For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફારુક અબ્દુલ્લા થયા કોરોના સંક્રમિત, દીકરા ઉમર અબ્દુલ્લાએ કહ્યુ - આખો પરિવાર હોમ ક્વૉરંટાઈન

નેશનલ કૉન્ફરન્સના અધ્યક્ષ ફારુક અબ્દુલ્લા કોરોના સંક્રમિત જોવા મળ્યા છે.

|
Google Oneindia Gujarati News

જમ્મુ કાશ્મીરમાં કોરોના વાયરસઃ નેશનલ કૉન્ફરન્સના અધ્યક્ષ ફારુક અબ્દુલ્લા કોરોના સંક્રમિત જોવા મળ્યા છે. આ અંગેની માહિતી ખુદ ફારુક અબ્દુલ્લાના દીકરા અને જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ આપી છે. ઉમર અબ્દુલ્લાએ ટ્વિટ કરીને જણાવ્યુ કે તેમના પિતા ફારુક અબ્દુલ્લા કોરોના વાયરસ પૉઝિટીવ મળ્યા છે. ઉમર અબ્દુલ્લાએ કહ્યુ કે તે અને તેમનો પરિવાર હાલમાં હોમ ક્વૉરંટાઈનમાં છે. તેમણે કહ્યુ કે જ્યાં સુધી આખા પરિવારની કોરોના તપાસ ન થાય, અમે બધા આઈસોલેશનમાં જ રહીશુ. ફારુક અબ્દુલ્લાએ આ મહિને કોરોના વાયરસ વેક્સીનનો પહેલો ડોઝ લીધો હતો.

farooq abdullah

ઉમર અબ્દુલ્લાએ મંગળવારે(30 માર્ચ) જણાવ્યુ કે સવારે 8 વાગ્યાની આસપાસ ટ્વિટ કરીને કહ્યુ, 'મારા પિતા (ફારુક અબ્દુલ્લા) કોવિડ-19 પૉઝિટીવ મળ્યા છે અને તેમનામાં કોરોનાના કોઈ લક્ષણ જોવા મળ્યા નથી. જ્યાં સુધી અમે ખુદ કોરોનાની તપાસ ન કરાવી લઈએ, હું પરિવારના અન્ય સભ્યોના સેલ્ફ ક્વૉરંટાઈનમાં રહીશુ. હું એ બધા લોકોને કોરોના ટેસ્ટ કરાવવાનો અનુરોધ કરુ છુ, જે હાલના દિવસોમાં મારા પિતા અને અમારા પરિવારના સંપર્કમાં આવ્યા છે. તમે બધા લોકો અનિવાર્ય સાવચેતી રાખો.'

જમ્મુ કાશ્મીરમાં કોરોના વાયરસના લેટેસ્ટ આંકડા

જમ્મુ કાશ્મીરમાં સોમવારે(29 માર્ચ) છેલ્લા 24 કલાકમાં 235 નવા કોરોના વાયરસના કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાથી કાશ્મીરમાં એક પણ મોત થયુ નથી. 235 નવા કેસમાં 58 મુસાફરો પણ શામેલ છે જે અહીં ફરવા આવ્યા હતા. જમ્મુ કાશ્મીરમાં કોરોનાના કુલ પૉઝિટીવ કેસોની સંખ્યા 1,30,228 થઈ ગઈ છે. શ્રીનગર જિલ્લામાં સૌથી વધુ 99 કોવિડ-19ના કેસ નોંધવામાં આવ્યા છે જેમાં 40 મુસાફરો શામેલ છે. ત્યારબાદ બારામૂલા જિલ્લામાં 35 અને જમ્મુ જિલ્લામાં 19 છે.

જમ્મુ કાશ્મીરના ચાર જિલ્લામાં કોરોનાના કોઈ પણ લેટેસ્ટ કેસ સામે આવ્યા નથી. જ્યારે અન્ય 9 જિલ્લાઓમાં સિંગલ આંકડામાં કેસ નોંધવામાં આવ્યા છે. બડગામ, પુલવામા, અનંતનાગ અને કિશ્તવાડમાં ડબલ ડિજિટમાં કોરોનાના કેસ નોંધવામાં આવ્યા છે. જમ્મુ કાશ્મીરમાં સક્રિય કેસોની સંખ્યા 2,110 છે. જ્યારે 1,26,129 દર્દી અત્યાર સુધીમાં રિકવર થઈ ચૂક્યા છે. જમ્મુ કાશ્મીરમાં કોરોનાથી 1,989 લોકોના અત્યાર સુધી મોત થઈ ગયા છે.

સપ્તાહમાં બીજી વાર ઘટ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો આજનો રેટસપ્તાહમાં બીજી વાર ઘટ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો આજનો રેટ

English summary
Farooq Abdullah tests positive for coronavirus, son Omar Abdullah tweets.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X