For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

21 મહિના બાદ પહેલી વાર સામે આવ્યો સર્જિકલ સ્ટ્રાઈકનો વીડિયો

પૂર્વ કેન્દ્રીય મંત્રી અરુણ શૌરીએ સર્જિકલ સ્ટ્રાઈકને નકલી સ્ટ્રાઈક ગણાવ્યાના એક દિવસ બાદ બે વર્ષ પહેલા થયેલો સર્જીકલ સ્ટ્રાઈકનો એક વીડિયો સામે આવ્યો છે.

|
Google Oneindia Gujarati News

પૂર્વ કેન્દ્રીય મંત્રી અરુણ શૌરીએ સર્જિકલ સ્ટ્રાઈકને નકલી સ્ટ્રાઈક ગણાવ્યાના એક દિવસ બાદ બે વર્ષ પહેલા થયેલો સર્જીકલ સ્ટ્રાઈકનો એક વીડિયો સામે આવ્યો છે. મોદી સરકારના સમયમાં થયેલી સર્જીકલ સ્ટ્રાઈક પર રાજકીય પક્ષો સવાલ ઉઠાવતા રહ્યા છે. આ હુમલો ભારતીય સેનાના જમ્મુ કાશ્મીરના ઉરી સેક્ટરમાં ભારતીય સેનાના કેમ્પ પર થયેલા આતંકી હુમલાની વળતી કાર્યવાહી રૂપે કરવામાં આવ્યો હતો. પાકિસ્તાન તરફથી ઉરી સેક્ટર પર 18 સપ્ટેમ્બરના રોજ હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનાના 11 માં દિવસે સર્જિકલ સ્ટ્રાઈકને અંજામ આપવામાં આવ્યો.

surgical strike

ઘટનાક્રમના લગભગ 21 મહિના બાદ હવે સર્જિકલ સ્ટ્રાઈકના પહેલા પુરાવા તરીકે એક એક્સક્લુઝીવ વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં સેનાની કાર્યવાહીમાં ઘણા લોન્ચ પેડ્ઝને વિધ્વંસ થતાં જોઈ શકાય છે. જો કે હજુ સુધી વીડિયો અંગે સેના તરફથી કોઈ અધિકૃત નિવેદન જારી કરવામાં આવ્યુ નથી.

ટાઈન્સ નાઉએ એક વીડિયો જારી કર્યો છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે આ વીડિયો સર્જિકલ સ્ટ્રાઈકનો છે. આ 8 મિનિટના વીડિયોમાં પાકિસ્તાનની સર્જિકલ સ્ટ્રાઈકવાળી જગ્યા દેખાઈ રહી છે. સર્જીકલ સ્ટ્રાઈકને ઉધમપુર સ્થિત ઈન્ડિયન આર્મીના નોર્ધન કમાંડથી સંચાલિત કરવામાં આવ્યુ હતુ. ઉધમપુરથી ફીડ દિલ્હી મોકલવામાં આવતી હતી. આ આખુ અભિયાન લગભગ 6 કલાક સુધી ચાલ્યુ હતુ. પહેલા ટાર્ગેટને મધ્યરાત્રિએ નિશાન બનાવવામાં આવ્યુ જ્યારે અંતિમ જગ્યાને સવારે 6-6.15 વચ્ચે બરબાદ કરવામાં આવી. આ વીડિયો સામે આવ્યા બાદ જેડીયુના નેતા પવન વર્માએ કહ્યુ કે જ્યારે સરકારે સર્જિકલ સ્ટ્રાઈક વિશે ઘોષણા કરી ત્યારે અમે તેનો સપોર્ટ કર્યો હતો. સર્જીકલ સ્ટ્રાઈક બાદ પણ પાકિસ્તાન દ્વારા સીઝફાયરના ઉલ્લંઘનની સંખ્યા વધતી જઈ રહી છે. હવે સરકારે આના પર જોવાનું રહેશે કે સર્જીકલ સ્ટ્રાઈકથી શું ફાયદો થયો.

English summary
first time Surgical strikes in pakistan video shows in public
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X