For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નાણામંત્રી આજે લોકસભામાં બેંકિંગ રેગ્યુલેશન સંશોધન બિલ રજૂ કરશે

નાણામંત્રી આજે લોકસભામાં બેંકિંગ રેગ્યુલેશન સંશોધન બિલ રજૂ કરશે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ લોકસભામાં કાલે બેંકિંગ રેગ્યુલેશન (Banking Regulation Act: 1949) પાસ થઈ ગયું છે. આ બિલ પાસ થવાની સાથે જ દેશભરના કો ઓપરેટિવ બેંક અને રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાને આધિન રહેશે. બેંકિંગ રેગ્યુલેશન બિલ પાસ થયા બાદ આજે નાણામંત્રી નિર્મલા સીતારમણ લોકસભામાં ટેક્સપેયર્સને રાહત આપતું બિલ રજૂ કરશે.

nirmala sitharaman

આજે લોકસભામાં નાણામંત્રી ટેક્સેશન અને અન્ય કાનૂન 2020 (Relaxation and Amendment of Certain Provisions) રજૂ કરશે. આ બિલ દ્વારા સરકારે ટેક્સપેયર્સને રાહત આપશે. એટલું જ નહિ આ બિલ દ્વારા પીએમ કેર્સમાં દાન કરતા લોકોને પણ ટેક્સમાં છૂટનો વિકલ્પ મળશે.

લોકસભામાં આજે નાણામંત્રી નિર્મલા સીતારમણ કરાધાન અને અન્ય કાનૂન (કેટલાક પ્રાવધાનોમાં છૂટ અને સંશોધન) બિલ, 2020 રજૂ કરશે. આ બિલ ટેક્સપેયર્સને અનુપાલન રાહત પ્રદાન કરવા માટે જાહેર કરાયેલ અધ્યાદેશની જગ્યા લેશે. આ બિલ દ્વારા સરકાર પીએમ કેર્સ ફંડમાં દાન કરનારાઓને લાભ આપવા માંગે છે. આ ઉપરાંત નાણામંત્રી લોકસભામાં આજે પહેલા અનુપૂરક બજેટ માટે વિનિયોગ બિલ રજૂ કરશે. સંસદમાં મૉનસૂન સત્રનો આજે ચોથો દિવસ છે. આજે સદનમાં માલ અને સેવા કર, નોકરીઓ અને અર્થવ્યવસ્થા, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અને પર્યાવરણ પ્રભાવ આંકલન માપદંડોના ખરડા પર ચર્ચા થઈ શકે છે.

PM Narendra Modi નો આજે જન્મ દિવસ, રાહુલ ગાંધી સહિત આ નેતાઓએ શુભેચ્છા પાઠવીPM Narendra Modi નો આજે જન્મ દિવસ, રાહુલ ગાંધી સહિત આ નેતાઓએ શુભેચ્છા પાઠવી

English summary
Finance Minister will introduce the Banking Regulation Amendment Bill in the Lok Sabha today
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X