For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નેવીના પહેલા ટ્રાન્સજેન્ડરને મળ્યો નોકરીમાંથી જાકારો? કેમ કે

નૌસેનામાં કામ કરતા એક પુરુષે પોતાનું લિંગ પરિવર્તન કરાવી સ્ત્રી બની ગયો. આ કારણે તેને નૌ સેનામાંથી કાઢી નાખવાની વાત ચાલી રહી છે. આ અંગે વધુ વાંચો અહીં..

By Kajal
|
Google Oneindia Gujarati News

ભારતીય નેવીના પહેલો વ્યક્તિ કે જેણે પોતાનુ લિંગ બદલાવ્યુ હતુ એ નેવીના સિપાહી શાબીને નેવી નોકરીમાંથી કાઢી નાખે તેવી સંભાવના ઊભી થઇ છે. નેવીએ શાબીને હટાવા માટે રક્ષા મંત્રાલયને અરજી કરી છે. નેવીનુ કહેવુ છે કે, કોઈ મહિલાને નેવીમાં નોકરીએ રાખવુ એ અમારા નિયમોની વિરુદ્ધ છે. અત્રે ઉલ્લેખનીય છે કે સાત વર્ષ પહેલા શાબી એમ.કે. ગિરી ના નામથી ઓળખાતો હતો. જે સાત વર્ષ પહેલા નેવલ કમાન્ડમાં મરીન ઇજનેર તરીકે નોકરીમાં જોડાયો હતો. એ બાદ તેમણે લિંગ પરિવર્તન કરાવ્યુ હતુ અને તે વાત તેણે પોતે નેવીને જણાવી હતી. હવે તે પુરુષમાંથી સ્ત્રી બની ગયો છે.

લિંગ પરિવર્તન પછી શાબી ખુશ

લિંગ પરિવર્તન પછી શાબી ખુશ

નૌસેનાએ શાબીને નોકરીમાંથી કાઢવા વિશે જણાવ્યુ હતુ કે, સાત વર્ષ પહેલા સેનાએ એક પુરુષને નોકરી પર રાખ્યો હતો. હવે જ્યારે તે મહિલા બની ગયો છે ત્યારે તેમણે અમારા નિયમોને તોડ્યા છે. આથી તેને નોકરી માંથી કાઢવામાં આવે છે. આ તમામ ઘટના બાદ પણ શાબી તેના નવા જીવન થી ખુશ છે.

લિંગ પરિવર્તન

લિંગ પરિવર્તન

સેનામાં લિંગ બદલવા પર કોઈ ખાસ નિયમો આપેલા નથી. આ સેના માટે પહેલો કેસ છે જેમાં સિપાહીએ મુંબઈમાં જઈ અચાનક પોતાનુ લિંગ બદલી નાખ્યુ હતુ. અને જ્યારે તે વિશાખાપટ્નમ પરત આવ્યો ત્યારે તેને SNLR(Service No Longer Required) મુજબ સેનામાંથી કાઢી નાખવાનો નિર્ણય કરવામાં આવ્યો.

શાબીના થઈ ગયા છે લગ્ન

શાબીના થઈ ગયા છે લગ્ન

સાત વર્ષ પહેલા શાબીના લગ્ન પણ થઈ ગયા છે તેને એક બાળક પણ છે. જો તેને નેવી માંથી કાઢી નાખવામાં આવે તો તેને નેવી તરફથી કોઈ પેન્શન કે અન્ય સુવિધા પણ નહી મળે. કારણ કે આ પેન્શન માટે ઓછામાં ઓછા નેવીમાં 15 વર્ષ નોકરી કરેલી હોવી જરૂરી છે.

નેવીના નિયમો

નેવીના નિયમો

આપણી ભારતની ત્રણે સેનાઓમાં એક નિયમ છે કે, તેમાં મહિલાઓની નિમણૂક ઓફિસર તરીકે જ કરવામાં આવે છે. તેનાથી નીચેના સામાન્ય પદો માટે મહિલાઓને લેવામાં આવતી નથી. આજે પણ મહિલાને યુદ્ધમાં જવાની પરવાનગી નથી ત્યારે આ મામલો વધારે અટપટો બનતો જઈ રહ્યો છે.

English summary
Shabis world turned upside down when reports surfaced that the Navy has recommended to the defense ministry that she be discharged from service.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X