વિજય માલ્યાને 18 ડિસે.ના રોજ કોર્ટમાં હાજર થવાનો આદેશ

Written By:
Subscribe to Oneindia News

વેપારી વિજય માલ્યા વિરુદ્ધ ફેરાના ઉલ્લંઘન મામલે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે આદેશ જાહેર કરતાં તેમને 18 ડિસેમ્બરના રોજ કોર્ટમાં હાજર થવા જણાવ્યું છે. પટિયાલા હાઉસ કોર્ટે કહ્યું છે કે, જો તેઓ 18 ડિસેમ્બરના રોજ હાજર નહીં થાય, તો તેમને અપરાધી જાહેર કરવામાં આવેશે. આ પહેલાં ઇડી દ્વારા કોર્ટને વિનંતી કરવામાં આવી હતી કે, ફેરા ઉલ્લંઘન મામલે ભાગેડુ વેપારી વિજય માલ્યાને અપરાધી જાહેર કરવામાં આવે. ઇડીના વકીલ એન.કે.મટ્ટાએ કોર્ટને કહ્યું હતું કે, એજન્સિ પાસે કાર્યવાહી શરૂ કરવા માટે વિજય માલ્યાને અપરાધી ઘોષિત કરવા સિવાયનો કોઇ અન્ય વિકલ્પ નથી.

vijay Mallya

કોર્ટે 12 એપ્રિલના રોજ વિજય માલ્યા વિરુદ્ધ એક ઓપન એંડેડ બિન-જામીનપાત્રી વોરન્ટ જાહેર કર્યું હતું. ઓપન એંડેડ બિન-જામીનપાત્ર વોરન્ટમાં કાર્યવાહીની કોઇ સમયસીમા નથી હોતી. આ પહેલાં ગત વર્ષે 4 નવેમ્બરના રોજ બિન-જામીનપાત્ર વોરન્ટ જાહેર કરતાં કોર્ટે કહ્યું હતું કે, વિજય માલ્યા દેશમાં પાછા આવવા નથી માંગતા અને દેશના કાયદા પ્રત્યે કોઇ સન્માન પણ નથી દર્શાવતા. આ પરિસ્થિતિમાં તેમની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની જરૂર છે. ઇડીનો આરોપ છે કે, વિજય માલ્યાએ ફેરાની કેટલીક જોગવાઇનું ઉલ્લંઘન કર્યું છે. તેમણે પોતાના દારૂના ઉત્પાદનની જાહેરાત માટે 10 વર્ષ પહેલાં જે રીતે ભંડોળની વ્યવસ્થા કરી હતી, તેનાથી ફેરા કાયદાનું ઉલ્લંઘન થયું છે.

English summary
FERA violation case: Delhis Patiala House Court directs Mallya to appear before it by December 18th.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.