For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ખેડૂતો અને સરકાર વચ્ચે આજે 9માં દોરની વાતચીત, ખેડૂત નેતાઓએ કહ્યુ - માત્ર ઔપચારિકતા

આજે એક વાર ફરીથી ખેડૂતો અને કેન્દ્ર સરકાર વચ્ચે 9માં દોરની વાતચીત છે.

|
Google Oneindia Gujarati News

Farmers Government Talk: કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલ ત્રણ કાયદાના વિરોધમાં ખેડૂત આંદોલન(Farmers Protest ) લગભગ દોઢ મહિનાથી ચાલુ છે. ખેડૂત ત્રણે કૃષિ કાયદાને રદ કરાવવાની માંગ કરી રહ્યા છે. આજે એક વાર ફરીથી ખેડૂતો અને કેન્દ્ર સરકાર વચ્ચે 9માં દોરની વાતચીત છે. ખેડૂત અને સરકાર વચ્ચે આજે(15 જાન્યુઆરી)એ 9માં દોરની વાતચીત બપોરે 12 વાગે વિજ્ઞાન ભવનમાં થશે. સરકારને આ બેઠકથી આશા છે કે કદાચ આ સમસ્યાનો કોઈ ઉકેલ નીકળે. પરંતુ બેઠક પહેલા ખેડૂતોએ પોતાની રણનીતિ બનાવી લીધી છે. ખેડૂત નેતાઓનુ કહેવુ છે કે બેઠક તો માત્ર ઔપચારિકતા છે. 8માં દોરની વાતચીત બાદ જ ખેડૂતોએ કહ્યુ હતુ કે 15 જાન્યુઆરીએ યોજાનારી આવતી બેઠક માત્ર ઔપચારિક બેઠક હશે.

farmers

9માં દોરની વાતચીત વિશે શું બોલ્યા ખેડૂત નેતા?

ભારતીય ખેડૂત યુનિયન(ક્રાંતિકારી) પંજાબના અધ્યક્ષ સુરજીત સિંહ ફુલે આજે યોજાનારી બેક અંગે કહ્યુ છે કે આ માત્ર એક ઔપચારિકતા છે કારણકે આ બેઠકનો કોઈ એજન્ડા નથી. જ્યારે કોઈ બેઠક એજન્ડા વિના થાય છે તો તે માત્ર ઔપચારિકતા જ હોય છે. ખેડૂત નેતાઓએ કહ્યુ છે કે તેમને લાગે છે કે છેલ્લી 8 દોરની વાતચીતની જેમ આ વાતચીતમાં પણ કોઈ ઉકેલ નહિ નીકળે.

વળી, ખેડૂતોએ એ વાતને ફગાવી દીધી છે જેમાં કહેવામાં આવી રહ્યુ હતુ કે ખેડૂત યુનિયન 26 જાન્યુઆરીએ ઈન્ડિયા ગેટ, લાલ કિલ્લા અને રાજપથ જેવી જગ્યાઓએ ઝંડો લહેરાવશે. ખેડૂત સંગઠનોએ કહ્યુ છે કે તે એવુ કંઈ પણ નથી કરવાના, એ માત્ર અફવા છે.

કોંગ્રેસનુ આજે દેશવ્યાપી પ્રદર્શન

ખેડૂત આંદોલનના સમર્થનમાં આજે કોંગ્રેસ દેશવ્યાપી પ્રદર્શન કરી રહી છે. કોંગ્રેસ આજે બધા રાજ્યો ભવનોને ઘેરાવ કરશે. આ નિર્દેશ કોંગ્રેસ દ્વારા બધા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને મોકલવામાં આવ્યો છે. વળી, રાહુલ ગાંધી(Rahul Gandhi)આજે દિલ્લીમાં એલજી હાઉસ સુધી માર્ચની આગેવાની કરશે. કોંગ્રેસ નેતાના જણાવ્યા મુજબ પાર્ટીએ બધા સ્ટેટ યુનિટોને રાજભવનો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં એલજી હાઉસને ઘેરવાના નિર્દેશ આપ્યા છે.

મહાભિયોગનો ભોગ બનનાર ત્રીજા પ્રેસિડેન્ટ બન્યા ટ્રમ્પ, જાણો અન્ય બંને પ્રેસિડેન્ટ વિશેમહાભિયોગનો ભોગ બનનાર ત્રીજા પ્રેસિડેન્ટ બન્યા ટ્રમ્પ, જાણો અન્ય બંને પ્રેસિડેન્ટ વિશે

English summary
Farmers Protest: Talks between government and farmers toady on farm law.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X