રેપમાં અસફળ પિતાએ દીકરીની હત્યા કરી, માથું ધડથી અલગ કર્યું
ઉત્તરપ્રદેશના ગોરખપુરમાં એક કલિયુગી પિતાએ મર્યાદાની બધી હદ વટાવી દીધી. વીસ દિવસ પહેલા બળાત્કારની કોશિશ દરમિયાન તેણે તેની પુત્રીની ધારદાર હથિયારથી હત્યા કરી હતી
ઉત્તરપ્રદેશના ગોરખપુરમાં એક કલિયુગી પિતાએ મર્યાદાની બધી હદ વટાવી દીધી. વીસ દિવસ પહેલા બળાત્કારની કોશિશ દરમિયાન તેણે તેની પુત્રીની ધારદાર હથિયારથી હત્યા કરી હતી. આ પછી, તેણે દિકરીનું માથું ખેતરની જમીનમાં દાટ્યું અને બોરીમાં ધડ ફેંકી તેને ગટરમાં ફેંકી દીધું . વીસ દિવસથી તે પોલીસને ગેરમાર્ગે દોરતો હતો. પરંતુ નિવેદનમાં ફેરફાર થવાને કારણે પોલીસને તેના પર શંકા થઇ. પોલીસે શનિવારે આરોપી પિતાની ધરપકડ કરી હતી. તેમજ મૃતક પુત્રીનું માથુ અને ધડ તેના બતાવેલા સ્થળેથી મળી આવ્યા હતા.

13 વર્ષ પહેલા પત્નીની મૌત થઇ હતી
મળતી માહિતી મુજબ, આ મામલો ગોરખપુરના ગોલા પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામનો છે. મીડિયાને માહિતી આપતા એસએસપી ડો.સુનિલકુમાર ગુપ્તાએ જણાવ્યું હતું કે, આરોપીએ બળાત્કારની કોશિશ દરમિયાન દીકરીના વિરોધ કરવા પર 19 વર્ષની પુત્રીની ધારદાર હથિયારથી હત્યા કરી હતી. 26-27 જુલાઇની રાત્રે તેણે આ ઘટનાને અંજામ આપ્યો. ત્યારબાદ પુત્રીનું માથુ ધડથી કાપીને ખેતરની જમીનમાં દાટી દીધું. જ્યારે તેનું ધડ કોથળામાં ભરીને તેને ગટરમાં ફેંકી દીધું. એસએસપીએ જણાવ્યું હતું કે આરોપીની પત્નીનું 13 વર્ષ અગાઉ અવસાન થયું હતું. ઘરમાં બે પુત્રી હતી. મોટી પુત્રીના લગ્ન ચાર વર્ષ પહેલા થયા હતા. 19 વર્ષની નાની પુત્રી તેના પિતા સાથે ઘરે રહેતી હતી.

કોઈને પણ શંકા નહીં થઇ
ઘરમાં એકમાત્ર પિતા-પુત્રી હતાં, આ કારણે કોઈને ઘણા દિવસોથી આ ઘટનાનો અહેસાસ થયો ન હતો. પરંતુ, જ્યારે રક્ષાબંધન પર નાની બહેન મોટી બહેનના ઘરે પહોંચી ન હતી, ત્યારે આ માહિતી જાણવા મળી. તેણીની શોધખોળ શરૂ થઈ અને મોટી પુત્રી અને જમાઇએ પિતા સાથે વાત કરી પણ તેમને નાની દીકરી વિશે કઈ જ કહ્યું નહીં. જે બાદ પોલીસને ઘટનાની જાણ કરવામાં આવી હતી. શુક્રવારે મોડી રાત્રે પોલીસે તેની અટકાયત કરી હતી અને કડક પૂછપરછ કરી હતી. આ પછી, સત્ય બહાર આવ્યું. આરોપી પિતાએ તમામ માહિતી પોલીસને આપી હતી. પોલીસે તેની નિશાનદેહી પર શનિવારે ધારદાર હથિયાર સાથે તેનું નાનું દીકરીનું માથું અને ધડ મેળવું લીધું.

કેમ માથું અને ધડ અલગ અલગ જગ્યા પર ફેંક્યું?
આરોપી દ્વારા કહેવામાં આવ્યું હતું કે હત્યા કર્યા બાદ તેણે પોતાને બચાવવા માટે માથું અને ધડ અલગ અલગ જગ્યા પર ફેંક્યા હતા. તેને ખબર હતી કે તેના ઘરથી થોડે દૂર બે અલગ અલગ પોલીસ સ્ટેશનની સરહદ છે અને જો બે અલગ અલગ પોલીસ ચોકીને માથું અને ધડ મળશે તો તેઓ લાશને ઓળખી જ નહીં શકે. પરંતુ તેની હોશિયારી કામ નહોતી કરી. પોલીસના જણાવ્યા મુજબ, પત્નીના અવસાન પછી તેણે પોતાની પુત્રી પર ખોટી નજર રાખવાનું ચાલુ કરી દીધું હતું.












Click it and Unblock the Notifications
