જિન્નાહ નહીં પરંતુ નહેરુ અને પટેલને કારણે દેશના થયા બે ટુકડા: ફારૂક અબ્દુલ્લાહ

Posted By:
Subscribe to Oneindia News

જમ્મુ-કાશ્મીર પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાહ ઘ્વારા ભારત પાકિસ્તાન ભાગલા ને લઈને ચોંકાવી નાખે તેવું નિવેદન આપવામાં આવ્યું છે. પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાહ ઘ્વારા જણાવવામાં આવ્યું કે જિન્નાહ ઇચ્છતા ના હતા કે ભારતના ટુકડા થયા અને પાકિસ્તાન બને. ફારૂક અબ્દુલ્લાહ ઘ્વારા આ વાત શનિવારે ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, જમ્મુ તરફથી યોજવામાં આવેલા કાર્યક્રમ માં કહેવામાં આવી હતી.

farooq abdullah

ફારૂક અબ્દુલ્લાહ ઘ્વારા જણાવવામાં આવ્યું કે મોહમ્મદ અલી જિન્નાહ પાકિસ્તાન બનાવવાના પક્ષમાં ના હતા. કમિશનમાં નિર્ણય કરવામાં આવ્યો હતો કે ભારતના ટુકડા કરવાને બદલે મુસલમાનો માટે એક અલગ લીડરશીપ રાખવામાં આવે સાથે અલ્પસંખ્યક અને શીખો માટે અલગથી વ્યવસ્થા રાખવામાં આવે.

આ મુદ્દા પર આગળ ફારૂક અબ્દુલ્લાહ ઘ્વારા જણાવવામાં આવ્યું કે કમિશન ની વાતથી જિન્નાહ રાજી હતા. પરંતુ જવાહરલાલ નહેરુ, મૌલાના આઝાદ અને સરદાર પટેલે વાંધો ઉઠાવ્યો હતો. ત્યારપછી જિન્નાહ પાકિસ્તાન માંગ પર અડગ રહ્યા.

ત્યાં જ ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડ વિધાનસભા ચૂંટણીના પરિણામો પર રાહુલ ગાંધી વિશે વાત કરતા તેમને જણાવ્યું કે હાલમાં આવેલા પરિણામોના આધાર પર રાહુલ ગાંધીની સફળતા અને અસફળતા વિશે આંકલન નહીં કરવું જોઈએ.

જમ્મુ કાશ્મીર પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાહ ઘ્વારા જણાવવામાં આવ્યું કે રાહુલ ગાંધી થોડા દિવસ પહેલા જ પાર્ટી અધ્યક્ષ બન્યા છે. તેમને પાર્ટી સાથે જોડાયેલી બધી વાતો સમજવામાં થોડા સમય લાગશે. તેમને આગળ જણાવ્યું કે જો કોંગ્રેસ લોકોના હિતમાં નિર્ણય લેશે તો ચોક્કસ સત્તામાં તેઓ પાછા આવશે.

English summary
Farooq Abdullah says jinnah did not want pakistan for muslims

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.