For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: પિતાએ નિર્દયતાથી હથોડાના ઘા મારીને મારી નાખ્યો પોતાના પુત્રને

આંધ્ર પ્રદેશમાં એક સનસનીખેજ કેસ સામે આવ્યો છે જેમાં પિતાએ હથોડાના ઘા મારીને પોતાના પુત્રને મારી નાખ્યો.

|
Google Oneindia Gujarati News

હાલમાં જ એક વેબ સીરિઝ 'પાતાલ લોક' આવી હતી જેમાં એક ભૂમિકા હતી હથોડા ત્યાગીની કે જે હથોડાથી લોકોની નિર્મમ હત્યા કરે છે. આ ભૂમિકાને જે રીતે અભિનેતાએ નિભાવી હતી તેના કારણે તેમની ઘણી પ્રશંસા થઈ હતી અને તેમને લોકો હથોડા ત્યાગીના નામથી જાણવા લાગ્યા. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યુ છે કે વાસ્તવમાં કોઈ વ્યક્તિ કોઈને હથોડાથી છૂંદીને મારી શકે છે? જો તમને લાગતુ હોય કે આ ફિલ્મોમાં જ થઈ શકે તો તમે ખોટુ છે. આંધ્ર પ્રદેશમાં આ રીતનો સનસનીખેજ કેસ સામે આવ્યો છે.

40 વર્ષના દીકરીની હત્યા

40 વર્ષના દીકરીની હત્યા

આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમમાં સીસીટીવી ફૂટેજમાં પિતાની ક્રૂરતાનો વીડિયો કેદ થઈ ગયો છે જેને જોયા બાદ કોઈ પણ શહેમી જશે. આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમ શહેરમાં એક વ્યક્તિ કે જે હાથમાં હથોડો લઈને પોતાના દીકરાની પાછળ આવે છે ત્યારબાદ તે પોતાના 40 વર્ષના દીકરા પર સતત ત્યાં સુધી હુમલો કરતો રહે છે જ્યાં સુધી તેનુ મોત ન થઈ જાય. વીડિયોમાં જોઈ શકાય છે કે આરોપીનો દીકરો ઘરના આંગણામાં બેસીને આરામથી કંઈ કરી રહ્યો હોય છે ત્યારે પિતા પાછળથી હથોડો લઈને આવે છે અને સતત તેના પર તાબડતોડ હુમલો કરી દે છે.

ઘટના સીસીટીવી કેમેરેમાં કેદ

ઘટના સીસીટીવી કેમેરેમાં કેદ

આ આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ. વીડિયોમાં જોઈ શકાય છે કે પિતા સુનિયોજિત રીતે પોતાના દીકરા પાછળ હથોડી લઈને આવી રહ્યા છે અને પાસે પહોંચતા જ તેના પર હુમલો કરી દે છે. આરોપી વ્યક્તિની ઓળખ વીરા રાજૂ તરીકે થઈ છે જેણે ઘટનાને અંજામ આપ્યા બાદ પોલિસ સામે આત્મસમર્પણ કરી દીધુ. આરોપી પિતાએ સંપત્તિ વિવાદના કારણે પોતાના દીકરાની નિર્મમ હત્યા કરી દીધી. વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે આરોપીનો દીકરો હુમલા બાદ પડી જાય છે અને ઘટના સ્થળે જ તેનુ મોત થઈ જાય છે.

સંપત્તિનો વિવાદ

સંપત્તિનો વિવાદ

માહિતી અનુસાર આ ઘટના પહેલા પિતા-પુત્રમાં ઘણો વાદ-વિવાદ થયો. બંને વચ્ચે સંપત્તિ માટે વિવાદ થયો. વિશાખાપટ્ટનમ વેસ્ટના પોલિસ અધિકારીએ જણાવ્યુ કે વીરા રાજુએ પોતાના દીકરા જલરાજુને સંપત્તિ માટે થયેલા વાદવિવાદ બાદ હથોડાથી ક્રૂરતાપૂર્વક મારી નાખ્યો. તેને ત્યાં સુધી માર્યો જ્યાં સુધી તેનુ મોત ના થઈ ગયુ. ઘટના બાદ વીરા રાજુએ ખુદને પોલિસને હવાલે કરી દીધો. આ ઘટના બાદ આરોપી સામે હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે. આરોપીને ગુરુવારે જ ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો હતો.

દિશા સાલિયાનના પિતાએ ત્રણ લોકો સામે કરાવી પોલિસ ફરિયાદ, આ અભિનેતાનુ પણ નામદિશા સાલિયાનના પિતાએ ત્રણ લોકો સામે કરાવી પોલિસ ફરિયાદ, આ અભિનેતાનુ પણ નામ

English summary
Father hit his son with hammer till death like Real life hathoda tyagi of patal lok web series.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X