For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હીના ઓખલા પાવર સ્ટેશનમાં ભયાનક આગ

By Super
|
Google Oneindia Gujarati News

Okhla fire
નવીદિલ્હી, 16 ઑક્ટોબરઃ દિલ્હીના ઓખલા પાવર સ્ટેશનમાં ભયાનક આગ લાગી હોવાના આહેવાલ છે. ટ્રાન્સફોર્મરમાં લાગેલી આગે ગંભીર સ્વરૂપ ધારણ કરતા આસપાસના વિસ્તારોને સતર્ક કરી દેવામાં આવ્યા છે અને આગ પર કાબુ મેળવવા માટે ફાયર બ્રિગેડની 14 ગાડીઓ મોકલવામાં આવી છે.

માહિતી અનુસાર બપોરના 2 વાગ્યાની આસપાસ ઓખલા થર્મલ પાવર સ્ટેશનના એક ટ્રાન્સફોર્મરમાં આગ લાગી હતી. ટ્રાન્સફોર્મરમાં રહેલા ઓઇલના કારણે થોડીકવારમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગના કારણે આસપાસન વિસ્તારમાં કોઇ નુક્સાન ના પહોંચે તે માટેના પગલા હાથ ધરવામાં આવ્યા છે અને આસપાસના વિસ્તારોની વિજળી પણ કાપી નાંખવામાં આવી છે.

ઓખલા પાવર સ્ટેશનની આસપાસના વિસ્તારોમાં ઉદ્યોગો આવેલા છે અને તેમાં સારી એવી સંખ્યામાં કર્મચારીઓ કામ કરતા હોય તેમને બહાર જતા રહેવાની સૂચના સાવચેતીના ભાગરૂપે આપવામાં આવી છે.

ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ દ્વારા 14 ગાડીઓ મોકલવામાં આવી છે. જો કે, આગ વધી રહી હોવાના કારણે ફાયર બ્રિગેડના જવાનોને મુશ્કેલીનો સમાનો કરવો પડી રહ્યો છે. પાવર સ્ટેશનના અધિકારીઓને આગ લાગી હોવાની માહિતી મળતાં આગ લાગવા પછળનું કારણ શોધવામાં આવી રહ્યું છે. જો કે, ફાયર બ્રિગેડના જવાનોની પ્રાથમિકતા હાલ આગ પર કાબુ મેળવવાનો છે.

નોંધનીય છે કે, ઓખલા પાવર સ્ટેશન મોટું પાવર સ્ટેશન છે અને મોટાભાગના વિસ્તારોમાં અહીંથી જ વિજળી એનાયત કરવામાં આવે છે. તમામ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે અને આગ કેવી રીતે લાગી અને આગ લાગવા પાછળનું કારણ શું છે તે જાણવા માટે તપાસના આદેશ આપી દેવામાં આવ્યાં છે. હાલ તો ઓઇલના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક ધોરણે માનવામાં આવી રહ્યું છે.

English summary
A fire broke out in a power sub station in south Delhi this afternoon, fire brigade officials said.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X