For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

coronavirus વિશે આ 5 વાતો બિલકુલ ખોટી છે, જેનું સચ જાણવું તમારા માટે બહુ જરૂરી

coronavirus વિશે આ 5 વાતો બિલકુલ ખોટી છે, જેનું સચ જાણવું તમારા માટે બહુ જરૂરી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ દુનિયાના 60 દેશોમાં દહેશત મચાવ્યા બાદ હવે ભારતમાં પણ ખતરનાક કોરોનાવાઈરસે દસ્તક આપી દીધી છે. અત્યાર સુધીના આંકડા મુજબ દેશમાં કોરોનાવાઈરસના કુલ 29 મામલા સામે આવી ચૂક્યા છે, જેમાંથી 16 ઈટલીના પર્યટક છે. જો કે ભારત સરકારે પુષ્ટિ કરી છે કે આ વાયરસને લઈ બહુ ઘભરાવાની જરૂરત નથી અને કેટલીક સાવધાનીઓ દ્વારા આની ચપેટમાં આવવાથી બચી શકાય છે. આમ છતાં સોશિયલ મીડિયા પર કોરોનાવાયરસને લઈ કેટલાય પ્રકારની અફવાઓ ચાલી રહી છે. આવો જાણીએ એવી જ 5 અફવા, જે કોરોનાવાઈરસને લઈ સોશિયલ મીડિયા પર ચાલી રહી છે.

વૉશરૂમમાં લાગેલ ડ્રાયરથી કોરોનાવાઈરસ મરે છે

વૉશરૂમમાં લાગેલ ડ્રાયરથી કોરોનાવાઈરસ મરે છે

કહેવાઈ રહ્યું છે કે ઑફિસ કે સિનેમા હૉલના પબ્લિક વૉશરૂમમાં લાગેલ ડ્રાયરથી કોરોનાવાયરસ મરે છે. આ વાત બિલકુકલ જૂઠ છે. WHOએ સ્પષ્ટ કર્યું કે વૉશરૂમમાં લાગેલ ગરમ હવાના ડ્રાયરથી કોરોનાવાયરસ મરતો નથી. ડબલ્યૂએચઓ મુજબ કોરોનાવાયરસના સંક્રમણથી બચવાનો સૌથી યોગ્ય ઉપાય એજ છે કે તમે તમારા હાથોને સરખી રીતે સાબુથી ધોયા રાખો, તે પણ પૂરી 20 સેકન્ડ સુધી. જે બાદ ભીના હાથ તમારા રૂમાલ અથવા ટીશૂ પેપરથી લુછવા જોઈએ.

ચીનના સામાનથી પણ છે કોરોનાવાયરસનો ખતરો?

ચીનના સામાનથી પણ છે કોરોનાવાયરસનો ખતરો?

સોશિયલ મીડિયા પર અફવા ફેલાઈ રહી છે કે ચીનથી આવેલા સામાનમાંથી પણ કોરોનાવાયરસ થઈ શકે છે, માટે ચીની સામાન ખરીદવા ના જોઈએ. આ મામલે ડબલ્યૂએચઓએ સ્પષ્ટ કર્યું કે કોરોનાવાયરસ કોઈપણ વસ્તુ ઉપર બે દિવસથી વધુ જીવિત નથી રહી શકતો, માટે આવો સામાન જેને આવતા 2-3 દિવસ લાગી રહ્યા છે, તેને અડવા કે ખરીદવાથી કોઈપણ પ્રકારનું નુકસાન નથી. ડબલ્યૂએચઓએ લોકોને આવી પ્રકારની અફવાઓ પર ધ્યાન ના આપવા કહ્યું છે.

નોનવેજ ખાવાથી ફેલાય છે?

નોનવેજ ખાવાથી ફેલાય છે?

કોરોના વાયરસ વિસે જણાવવામાં આવી રહ્યું છે કે નોનવેજ ખાવાથી પણ ફેલાય છે. જેની પાછળ તર્ક આપવામાં આવી રહ્યો છે કે કોરોનાવાયરસ ચીનના વુહાન સી-ફૂડ માર્કેટથી જ ફેલાવવો શરૂ થયો હતો. જો કે WHOએ સ્પષ્ટ કર્યું કે જાનવરોથી માણસોમાં કોરોનાવાયરસ ફેલાવવાનું હજી પણ કંઈ પ્રમાણ મળ્યું નથી, માટે આવી અફવાઓ પર ધ્યાન દેવુ જોઈએ નહિ. જ્યારે ભારત સરકારે પણ સ્પષ્ટ રીતે કહ્યું કે દેશમાં નોનવેજ ખાવું સંપૂર્ણરીતે સુરક્ષિત છે. જો કે નોનવેજમાં આ વાતનું ધ્યાન ખાસ રાખવું કે તે સંપૂર્ણપણે સાફ-સફાઈથી બનાવવામાં આવ્યું હોય અને અધકાચું ના હોય.

બાળકોમાં નહિ, વૃદ્ધોમાં ફેલાય છે કોરોનાવાયરસ?

બાળકોમાં નહિ, વૃદ્ધોમાં ફેલાય છે કોરોનાવાયરસ?

કોરોના વાયરસને લઈ કહેવાઈ રહ્યું છે કે આ માત્ર વૃદ્ધોમાં જ ફેલાય છે, જે એકદમ જૂઠ છે. WHOનું કહેવું છે કે કોરોનાવાયરસ કોઈપણ ઉંમરના લોકોમાં ફેલાય શકે છે. જો કે એવા લોકો જે પહેલેથી અસ્થમા, ડાયાબિટીઝ કે હ્રદયની બીમારીથી ગ્રસ્ત છે, અથવા જેમની રોગ-પ્રતિરોધક ક્ષમતા કમજોર છે, એવા લોકોમાં આ વાયરસ ફેલાવવાની આશંકા વધુ છે. બાળકોમાં આ વાયરસ ફેલાવવાની આશંકા થોડી ઓછી એટલા માટે છે કેમ કે બાળકોની રોગ પ્રતિરોધક ક્ષમતા વૃદ્ધોની સરખામણીએ વધુ હોય છે.

આયુર્વેદિક કે હોમ્યોપેથિક દવાઓથી કોરોનાવાયરસ ઠીક થાય છે?

આયુર્વેદિક કે હોમ્યોપેથિક દવાઓથી કોરોનાવાયરસ ઠીક થાય છે?

સોશિયલ મીડિયા પર કેટલીક દવાઓ વિશે દાવો કરવામાં આવી રહ્યો છે કે આનાથી કોરોનાવાયરસ ઠીક થાય છે. WHO મુજબ હજી સુધી કોરોનાવાયરસ ફેલતા રોકવા અથવા તેના ઈલાજ માટે કોઈ વિશેષ દવા નથી. જો કોઈ વ્યક્તિમાં કોરોનાવાયરસના લક્ષણ દેખાય છે તો તેણે તરત જ ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. આપણા દેશમાં અત્યાર સુધી કોરોનાવાયરસના કુલ 29 મામલા સામે આવ્યા છે, જેમાંથી ત્રણ લોકો સંપૂર્ણ રીતે ઠીક થઈ ચૂક્યા છે. માટે સોશિયલ મીડિયા પર ચાલી રહેલ ભ્રામક જાણકારીઓથી બચવું જોઈએ.

કોરોના વાયરસ: પીએમ મોદીનો બ્રસેલ્સ પ્રવાસ રદ્દ કરાયોકોરોના વાયરસ: પીએમ મોદીનો બ્રસેલ્સ પ્રવાસ રદ્દ કરાયો

English summary
five myth and reality about coronavirus in india
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X