હેડલી પાકિસ્તાનથી થયેલા ફડિંગની જાણકારી આપી

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર.

દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

હેડલી પાકિસ્તાનથી થયેલા ફડિંગની જાણકારી આપી

હેડલી પાકિસ્તાનથી થયેલા ફડિંગની જાણકારી આપી

26/11 બોમ્બ વિસ્ફોટ પર વીડિયો કોન્ફર્ન્સિંગ દ્વારા નિવેદન આપતા આતંકી ડેવિડ હેડલીએ આજે ચોથા દિવસે પોતાની ફડિંગ મામલે અનેક ખુલાસા કર્યા છે. તેણે કહ્યું કે પાકિસ્તાન દ્વારા તેને અનેક વાર ફંડ મળતો હતો. 30 નવેમ્બર 2006માં તેને 17636 ડોલર, 11 ઓક્ટોબર 2006માં 66605 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. વળી મેજર ઇકબાલ નામના વ્યક્તિએ તેને ત્રણ વાર ભારતીય કરન્સી પણ ઉપલબ્ધ કરાવી હતી.

મીર અને ખફા મુંબઇ હુમલા વખતે આતંકીઓના સંપર્કમાં હતા: હેડલી

મીર અને ખફા મુંબઇ હુમલા વખતે આતંકીઓના સંપર્કમાં હતા: હેડલી

ચોથા દિવસે હેડલીએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે 26/11ની ધટના વખતે સાજીદ મીર અને અબુ ખફા નામના આતંકીઓ ફોન પર મુંબઇના આતંકીઓના સંપર્કમાં હતા અને તેમને નિર્દેશ આપી રહ્યા હતા. હેડલીએ કહ્યું કે ખફા લશ્કરનો બીજા નંબરનો ઇન્ચાર્જ હતો. અને તે તેને પાકિસ્તાનમાં મળ્યો હતો. હેડલી સાથે ખફાની મુલાકાત લાહૌર નજીક થઇ હતી. જેમાં હાફિઝ સઇદ સાથે લખવી પણ સામેલ હતો.

ગુજરાત સરકાર વિરુદ્ધ દાખલ કરેલી અરજીને SC નકારી

ગુજરાત સરકાર વિરુદ્ધ દાખલ કરેલી અરજીને SC નકારી

પાટીદાર અનામત આંદોલન વખતે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા મોબાઇલ અને ઇન્ટરનેટ સેવાઓ બંધ કરવા અંગે સુપ્રિમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જો કે આ મામલામાં સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારના પગલાને યોગ્ય જણાવતા કહ્યું છે કે કાનૂન અને વ્યવસ્થા બનાવી રાખવા માટે આવું કરી શકાય છે.

UAEના યુવરાજ નાહયાને રાષ્ટ્રપતિ ભવનમાં અપાયું ગાર્ડ ઓફ ઓનર

UAEના યુવરાજ નાહયાને રાષ્ટ્રપતિ ભવનમાં અપાયું ગાર્ડ ઓફ ઓનર

નોંધનીય છે કે અબુધાબીના યુવરાજ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન હાલ ભારતના ત્રણ દિવસીય પ્રવાસ પર છે. જ્યાં રાષ્ટ્રપતિ ભવનમાં તેમનું ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું. અને તેમને ગાર્ડ ઓફ ઓનરનું સન્માન પણ આપવામાં આવ્યું. નોંધનીય છે કે પ્રોટોકોલ તોડીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અબૂ ધાબીના યુવરાજને લેવા માટે એરપોર્ટ ગયા હતા.

મોદીના પાસપોર્ટની વિગતો જાણવા જશોદાબેને નોંધાવી RTI

મોદીના પાસપોર્ટની વિગતો જાણવા જશોદાબેને નોંધાવી RTI

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પત્ની જશોદાબેન એક આરટીઆઇ નોંધાવી છે જેમાં તેમણે મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમના પાસપોર્ટ મેળવવા માટે સુપરત કરેલા લગ્ન-સંબંધિત દસ્તાવેજોની વિગત જાણવવા કહ્યું છે. નોંધનીય છે કે 2015ના નવેમ્બરમાં અપુરતા દસ્તાવેજોને કારણે પાસપોર્ટ માટેની એમની અરજી નકારી કાઢવામાં આવી હતી.

પાકિસ્તાન ઝિંદાબાદના નારા બોલાયા JNUમાં

પાકિસ્તાન ઝિંદાબાદના નારા બોલાયા JNUમાં

બુધવારે, દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટમાં આતંકી અફઝલગુરુ યાદમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં કેટલાક વિદ્યાર્થીઓએ પાકિસ્તાન જિંદાબાદ અને દેશ વિરોધી નારા લગાવતા ABVPના લોકો સાથે તેમની ઝડપ થઇ ગઇ હતી. જે બાદ જેએનયૂને બંધ કરવામાં આવી હતી.

સેન્સેક્સમાં 807 પોઇન્ટનો કડાકો

સેન્સેક્સમાં 807 પોઇન્ટનો કડાકો

ગુરુવારે સેન્સેક્સ 23,437 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 86 પોઇન્ટ ઘટી 7129 પર જતી રહી છે. નોંધનીય છે કે વૈશ્વિક બજારોમાં ઘટાડા પગલે ભારતીય શેરબજારોમાં પણ તેની મોટી અસર જોવા મળી છે. તો વળી 3 દિવસની રજા બાદ ખુલેલા હોંગકોંગના હેંગસેંગમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. જો કે જ્યાં ઓએનજીસીમાં ઘટાડો જોવા મળ્યો છે ત્યાં જ એસબીઆઇમાં વધારો જોવા મળ્યો છે.

નરેન્દ્ર મોદી શહીદ હનુમનથપ્પાના પાર્થિવ દેહના કરશે અંતિમ દર્શન

નરેન્દ્ર મોદી શહીદ હનુમનથપ્પાના પાર્થિવ દેહના કરશે અંતિમ દર્શન

લાન્સ નાયક હનુમનથપ્પાના અંતિમ દર્શન માટે તેમના પાર્થિવ દેહને દિલ્હીના કેંટના બરાર સ્કવેરમાં રાખવામાં આવ્યું છે. જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના પાર્થિવ શરીરના અંતિમ દર્શન કરશે. જે બાદ અંતિમ સંસ્કાર માટે નાયકના દેહને શુક્રવારે કર્ણાટક સ્થિત તેમના ગામ ઘારવાર લઇ જવામાં આવશે. જ્યાં પૂરા રાષ્ટ્રિય સન્માન સાથે તેમની અંતિમ વિધિ કરવામાં આવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X