For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લોકસભા ચૂંટણી 2014માં મોદી અને રાહુલ વચ્ચે ટક્કર પાક્કી

|
Google Oneindia Gujarati News

રાજકારણમાં બદલાતા સમીકરણો સામાન્ય બાબત છે. લોકસભા ચૂંટણી 2014ની વાતો જ્યારે શરૂ થઇ હતી ત્યારે કહેવાતું હતું કે આ ટક્કર તો નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી વચ્ચે થવાની છે. કોંગ્રેસના એક પછી એક બહાર આવેલા કૌભાંડોને પગલે આ શક્યતા નહીંવત બની ગઇ હતી. જોકે તાજેતરમાં મળેલા સંકેતોને પગલે હવે ફરી વાર નરેન્દ્ર મોદી વિરુદ્ધ રાહુલ ગાંધીની જંગની શક્યતાઓને સમર્થન મળી રહ્યું છે.

ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને કોંગ્રેસના ઉપપ્રમુખ રાહુલ ગાંધી વચ્ચેની ટક્કરને વધારે સમર્થન કેમ મળી રહ્યું છે તે પાછળ એક નહીં અનેક કારણો જોવા મળી રહ્યા છે. આ કારણો કયા છે અને બંને વચ્ચેની સીધી ટક્કરને કેમ ટેકો આપે છે તે આવો જાણીએ...

મનમોહન સિંહનું રિટાયર્ડમેન્ટ

મનમોહન સિંહનું રિટાયર્ડમેન્ટ

વડાપ્રધાન મનમોહન સિંહે જી20 બેઠકમાંથી પાછા ફરતાની સાથે જ પોતાની નિવૃત્તિનો સંકેત આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે તેઓ રાહુલ ગાંધી માટે જગ્યા ખાલી કરશે. આ બાબત પરથી સંકેત મળી રહ્યા છે કે કોંગ્રેસ વડાપ્રધાન પદ માટે નવો વિકલ્પ શોધી રહી છે અને તે માટે રાહુલ ગાંધી શ્રેષ્ઠ વિકલ્પ છે.

મોદીને સંઘનું સમર્થન

મોદીને સંઘનું સમર્થન

ભાજપમાં વડાપ્રધાન પદના ઉમેદવારના નામની જાહેરાત કરવા અંગે ચાલી રહેલી ખેંચતાણને અટકાવવા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે કડક વલણ અપનાવ્યું હતું. જેના પરથી સ્પષ્ટ થાય છે કે ભાજપમાંથી વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે નરેન્દ્ર મોદીના નામની જાહેરાત થવી નક્કી છે.

કોંગ્રેસનો કચવાટ દૂર

કોંગ્રેસનો કચવાટ દૂર

વડાપ્રધાન પદ માટે રાહુલ ગાંધીને ઉભા રાખવા કે નહીં તે અંગે છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસમાં કચવાટની સ્થિતિ હતી. ઇચ્છા હોવા છતાં પાર્ટી રાહુલને આ માટે પ્રમોટ કરતી ન હતી. હવે જ્યારે ખુદ વડાપ્રધાન મનમોહન સિંહે રાહુલ ગાંધીની આગેવાની હેઠળ કામ કરવાની ઇચ્છા દર્શાવી છે ત્યારે આગામી લોકસભા ચૂંટણી 2014માં રાહુલ ગાંધી કોંગ્રેસનો યુવા ચહેરો બની રહશે.

મોદી V/S રાહુલ : લડાઇ માટે તૈયારી શરૂ

મોદી V/S રાહુલ : લડાઇ માટે તૈયારી શરૂ

હવે નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી વચ્ચે ચૂંટણી યુદ્ધની સંભાવનાઓ પ્રબળ બનતા ભાજપ અને કોંગ્રેસ બંને રાષ્ટ્રીય પક્ષોએ પોતાની રીતે આ પડકારને પહોંચી વળવા માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. આમ થવાથી કોંગ્રેસના યુવા મોરચામાં નવી લહેર વ્યાપી ગઇ છે. બીજી તરફ ભાજપમાં નરેન્દ્ર મોદીની સમર્થકો અને કાર્યકરોએ પણ તૈયારીઓ આરંભી દીધી છે.

ચૂંટણી માહોલનો રંગ ઘેરો બન્યો

ચૂંટણી માહોલનો રંગ ઘેરો બન્યો

મોદી અને રાહુલ વચ્ચેની ટક્કરની સંભાવનાઓ પ્રબળ બનતા ઠંડો પડેલો ચૂંટણી માહોલ ફરી ઘેરો બન્યો છે. બંને પક્ષોએ ચૂંટણી પ્રચાર માટે તેમના સ્ટાર પ્રચારકો નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધીની ચૂંટણી સભાઓ યોજવાનું શરૂ કરી દીધું છે. 10 સપ્ટેમ્બરે નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના જયપુરમાં સભા સંબોધી હતી, બીજી તરફ 11 સપ્ટેમ્બરે રાહુલ ગાંધી રાજસ્થાનના ઉદયપુરમાં સભા સંબોધી છે.

નરેન્દ્ર મોદીથી ભાજપને શું લાભ?

નરેન્દ્ર મોદીથી ભાજપને શું લાભ?

નરેન્દ્ર મોદીને પીએમ પદના ઉમેદવાર બનાવાતા ભાજપ નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા અને ગુજરાતના વિકાસના મોડેલને આગળ કરીને છેલ્લા 10 વર્ષમાં કોંગ્રેસના શાસનમાં દેશની પડતી અને દેશમાં વ્યાપેલા ભ્રષ્ટાચાર, કૌભાંડોની વાતને આગળ મૂકી મતદારોને રીઝવવાનો પ્રયાસ કરશે.

રાહુલ ગાંધીથી કોંગ્રેસને શું લાભ?

રાહુલ ગાંધીથી કોંગ્રેસને શું લાભ?

રાહુલ ગાંધીને યુવા ચહેરા તરીકે રજૂ કરીને કોંગ્રેસ યુવા વર્ગને આકર્ષવાની સાથે પોતાના કૌભાંડો, મોંઘવારી, આર્થિક ડામાડોળ સ્થિતિને ઢાંકવાનો પ્રયાસ કરશે. બદનામ થયેલા વડાપ્રધાન મનમોહનને સાઇડલાઇન કરી એક નવો ચૂંટણી ચહેરો રજૂ કરશે.

English summary
Fight between Modi and Rahul in Lok Sabha election 2014 confirmed
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X