર હાલમાં રોક લગાવવામાં આવે અને ખેડૂત આંદોલનનો ઉકેલ લાવવામાં આવે. ચીફ જસ્ટીસે સોમવારે કહ્યુ હતુ કે જો કેન્દ્ર સરકાર રોક નહિ લગાવે તો અદાલત આ નવા કૃષિ કાયદા પર રોક લગાવશે. અદાલતે સોમવારે જ એક સમિતિ બનાવવાની વાત કહી દીધી હતી. જે બધા પક્ષો સાથે વાત કરીને કૃષિ કાયદા અંગેનો રિપોર્ટ આપશે.

Bird Flu in 10 States: PM મોદીએ બર્ડ ફ્લુ માટે કર્યા એલર્ટBird Flu in 10 States: PM મોદીએ બર્ડ ફ્લુ માટે કર્યા એલર્ટ

English summary
Farmers protest: Supreme Court stays the implementation of 3 farms, forms a committee to hold talks.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X