For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા અર્નબ ગોસ્વામી

રિપબ્લિક ટીવીના ચીફ એડિટર ઈન ચીફ અર્નબ ગોસ્વામીને 14 દિવસ ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ રિપબ્લિક ટીવીના ચીફ એડિટર ઈન ચીફ અર્નબ ગોસ્વામીને બુધવારની સવારે મુંબઈ પોલિસે બે વર્ષ જૂના આત્મહત્યાના એક કેસમાં ધરપકડ કરી લીધી છે. આ કેસમાં બુધવાર તેમને કોર્ટ સામે હાજર કરવામાં આવ્યા જ્યાંથી તેમને 14 દિવસ ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. અર્નબ ગોસ્વાના વકીલ ગૌરવ પાર્કરે મીડિયા સાથે વાત કરીને જણાવ્યુ કે આ આપણા માટે મોટી જીત છે. અર્નબે પોલિસ કસ્ટડીમાં નહિ રાખવામાં આવે તેમને મેજિસ્ટ્રેટની કસ્ટડી આપવામાં આવી છે. એમસીઆર(મેજિસ્ટ્રિયિલ કસ્ટડી રિમાંડ) પહેલા જ દિવસે થઈ છે. અમે જામીન અરજી દાખલ કરી છે. કાલે(ગુરુવારે) આના પર ચર્ચા થશે. મુંબઈ પોલિસની આ કાર્યવાહી બાદ ઘણી રાજકીય પાર્ટીઓ અને દિગ્ગજ નેતાઓએ પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે. આ દરમિયાન અર્નબ ગોસ્વામીએ મુંબઈ પોલિસ પર મારપીટ કરવાનો પણ આરોપ લગાવ્યો છે. વળી, મુંબઈ પોલિસે અર્નબ, તેમની પત્ની અને દીકરા સામે કથિત રીતે મહિલા પોલિસ અધિકારી સાથે મારપીટના આરોપમાં વધુ એક એફઆઈઆર કરી છે.

અર્નબ પર મહિલા પોલિસ સાથે મારપીટનો આરોપ

અર્નબ પર મહિલા પોલિસ સાથે મારપીટનો આરોપ

ઉલ્લેખનીય છે કે બુધવારની સવારે મુંબઈ પોલિસે અર્નબ ગોસ્વામીને 53 વર્ષના ઈંટીરિયર ડિઝાઈનરને કથિત પીતે આત્મહત્યા માટે ઉકસાવવાના કેસમાં કસ્ટડીમાં લીધા છે. આ દરમિયાન અર્નબને પકડીને લઈ જતા મુંબઈ પોલિસના અધિકારીઓનો એક વીડિયો પણ સામે આવ્યો છે. ધરપકડ બાદ અર્નબે દાવો કર્યો કે પોલિસ અધિકારીઓએ તેમની સાથે મારપીટ કરી. વળી, મુંબઈ પોલિસે પણ અર્નબ સહિત તેમના પરિવાર પર મહિલા પોલિસ અધિકારી સાથે મારપીટનો દાવો કર્યો છે.

આ કલમો હેઠળ કેસ

આ કલમો હેઠળ કેસ

અર્નબ ગોસ્વામી અને અન્ય પર આરોપ છે કે જ્યારે બુધવારે સવારે પોલિસ તેમના નિવાસ સ્થાન પર પહોંચી તો તેમણે કથિત રીતે મહિલા પોલિસ અધિકારી સાથે મારપીટ કરી. આ કેસમાં ગોસ્વામી સામે ભારતીય દંડ સંહિતાની કલમ 506(ધમકી આપવી), 353 (લોક સેવકને તેની ફરજનુ પાલન કરવાથી રોકવા માટે હુમલો કરવો), 504 (શાંતિ ભંગ કરવા માટે ઉકસાવવા) અને સાર્વજનિક સંપત્તિને નુકશાન પહોંચાડવા સંબંધિત અધિનિયમ હેઠળ એનએમ જોશી પોલિસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી છે.

શિવસેના અને ગૃહમંત્રી અમિત શાહે શું કહ્યુ?

શિવસેના અને ગૃહમંત્રી અમિત શાહે શું કહ્યુ?

અર્નબની ધરપકડ પર શિવસેના સાંસદ સંજય રાઉતે આ કેસમાં પ્રતિક્રિયા આપતા કહ્યુ કે જો પોલિસ પાસે કોઈ પુરાવા હોય તો તે આરોપી સામે એક્શન લઈ શકે છે અને આમાં કંઈ ખોટુ નથી. ગૃહમંત્રી અમિત શાહે પણ પ્રતિક્રિયા આપીને કહ્યુ કે કોંગ્રેસ અને તેમના સહયોગીઓએ આજે એક વાર ફરીથી લોકતંત્રને શરમમાં મૂક્યુ છે. રિપબ્લિક ટીવી અને અર્નબ ગોસ્વામી સામે રાજ્યની સત્તાનો આ રીતે દુરુપયોગ એક વ્યક્તિની સ્વતંત્રતા અને લોકતંત્રના ચોથા સ્તંભ પર હુમલો છે. આ બાબતે આપણને ફરીથી એક વાર ઈમરજન્સીની યાદ અપાવી દીધી. મીડિયાની સ્વતંત્રતા પર આ હુમલાનો વિરોધ કરવો જોઈએ અને વિરોધ થશે.

264 ઈલેક્ટોરલ વોટ સાથે જાદૂઈ આંકડાથી માત્ર 6 વોટ દૂર બિડેન264 ઈલેક્ટોરલ વોટ સાથે જાદૂઈ આંકડાથી માત્ર 6 વોટ દૂર બિડેન

English summary
FIR lodged against Arnab Goswami his wife and son, allegedly assaulted with female police officer.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X