ભુજમાં શાહરૂખ ખાનની ફિલ્મ રઇસનું શૂટિંગ, વી.એસ.પીનો વિરોધ

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર.

દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

ભુજમાં શાહરૂખ ખાનની ફિલ્મ રઇસનું શૂટિંગ, વી.એસ.પીનો વિરોધ

ભુજમાં શાહરૂખ ખાનની ફિલ્મ રઇસનું શૂટિંગ, વી.એસ.પીનો વિરોધ

શાહરૂખ ખાન હાલ ભુજ ખાસે તેની આવનારી ફિલ્મ રઇસના શૂંટિગમાં વ્યસ્ત છે. પણ તેની અસહિષ્ણુતાની ટિપ્પણીના કારણે વી.એચ.પી. સંગઠનો દ્વારા ભુજના મામલતદારને આવેદનપત્ર આપીને તેમની આ શૂટિંગને રદ્દ કરવાની માંગ કરવામાં આવી છે. જો કે ભારે સુરક્ષા વચ્ચે હાલ તો આ ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે અને સ્થાનિક લોકો પણ શાહરૂખ ખાનને નજરે નીહાળીને પોતાની ખુશી જાહેર કરી છે.

હાર્દિકે કહ્યું મારા ના જોઇએ ભાજપ ના જોઇએ કોંગ્રેસ

હાર્દિકે કહ્યું મારા ના જોઇએ ભાજપ ના જોઇએ કોંગ્રેસ

હાર્દિક પટેલ સુરતની સિવિલ હોસ્પટિલની બહાર મીડિયાને સંબોધતા કહ્યું કે હવે તેને સમાધાન નથી કરવું. તેણે કહ્યું કે તેણે સરકારને અનેક ચાન્સ આપ્યા. હવે તેને ભાજપ કે કોંગ્રેસ કોઇની પડી નથી. અને સરકાર બેવડી નીતિ અપનાવી રહી છે.

બોમ્બ બોલવું પડ્યું ભારે પ્રિયંકા ગાંધીએ બદલી ફ્લાઇટ

બોમ્બ બોલવું પડ્યું ભારે પ્રિયંકા ગાંધીએ બદલી ફ્લાઇટ

ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સિક્યોરીટી તપાસોથી કંટાળેલા એક વ્યક્તિ સુરક્ષા કર્મચારીઓ વચ્ચે કહી દીધુ કે મારી પાસે શું બોમ્બ છે? બસ આ જાણતા જ તે યાત્રીને પકડી લેવામાં આવ્યો અને આ ફ્લાઇટમાં સવાર પ્રિયંકા સુરક્ષા કારણોને જોતા ફ્લાઇટ બદલવી પડી.

લશ્કર એ તૈયબાનો આતંકી અબ્દુલ અજીજ લખનઉથી પકડાયો

લશ્કર એ તૈયબાનો આતંકી અબ્દુલ અજીજ લખનઉથી પકડાયો

આતંકી સંગઠન લશ્કર એ તૈયબાનો ખૂંખાર આતંકી અબ્દુલ અજીજ ઉર્ફ ગિદ્દાને લખનઉમાંથી પકડવામાં આવ્યો. ગિદ્દા મોસ્ટ વોન્ટેડ આતંકીઓના લિસ્ટમાં આવે છે.

બ્રિટને પહેલી વાર સ્વીકાર્યું દાઉદ પાકિસ્તાનમાં જ છે

બ્રિટને પહેલી વાર સ્વીકાર્યું દાઉદ પાકિસ્તાનમાં જ છે

બ્રિટને અંડરવર્લ્ડ ડોન અને ભારતના મોસ્ટ વોન્ટેડ વ્યક્તિ દાઉદ ઇબ્રાહિમને પોતાનો નંબર 1 દુશ્મન બતાવ્યો અને કહ્યું કે તે હાલ પાકિસ્તાનમાં જ છે. સાથે જ બ્રિટને તેની પર આર્થિક પ્રતિબંધો પણ લગાવ્યા. વધુમાં તેને કરાચીમાં દાઉદના ચાર સરનામા પણ જાહેર કર્યા.

હોકી ટીમના કેપ્ટન પર મહિલા ખેલાડીએ લગાવ્યો યૌન શોષણનો આરોપ

હોકી ટીમના કેપ્ટન પર મહિલા ખેલાડીએ લગાવ્યો યૌન શોષણનો આરોપ

ભારતીય હોકી ટીમના કેપ્ટન સરદાર સિંહ પર એક મહિલાએ યૌન ઉત્પીડનનો કેસ દાખલ કર્યો છે. આ મહિલા પોતે પણ ભારતની આંતરાષ્ટ્રીય હોકી ખેલાડી છે. મહિલાનું કહેવું છે કે સરદાર સિંહ સાથે તેનો ચાર વર્ષથી સંબંધ છે. સરદાર સિંહે તેને ગર્ભપાત કરવા માટે પણ દબાણ કર્યું. અને તે છતાં તે તેની જોડે લગ્ન કરવા તૈયાર નથી.

દલિત વર્ગ પર આત્યાચાર કર્યા તો ગયા, સરકારે બનાવ્યો કાનૂન

દલિત વર્ગ પર આત્યાચાર કર્યા તો ગયા, સરકારે બનાવ્યો કાનૂન

દલિત વર્ગના કોઇ પણ વ્યક્તિનો મોઢું કાળુ કરવું, મૂંછો કે વાળ કાપવા જેવી ધટનામાં અપરાધીને 10 વર્ષની સજા થઇ શકે છે. નોંધનીય છે કે આ અંગે પહેલા કોઇ કાનૂન હતું નહીં પણ હવે કેન્દ્ર સરકારે તેના પર કાનૂન બનાવવામાં આવ્યું છે.

મોદી સરકાર પર આરોપ, સોનિયા વિરુદ્ધ માંગ્યા હતા સબૂત

મોદી સરકાર પર આરોપ, સોનિયા વિરુદ્ધ માંગ્યા હતા સબૂત

અગસ્તા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર સોદામાં મોદી સરકારે સોનિયા ગાંધી અને તેમના પરિવાર સામે સબૂત માંગ્યા હતા તેવો આરોપ લગાવવામાં આવ્યો છે. એક મીડિયા રિપોર્ટ મુજબ સબૂતના બદલામાં ઇટલીના બે નૌસેનિકોને મુક્ત કરવાની વાત કરવામાં આવી હતી. જો કે વિદેશ મંત્રાલયે આ ખબરને પોકળ ગણાવી છે. તો કોંગ્રેસે આ મામલે પીએમઓથી જવાબ માંગ્યો છે.

વાલીઓની હાલત ગંભીર, સ્કૂલવાહનો બેમુદ્દતી હડતાલ પર

વાલીઓની હાલત ગંભીર, સ્કૂલવાહનો બેમુદ્દતી હડતાલ પર

અમદાવાદના વાલીઓ હાલ મુશ્કેલીમાં મુકાઇ ગયા છે કારણ કે સ્કૂલ વહાનોમાં વધુ વિદ્યાર્થીઓ બેસાડવા માટે હાઇકોર્ટે લાલ આંખ કરતા સ્કૂલવાહનો પર ટ્રાફિક પોલિસે તપાસ વધતા તેના વિરોધમાં સ્કૂલવહાન એસોસિયેશને બુધવારથી સમગ્ર શહેરમાં અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતર્યા છે. જેના કારણે અનેક વાલીઓને હાલાકી ભોગવવી પડી છે જો કે એસોસિયેશને રાજ્ય સરકાર પાસેથી બે મહિનાની મુદ્દત માંગી છે જો તેમની માંગો સરકાર દ્વારા સંતોષવામાં આવશે તો તે પાછા વાહનો ચાલુ કરશે તેવું જાણવા મળ્યું છે.

અમદાવાદમાં ચાલતું ઓનલાઇન દેહવેપાર કૌભાંડ

અમદાવાદમાં ચાલતું ઓનલાઇન દેહવેપાર કૌભાંડ

અમદાવાદમાં એસ્કોર્ટ સર્વિસ નામે ચાલતી એક સાઇટ દ્વારા દેહ વેપારનું રેકેટ ચલાવવામાં આવતું હોય તેવી જાણકારી મળતા પોલિસે છટકું ગોઠવી બે દલાલો અને મુંબઇથી લવાયેલી બે યુવતીઓને પકડી છે. આ અંગે મહિલા એસીપી પન્ના મોમૈયાએ જણાવ્યું હતું કે આ દેહવેપારમાં હવે બીજા કેટલા લોકો સામેલ છે તે અંગે પોલિસ હાલ વધુ તપાસ કરી રહી છે.

બાસિત કર્યો વીઝા માટે ફોન તો અનુપમે કહ્યું થેક્યૂ મારી પાસે સમય નથી

બાસિત કર્યો વીઝા માટે ફોન તો અનુપમે કહ્યું થેક્યૂ મારી પાસે સમય નથી

બોલીવૂડ અભિનેતા અનુપમ ખેરના પાકિસ્તાન વીઝા વિવાદ બાદ પાકિસ્તાની ઉચ્ચાયુક્ત અબ્દુલ બાસિતે તેમને ફોન કરીને વીઝાની ઓફર અંગે વાત કરી હતી. પણ અનુપમ ખેરે તેને વિનમ્રતાપૂર્વક નકારી દીધી છે. અને આ અંગે તેમણે તેમના ટ્વિટર એકાઉન્ટ પર પણ જણાવ્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X