For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતીય પાયલટની મુક્તિ અંગે પાકના પૂર્વ પીએમની પૌત્રી ફાતિમા ભુટ્ટોનું મોટુ નિવેદન

પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી જુલ્ફિકાર અલી ભુટ્ટોની પૌત્રી અને લેખિકા ફાતિમા ભુટ્ટોએ ઈમરાન ખાનની સરકારને અપીલ કરી છે.

|
Google Oneindia Gujarati News

ભારતીય સીમામાં ઘૂસણખોરી કરી રહેલા પાકિસ્તાની વાયુ સેનાના F-16 લડાકુ વિમાનને ભારતીય વાયુસેનાના મિગ-21 બિસોને મારી દીધુ હતુ પરંતુ આ જવાબી કાર્યવાહીમાં મિગ ક્રેશ થઈ ગયુ અને મિગના પાયલટ પડોશી દેશની સીમાની અંદર જઈ પહોંચ્યા હતા. હવે વિંગ કમાંડર અભિનંદન વર્ધમાનને પાછા લાવવાની ભારત તરફથી કોશિશો વધી રહી છે. આ મામલે પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી જુલ્ફિકાર અલી ભુટ્ટોની પૌત્રી અને લેખિકા ફાતિમા ભુટ્ટોએ ઈમરાન ખાનની સરકારને અપીલ કરી છે.

ભારતીય વાયુસેનાના પાયલટને મુક્ત કરવામાં આવે - ફાતિમા

ભારતીય વાયુસેનાના પાયલટને મુક્ત કરવામાં આવે - ફાતિમા

ફાતિમા ભુટ્ટોએ પાકિસ્તાનની ઈમરાન ખાન સરકાર પાસે માંગ કરી છે કે ભારતીય વાયુસેનાના એ પાયલટને મુક્ત કરવામાં આવે જેને પાકિસ્તાને પકડવાનો દાવો કર્યો છે. ફાતિમાએ ન્યૂયોર્ક ટાઈમ્સમાં લેખ લખ્યો, ‘મે અને અન્ય ઘણા યુવા પાકિસ્તાનીઓએ પોતાના દેશને અપીલ કરી છે કે તે પકડાયેલા ભારતીય પાયલટને શાંતિ, માનવતા અને પ્રતિષ્ઠા પ્રત્યે આપણી પ્રતિબદ્ધતા રૂપે મુક્ત કરે. આપણે જીવનભર યુદ્ધ જોયુ છે. હું પાકિસ્તાની સૈનિકોને મરતા નથી જોવા ઈચ્છતી. હું ભારતીય સૈનિકોને મરતા નથી જોવા ઈચ્છતી.'

‘પોતાના દેશને ક્યારેય પોતાના પડોશી દેશ સાથે શાંતિથી રહેતા નથી જોયો'

ફાતિમા ભુટ્ટોએ કહ્યુ, ‘મે પોતાના દેશને ક્યારેય પણ પોતાના પડોશી દેશ સાથે શાંતિથી રહેતા નથી જોયો. પરંતુ આ પહેલા મે ક્યારેય બે પરમાણુ હથિયારોવાળા દેશો વચ્ચે ટ્વીટર અકાઉન્ટ દ્વારા યુદ્ધ નહોતુ જોયુ. બુધવારે પાકિસ્તાનની કસ્ટડીમાં ભારતીય વાયુસેનાના પાયલટનો ફોટો આવવા પર ભારતે કડક વિરોધ દર્શાવ્યો હતો. ભારતીય વિદેશ મંત્રાલયે પાકિસ્તાનને આ અંગે સખત વિરોધ દર્શાવ્યો છે કે કેવી રીતે એક ઈજાગ્રસ્ત આર્મી ઓફિસરનો ફોટો શેર કરવામાં આવ્યો. ભારતે આને આંતરરાષ્ટ્રીય માનવાધિકારો અને જિનેવા કન્વેંશનનું ઉલ્લંઘન જણાવ્યુ.'

વિંગ કમાંડર અભિનંદનને પાછા લાવવાની કોશિશ

વિંગ કમાંડર અભિનંદનને પાછા લાવવાની કોશિશ

આ પહેલા બુધવારે પાકિસ્તાનનું વલણ જોતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રણે વિંગના પ્રમુખો સાથે લાંબી વાતચીત કરી અને પીએમે તેમને નિર્ણય લેવાની સંપૂર્ણ આઝાદી આપી. વળી, આજે સૂત્રોના હવાલાથી સમાચાર આવી રહ્યા છે કે એનએસએ અજીત ડોભાલ અને અમેરિકી વિદેશ મંત્રી સાથે ટેલિફોન પર વાતચીત થઈ હતી. અમેરિકી વિદેશ મંત્રીએ કહ્યુ કે અમેરિકા પાકિસ્તાની ધરતી પર જૈશના આતંકી શિબિર સામે કાર્યવાહી કરવાના ભારતના નિર્ણયનું સમર્થન કર્યુ છે.

આ પણ વાંચોઃ કારગિલ યુદ્ધમાં જ્યારે ફ્લાઈટ લેફ્ટનન્ટ નચિકેતાને પાકે કર્યા કેદ, આ રીતે પાછા લાવ્યા વાજપેયીઆ પણ વાંચોઃ કારગિલ યુદ્ધમાં જ્યારે ફ્લાઈટ લેફ્ટનન્ટ નચિકેતાને પાકે કર્યા કેદ, આ રીતે પાછા લાવ્યા વાજપેયી

English summary
Fatima Bhutto Seeks Release Of iaf wing commander abhinandan Captured By Pakistan
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X