શિખરની સદી છતાં ટીમ ઇન્ડિયાનો પરાજય
ઓકલેન્ડ, 9 ફેબ્રુઆરીઃ ન્યુઝીલેન્ડના પ્રવાસ પર પહેલી સદી ફટકારનાર ટીમ ઇન્ડિયાના ઓપનિંગ બેટ્સમેન શિખર ધવને મુશ્કેલ પરિસ્થિતિમાં ટીમને હારથી બચાવવાનો પ્રયાસ કર્યો પરંતુ તે સફળ નીવડ્યો નહીં. ન્યુઝીલેન્ડની ટીમે પહેલી ટેસ્ટ 40 રનથી જીતીને શ્રેણીમાં 1-0થી બઢત મેળવી લીધી છે. 407 રનના લક્ષ્યનો પીછો કરતા ટીમ ઇન્ડિયાએ સંભાળીને રમવાનું શરૂ કર્યું. શિખર અને મુરલી વિજયે પહેલી વિકેટ માટે 36 રન જોડ્યા, મુરલી વિજયે 13 રનોનું યોગદાન આપ્યું. ત્યારબાદ પૂજારા 23 રન બનાવી આઉટ થયો હતો.

ધોની ઉપરાંત રવિન્દ્ર જાડેજાએ 26, ઝહીર ખાને 17, રહાણેએ 18 અને ઇશાંત શર્માએ ચાર રન બનાવ્યા હતા. પહેલી ટેસ્ટમાં ભલે ટીમને હારનો સ્વાદ ચાખવો પડ્યો હોય પરંતુ ભારતીય બેટ્સમેનોએ વિપરીત પરિસ્થિતિઓમાં સારું પ્રદર્શન કરવાનો જુસ્સો દર્શાવ્યો છે.
ન્યુઝીલેન્ડની ટીમ તરફથી ટિમ સાઉદી અને ટીએ બોલ્ટે ત્રણ-ત્રણ અને એન વેગરે ચાર વિકેટ મેળવી હતી. ભારતની પહેલી ઇનિંગ 202 રન પર ખતમ થઇ ગઇ હતી, ત્યારબાદ ન્યુઝીલેન્ડની પહેલી ઇનિંગના આધારે 301 રનની બઢત મળી, બીજી તરફ ઇનિંગમાં ન્યુઝીલેન્ડના બેટ્સમેન માત્ર 105 રન જ કરી શક્યા હતા.












Click it and Unblock the Notifications
