સપા ઉમેદવાર ભાટીએ લોકોને બોગસ વોટીંગ માટે કરી અપીલ

By Kumar Dushyant
Google Oneindia Gujarati News

નોઇડા, 1 એપ્રિલ: આઇએસએસ દુર્ગાશક્તિ નાગપાલને સસ્પેંડ કરાવી પોતાની પહોંચનો દાવો કરનાર નોઇડાથી સમાજવાદી પાર્ટીના ઉમેદવાર નરેન્દ્ર ભાટીએ લોકોને સામાન્ય ચૂંટણીમાં બોગસ વોટ નાખવા માટે અપીલ કરી છે. ગૌતમબુદ્ધ નગરથી સપાના ઉમેદવાર નરેન્દ્ર ભાટી વિરૂદ્ધ દાદરી પોલીસમથકમાં એફઆરઆઇ દાખલ કરવામાં આવી છે.

નરેન્દ્ર ભાટી નોઇડાના સરફાબાદમાં જનસભાને સંબોધિત કરતાં કહ્યું હતું કે હું બધા મિત્રો તથા પહેલવાનોને અપીલ કરી રહ્યો છું કે તે 10 એપ્રિલના રોજ પોતાના ગામમાં જઇને વોટીંગ કરે. પોતાના ગામમાં 90 ટકા વોટીંગ કરો. જો ક્યાંક કંઇ છુટી રહ્યું હોય તો તે ત્યાં જતા રહે. તમને આમ-તેમ જવાથી કોઇ રોકશે નહી.

નરેન્દ્ર ભાટીએ કહ્યું હતું કે મુખ્યમંત્રી અભિલેશ યાદવ કહી રહ્યાં છે કે જો તમે કંઇક ખોટું કરી રહ્યાં છો તો કેસ થઇ શકે છે, તો હું કહું છું કે સરકાર તો આપણી છે. થવા દો કેસ. જેટલા કેસ લખવામાં આવશે, તે બધા પાછા ખેંચાવી દઇશું. નરેન્દ્ર ભાટીએ હાજર લોકોને અપીલ કરતાં કહ્યું હતું કે સીએમ સાહેબની ત્રણ તારીખે યોજાનારી રેલી જોરદાર રહે. તેના માટે તમારો સહયોગ જોઇએ. નેતાજીની રેલીમાં નોઇડાનો સહયોગ બધુ દેખાવવો જોઇએ. નોઇડાથી રેલી માટે ઓછામાં ઓછી 1,500 ગાડીઓ સહારનપુર પહોંચાડવામાં આવે.

bhati

નાગપાલ સેસને મીડિયાએ મહત્વ આપ્યું
દુર્ગાશક્તિ નાગપાલ કેસ પર નરેન્દ્ર ભાટીએ કહ્યું હતું કે મુખ્યમંત્રી જી કહી રહ્યાં છે કે આ કોઇ મુદ્દો નથી. તે નવી અધિકારી હતી. છોકરીથી ભૂલ થઇ ગઇ. માનનીય મુખ્યમંત્રીજીએ સજા આપી દિધી અને જ્યારે તેમણે ભૂલ સ્વિકારી લીધો તેમણે સસ્પેંડ કરી દેવામાં આવ્યા. જે અધિકારી ભૂલ કરશે તેને સજા મળશે અને જે સારું કામ કરશે તેને શાબાશી મળશે. આ મુદ્દાને ફક્ત મીડિયાએ મહત્વ આપ્યું છે.

English summary
Notorious for irresponsible remarks, Samajwadi Party candidate for Gautam Budh Nagar parliamentary seat Narendra Bhati on Monday asked supporters to ensure 90% polling at every booth at any cost in the Lok Sabha polls.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X