ભારતભર ના મુખ્ય સમાચારો પર એક નજર....

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં.બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ. ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો.

આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

હાર્દિક છોડ્યા ઉપવાસ, વળી 27 મુદ્દે સહમતિ પણ બતાવી

હાર્દિક છોડ્યા ઉપવાસ, વળી 27 મુદ્દે સહમતિ પણ બતાવી

સુરતની લાજપોર જેલમાં પાછલા કેટલાક દિવસથી અન્ન ત્યાગ કરેલા હાર્દિકને આજે સાંસદ વિઠ્ઠલ રાદડિયાએ પારણાં કરાવ્યા. બહાર આવી વિઠ્ઠલ રાદડિયાએ જણાવ્યું કે મહત્વના 35 મુદ્દાઓમાંથી 27 મુદ્દાઓ પર હાર્દિક જોડે ચર્ચા થયા બાદ તેણે સહમતિ આપી છે. વળી સંભવ નિકાલ પણ આવશે તેવી આશા વિઠ્ઠલભાઇએ કરી હતી.

જેએનયૂમાં ફરી લાગ્યા વિવાદિત પોસ્ટર, ભારતને કહ્યું જેલ

જેએનયૂમાં ફરી લાગ્યા વિવાદિત પોસ્ટર, ભારતને કહ્યું જેલ

જેએનયૂ કેમ્પસમાં વિદ્યાર્થીઓ દ્વારા દેશદ્રોહી નારા લગાવ્યા બાદ શુક્રવાર રાતે ત્યાં વિવાદિત પોસ્ટર લગાવામાં આવ્યા. ગોદાવરી હોસ્ટેલ પાસે લાગેલા આ પોસ્ટરમાં દેશ વિરોધી નારા લાગ્યા હતા. અને અફઝલ ગુરુની હત્યાને ન્યાયિક હત્યા ગણાવવામાં આવી હતી. સાથે ભારતને જેલ કહેવામાં આવી હતી.

અફલઝની ફાંસીને ન્યાયિક હત્યા કહેવી અયોગ્ય: એસસી જજ

અફલઝની ફાંસીને ન્યાયિક હત્યા કહેવી અયોગ્ય: એસસી જજ

સુપ્રિમ કોર્ટના પૂર્વ જજ પીવી રેડ્ડી કહ્યું કે તમે કોર્ટના નિર્ણયાની સકારાત્મક આલોચના કર્યો તે યોગ્ય છે પણ અફઝલની ફાંસીને ન્યાયિક હત્યા કહો તે અયોગ્ય છે.

અમિત શાહે અમદાવાદ કહ્યું ગુજરાત ભાજપનું ગઢ છે અને રહેશે

અમિત શાહે અમદાવાદ કહ્યું ગુજરાત ભાજપનું ગઢ છે અને રહેશે

અમદાવાદ એરપોર્ટ પર ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ પદે બીજી વાર ચૂંટાઇને પહેલી વાર આવતા અમિત શાહ કહ્યું કે ગુજરાત ભાજપનો ગઢ છે અને રહેશે. વધુમાં તેમણે કહ્યું કે 2017માં આ વાત પર પૂર્ણ વિરામ નહીં થાય અને ભાજપની જીત પાક્કી જ છે. નોંધનીય છે કે એરપોર્ટ પર અમિત શાહનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

155 વર્ષ જૂના IPCમાં મોટા બદલાવની જરૂર: પ્રણવ મુખર્જી

155 વર્ષ જૂના IPCમાં મોટા બદલાવની જરૂર: પ્રણવ મુખર્જી

રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ રાષ્ટ્રદ્રોહ કાનૂન પર પોતાની ટિપ્પણી કરતા કહ્યું કે 21મી સદીની જરૂરિયાતાને જોતા 155 વર્ષ જૂના આઇપીસી કાયદામાં બદલાવ જરૂર છે. તેમણે કહ્યું કે આ કાયદામાં મોટા પ્રમાણમાં બદલાવ થવો જોઇએ.

આજે ખાલિદ અને અનિર્બાનની કસ્ટડી થશે પૂરી, કોર્ટમાં હાજર કરાશે

આજે ખાલિદ અને અનિર્બાનની કસ્ટડી થશે પૂરી, કોર્ટમાં હાજર કરાશે

જેએનયૂ કેમ્પસમાં દેશવિરોધી નારેબાજી લગાવાના મુખ્ય આરોપી એવા ઉમર ખાલિદ અને અનિર્બાન ભટ્ટાચાર્યની ત્રણ દિવસીય ન્યાયિક કસ્ટડી આજે પૂરી થઇ જશે જે બાદ તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. સુરક્ષા કારણોને જોતા તેમને આજે કોર્ટમાં નહીં પણ પોલિસ સ્ટેશનમાં જ જજ સામે રજૂ કરવામાં આવશે.

જેએનયૂ વિવાદ બાદ અલગાવવાદીઓએ આજે કાશ્મીર બંધ જાહેર કર્યું

જેએનયૂ વિવાદ બાદ અલગાવવાદીઓએ આજે કાશ્મીર બંધ જાહેર કર્યું

જેએનયૂ વિવાદ બાદ વિદ્યાર્થીઓની મુક્તિ અને પ્રોફેસર એસઆર ગિલાનીની મુક્તિની માંગ સાથે આજે જમ્મુ કાશ્મીરમાં અલગાવવાદીઓએ જમ્મુ કાશ્મીર બંધની જાહેરાત કરી છે.

જો જો ભૂલથી પણ ના ઓઠતા રેલના આ ધાબળા!

જો જો ભૂલથી પણ ના ઓઠતા રેલના આ ધાબળા!

શું તમને ખબર છે કે રેલ્વેના ઓઠવા અને પાથરવાના ધાબળામાંથી દુર્ગંધ કેમ આવે છે. તેનો જવાબ શુક્રવારે રેલ રાજ્યપ્રધાન મનોજ સિંહાએ આપ્યા. શુક્રવાર એક પ્રશ્નના જવાબ મનોજ કહ્યું કે રેલ્વેના ધાબળા બે મહિનામાં એક વાર ધોવામાં આવે છે. અને બેડ રોલ અને ઓશિકાના કવર રોજ ધોવામાં આવે છે. હવે આ જાણીને તમારે આ ધાબળા ઓઠવા કે નહીં તે તમારી મરજીની વાત છે!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X