For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ખેડૂત આંદોલનમાં સામેલ થવા ટિકરી બોર્ડર પહોંચેલી મહિલા પર રેપનો આરોપ, FIR નોંધાઈ

ખેડૂત આંદોલનમાં સામેલ થવા ટિકરી બોર્ડર પહોંચેલી મહિલા પર રેપનો આરોપ, FIR નોંધાઈ

By Staff
|
Google Oneindia Gujarati News

દિલ્હીના ટિકરી બોર્ડર પર ચાલી રહેલા ખેડૂત આંદોલનમાં સામેલ થવા માટે પશ્ચિમ બંગાળથી દિલ્હી પહોંચેલી એક મહિલા પર બે નરાધમોએ રેપ કર્યો હોવાની ઘટના સામે આવી છે. કોરોનાવાયરસને કારણે હરિયાણાની એક હોસ્પિટલમાં મહિલાનું નિધન થઈ ગયું. નોંધાવેલી FIRમાં તેના પિતાએ કહ્યું કે પીડિતા દિલ્હીના ટિકરી બોર્ડર પર ચાલી રહેલા ખેડૂત આંદોલનમાં સામેલ થવા માટે આવી હતી જેના પર આંદોલનમાં સામેલ બે યુવકોએ રેપ કર્યો.

rape

પોલીસનું કહેવું છે કે આરોપી યુવકોની તલાશ માટે ટીમની રચના કરવામાં આવી છે. એફઆઈઆર મુજબ પીડિત મહિલા પોતાના કેટલાક સાથીઓ સાથે ખેડૂત આંદોલનમાં સામેલ થવા માટે 10 એપ્રિલે પશ્ચિમ બંગાળથી ટિકરી બોર્ડર આવી હતી. કોરોનાવાયરસથી સંક્રમિત થયા બાદ મહિલાને 26 એપ્રિલે ઝજ્જર જિલ્લાના એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી, જે બાદ 30 એપ્રિલે મહિલાનું મોત થઈ ગયું. બહાદુરગઢ પોલીસ અધિકારી વિજય કુમારે જણાવ્યું કે મહિલાના મોત બાદ તેના પિતાએ 2 લોકો સામે રેપનો ગુનો નોંધાવ્યો છે.

વિજય કુમારે જણાવ્યું કે મહિલાના પિતાએ ખેડૂત આંદોલનમાં સામેલ થવા માટે આવેલ બે લોકો પર આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે મહિલાએ ફોન પર પોતાના પિતાને આ અંગે સૂચના આપી હતી. વિજય કુમારે આગળ કહ્યું કે ઈલાજ દરમ્યાન મહિલાનું મોત થઈ ગયું. હોસ્પિટલ પ્રશાસને જણાવ્યું કે મહિલાનો કોરોનાનો ઈલાજ ચાલી રહ્યો હતો. દસ્તાવેજો માટે અમે અરજી કરી છે, જેનો ઈંતેજાર છે અને તે મળ્યા બાદ મહિલાનું મૃત્યુ કોવિડથી થયું હતું કે નહિ તેની પુષ્ટિ કરી શકીશું.

'શ્વેતા તિવારીને પૈસા હજમ કરીને પણ શરમ નથી આવતી'- અભિનવ કોહલી'શ્વેતા તિવારીને પૈસા હજમ કરીને પણ શરમ નથી આવતી'- અભિનવ કોહલી

જણાવી દઈએ કે કેન્દ્રીય કૃષિ કાનૂન વિરુદ્ધ હરિયાણા, રાજસ્થાન અને પશ્ચિમી યૂપીના ખેડૂતો લાંબા સમયથી દિલ્હીની સીમાઓ પર આંદોલન કરી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે જ્યાં સુધી સરકાર આ કાનૂન પરત ના લે ત્યાં સુધી આંદોલન ચાલતું રહેશે.

English summary
FIR against two protesters for misdeed fellow farmer protester women
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X