For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ક્રાઈસ્ટચર્ચ આતંકી હુમલામાં ગુજરાતના પિતા-પુત્રના સમાચાર નહિ, પરિવારે સુષ્મા પાસે માંગી મદદ

શુક્રવારે ન્યૂઝીલેન્ડના ક્રાઈસ્ટચર્ચ સ્થિત બે મસ્જિદો પર આતંકી હુમલો થયો. આ હુમલામાં જ્યાં 49 લોકોના મોત નીપજ્યા ત્યાં અમુક ભારતીયો એવા છે જેમની કોઈ ભાળ નથી મળી રહી.

|
Google Oneindia Gujarati News

શુક્રવારે ન્યૂઝીલેન્ડના ક્રાઈસ્ટચર્ચ સ્થિત બે મસ્જિદો પર આતંકી હુમલો થયો. આ હુમલામાં જ્યાં 49 લોકોના મોત નીપજ્યા ત્યાં અમુક ભારતીયો એવા છે જેમની કોઈ ભાળ નથી મળી રહી. આમાંથી ગુજરાતના જ રહેવાસી આરિફ અને તેમના પુત્ર રમીઝ વ્હોરા પણ છે જે અલ મૂર મસ્જિદમાં જુમ્માની નમાઝ અદા કરવા માટે આવ્યા હતા. હુમલા બાદ તેમના પરિવારવાળા તરફથી તેમને ઘણા કોલ્સ કરવામાં આવ્યા પરંતુ બંનેના કોઈ સમાચાર નથી મળી રહ્યા. ન્યૂઝીલેન્ડની અલ નૂર મસ્જિદ ઉપરાંત હેગલે પાર્કની મસ્જિદને પણ કાલના હુમલામાં નિશાન બનાવવામાં આવી છે. આ હુમલાને ન્યૂઝીલેન્ડના ઈતિહાસનો સૌથી કાળો દિવસ ગણવામાં આવી રહ્યો છે.

Christchurch

પરિવારે માંગી સુષ્મા સ્વરાજ પાસે મદદ

ગુજરાતના વ્હોરા પરિવારે હવે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ પાસે મદદ માંગી છે. આરિફ વ્હોરાના ભાઈ મોહસિને ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાતચીતમાં કહ્યુ, 'મારો ભત્રીજો રમીઝ વ્હોરા છેલ્લા આઠ વર્ષોથી ક્રાઈસ્ટચર્ચમાં રહેતા હતા. ભાઈ આરિફ તેમની પત્ની રુખસાના 25 દિવસ પહેલા ન્યૂઝીલેન્ડ ગયા હતા કારણકે રમીઝની પત્નીએ એક બાળકને જન્મ આપ્યો છે. તેની દેખરેખ માટે તે ન્યૂઝીલેન્ડ ગયા હતા.' મોહસિને આગળ જણાવ્યુ કે રમીઝ અને આરિફ શુક્રવારની નમાઝ માટે મસ્જિદ ગયા હતા અને ફાયરિંગ શરૂ થઈ ગયુ. ત્યારબાદ બંને વિશે કોઈ જાણકારી નથી મળી રહી. તેમને હજુ સુધી બંનેની સ્થિતિ વિશે કોઈ અપડેટ મળી શકી નથી.

હુમલા બાદથી નથી થઈ શક્યો કોન્ટેક્ટ

આરિફના વધુ એક ભાઈ સાહિલ તરફથી જણાવવામાં આવ્યુ છે કે હજુ સુધી તેમના ભત્રીજા અને ભાઈ વિશે હુમલા બાદથી કંઈ જાણવા મળી શક્યુ નથી. સાહિલને ખબર નથી કે હુમલા બાદ બંને સુરક્ષિત પાછા આવ્યા હતા કે નહિ. તેમણે હુમલા પહેલા તેમનો કોન્ટેક્ટ કર્યો હતો. સાહિલે કહ્યુ કે તેમણે ભારત સરકારને અપીલ કરી છે કે તેમના વિશે વહેલી તકે કોઈ જાણકારી તેમને આપવામાં આવે. ન્યૂઝીલેન્ડમાં 28 વર્ષીય બ્રેનટૉન હેરિસન ટોરેન્ટે આ હુમલાને અંજામ આપ્યો છે. પોલિસ તરફથી આપેલી જાણકારી મુજબ જ્યાં અલ નૂર મસ્જિદમાં 41 લોકોના મોત થયા અને સાત લોકોના મોત લિનવુડ મસ્જિદમાં થયા છે. જ્યારે એક ઘાયલ વ્યક્તિએ હોસ્પિટલમાં દમ તોડી દીધો.

આ પણ વાંચોઃ પીએમ મોદીએ 3.45 મિનિટનો વીડિયો ટ્વીટ કરીને શરૂ કર્યુ 'મે ભી ચોકીદાર' અભિયાનઆ પણ વાંચોઃ પીએમ મોદીએ 3.45 મિનિટનો વીડિયો ટ્વીટ કરીને શરૂ કર્યુ 'મે ભી ચોકીદાર' અભિયાન

English summary
Father, son from Gujarat feared missing in Christchurch after terror attacks in New Zealand.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X