કલકત્તાના બડા બજારમાં ભીષણ આગ, 30 ફાયરબ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે

Written By:
Subscribe to Oneindia News

પશ્ચિમ બંગાળ ની રાજધાની કલકત્તાના બડા બજારમાં મોડી રાતે ભીષણ આગ લાગી હતી. આ આગ એક બિલ્ડિંગમાં લાગી હતી. આગની ભયાવહતા જોતા પહેલાં 20 ફાયરબ્રિગેડ ગાડીઓ આગ પર કાબૂ લેવાનો પ્રયત્ન કરતા હતા. પરંતુ આગ સતત વધતા 30 ફાયર બ્રિગેડની ગાડીઓને કામે લગાડવામાં આવી હતી. રાત્રે 2 વાગ્યા સુધી રાહત અને બચાવનું કાર્ય ચાલ્યું હતું.

fire

કલકત્તાના બડા બજાર વિસ્તારમાં જથ્થાબંધ વેપારનો વિસ્તાર છે. સ્થાનિક લોકો અનુસાર આગ અમરતલ્લા લેન પર સ્થિત એક ઇમારતમાં લાગી હતી. જ્યાં એ આગ લાગી છે, ત્યાં ઘણી ઓફિસો અને સંસ્થાન છે. જે ઇમારતમાં આગ લાગી હતી, તેની આસપાસની ઇમારતો પણ સુરક્ષાની દ્રષ્ટિએ ખાલી કરાવવામાં આવ્યા હતા.

જ્યાં આગ લાગી હતી, ત્યાંની ગલીઓ પણ ખૂબ સાંકડી છે. આ જ કારણે ફાયર બ્રિગેડ કર્મચારીઓને આગ બુઝાવવા માટે ઘણી મહેનત કરવી પડી હતી. કલકત્તાા મેયર અને ફાયર મિનિસ્ટર સોવન ચેટર્જીએ કહ્યું કે, દમકલકર્મી આગ પર કાબૂ મેળવવા માટે પોતાનો જીવ જોખમમાં મૂકીને ઇમારતની નજીક પહોંચવાનો પ્રયત્ન કરી રહ્યાં હતા. તેમણે 6 થી 7 લોકોને ઇમારતમાંથી સુરક્ષિત કાઢવામાં આવ્યા હતા. સોવન ચેટર્જીએ જણાવ્યું કે, તપાસમાં આ આગનું કારણ સિલિન્ડર બ્લાસ્ટ હોઇ શકે છે. કેટલાક લોકોને ઇજા પણ પહોંચી હતી.

અહીં વાંચો - ABVPનો વિરોધ કરતાં શહિદની દિકરીને મળી બળાત્કારની ધમકી

કલકત્તાના મેયરે જણાવ્યું કે, જે ઇમારતમાં આગ લાગી છે, તેમાં અગ્નિશમન માટેનું કોઇ ઉપકરણ નહોતું. આ ઇમારતમાં ગોડાઉન, ઘર, ઓફિસ અને દુકાનો હતી. કેટલાક લોકો કહે છે કે, આ આગ સિલિન્ડર બ્લાસ્ટને કારણે લાગી છે, તો કેટલાક લોકો અનુસાર આ આગ શૉર્ટ સર્કિટના કારણે લાગી હતી.

English summary
Fire breaks out at Kolkata wholesale market Burrabazar.
Please Wait while comments are loading...