ભાજપા વિધાયક પર બળાત્કારનો આરોપ લગાવનાર પીડિતાના પિતાની મૌત

Posted By:
Subscribe to Oneindia News

ઉત્તરપ્રદેશના ઉન્નાવ ભાજપા વિધાયક કુલદીપ સિંહ સેંગર પર બળાત્કારના આરોપની ઘટનામાં એક નવો જ વળાંક આવી ગયો છે. ભાજપા વિધાયક પર બળાત્કારનો આરોપ લગાવનાર પીડિતાના પિતા મારપીટ કેસમાં જેલમાં બંધ હતા. તેમની જિલ્લા હોસ્પિટલમાં ઉપચાર દરમિયાન મૌત થઇ ચુકી છે. પીડિતાના પિતા સુરેન્દ્ર સિંહ ઉર્ફ પપ્પુ મારપીટ ઘટનામાં જેલમાં બંધ હતા. મોડી રાત્રે તેમને જેલમાં પેટ દુખવાની ફરિયાદ કરી. ત્યારપછી તેમની તબિયત બગડી. તેમને ઉપચાર માટે જિલ્લા હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા જ્યાં તેમની મૌત થઇ ગયી.

ડીએમ ઘ્વારા જણાવ્યું કે જાંચ થશે

ડીએમ ઘ્વારા જણાવ્યું કે જાંચ થશે

જિલ્લા હોસ્પિટલમાં પોલીસે શવ કબ્જામાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું છે. પોસ્ટમોર્ટમ હાઉસમાં જિલ્લાધિકારી રવિ કુમાર, અપર પોલીસ અધિક્ષક સહીત મોટી સંખ્યામાં પોલીસબળ હાજર હતું. જિલ્લાધિકારી રવિ કુમાર ઘ્વારા જણાવવામાં આવ્યું કે આખા મામલા અંગે ન્યાયિક જાંચ થશે.

3 એપ્રિલે થયી હતી મારપીટ ની ઘટના

3 એપ્રિલે થયી હતી મારપીટ ની ઘટના

મળતી જાણકારી અનુસાર 3 એપ્રિલે મારપીટની ઘટનામાં પીડિતાના પિતા સુરેન્દ્ર સિંહની પોલીસે ધરપકડ કરી હતી. ત્યારપછી સુરેન્દ્રને ઉન્નાવ જિલ્લા કારગરમાં મોકલવામાં આવ્યા હતા. ત્યારપછી 8 એપ્રિલે સુરેન્દ્ર સિંહની દીકરીએ લખનવમાં સીએમ આવાસ સામે આત્મદાહ માટે કોશિશ કરી અને ઉન્નાવમાં વિધાયક કુલદીપ સિંહ સેંગર પર બળાત્કાર કરવાનો આરોપ લગાવ્યો.

વિધાયકના ભાઈ પર મારપીટ નો આરોપ

વિધાયકના ભાઈ પર મારપીટ નો આરોપ

પીડિતા ઘ્વારા આરોપ લગાવવામાં આવ્યો કે 3 એપ્રિલે હથિયારો સાથે વિધાયકનો ભાઈ તેમના ગુંડાઓ સાથે આવ્યો અને પીડિતાના ઘરમાં લોકોની પીટાઈ કરી. આરોપ છે કે સત્તામાં રહેલા ભાજપા વિધાયક કુલદીપ સિંહ સેંગરને ખુશ કરવા માટે પોલીસ પીડિત પરિવાર પર ખોટો કેસ દાખલ કરીને તેમને પરેશાન કરી રહી છે. પરંતુ હવે સોમવારે પીડિતાના પિતાની મૌત થવાથી ઘટનામાં નવો વળાંક આવ્યો છે.

English summary
Father of victim who alleged rape against BJP MLA died.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.