For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લો બોલો, એર ઈન્ડિયા એક્સપ્રેસની મહિલા કર્મચારી કોરોના પોઝિટિવ હોવા છતાં ડ્યૂટી પર આવી, ઉડાણ ભરતા પહેલાં…

લો બોલો, એર ઈન્ડિયા એક્સપ્રેસની મહિલા કર્મચારી કોરોના પોઝિટિવ હોવા છતાં ડ્યૂટી પર આવી, ઉડાણ ભરતા પહેલાં…

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ એર ઈન્ડિયા એક્સપ્રેસમાં કોરોના વાયરસના નિયમો સાથે જોડાયેલ લાપરવાહીનો એક મામલો સામે આવ્યો છે. એર ઈન્ડિયા એક્સપ્રેસ એરલાઈન કંપનીના કેબિન ક્રૂમાં કામ કરતી એક 44 વર્ષીય કર્મચારી કોરોના સંક્રમિત થયા બાદ પણ ઑન ડ્યૂટી હતી. 44 વર્ષીય મહિલા કર્મચારી કોરોના સંક્રમિત છે, આ વાતનો ખુલાસો ફ્લાઈટ ઉડાણ ભરવામાં એક કલાકની વાર હતી ત્યારે થયો.

corona

હિંદુસ્તાન ટાઈમ્સના રિપોર્ટ મુજબ એરલાઈને આ વાતની પુષ્ટિ કરી છે કે કર્મચારી કોવિડ 19 સંક્રમિત મળી આવ્યો હતો. કંપનીએ કહ્યું કે આ લાપરવાહી માટે મામલાની તપાસ કરવામાં આવશે. જો કે મહિલા કર્મચારીને પોતે કોરોના પોઝિટિવ હોવાની વાતની ખબર નહોતી.

શું Pfizer કોવિડ-19 વેક્સીનને મંજૂરી મળી શકે છે? શું કહે છે નિયમ?શું Pfizer કોવિડ-19 વેક્સીનને મંજૂરી મળી શકે છે? શું કહે છે નિયમ?

એરલાઈન કંપનીની 44 વર્ષીય મહિલા કર્મચારીએ 12 નવેમ્બરે આરટી-પીસીઆર પરીક્ષણ કરાવ્યું હતું, રિપોર્ટ દિલ્હીના ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી આગલા દિવસે 13 નવેમ્બરે નિર્ધારિત ઉડાણની ઠીક પહેલા આવ્યો હતો. 13 નવેમ્બરે રિપોર્ટ સામે આવતાં કર્મચારી કોવિડ પોઝિટિવ મળી આવી હતી. રિપોર્ટ બાદ કર્મચારીને ક્વોરેન્ટાઈન કરી લેવામાં આવી છે, પરંતુ ચિંતાની વાત એ છે કે આ મહિલા કર્મચારી 13 નવેમ્બરે આખો દિવસ ડ્યૂટી પર તહેનાત હતી.

English summary
female employee of Air India Express were on duty despite tested covid 19 positive
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X